૧૨૫ વર્ષ ના સમય બાદ અમાસના દિવસે બની રહ્યો છે પંચ મહાયોગ નો દુર્લભ સંયોગ આટલું કામ જરૂર કરજો

0

મિત્રો , હાલ ૧૭ જુલાઈ ના શુભ દિવસ થી દક્ષિણ ભારત માં પવિત્ર સાવન મહિના નો પ્રારંભ થવા જઈ રહ્યો છે. આ જ શુભ દિવસ ના શુભ અવસર પર વજ્ર અને વિષ કુંભ યોગ પણ સર્જાઈ રહ્યો છે. આ ઉપરાંત આવનાર અમાસ ના દિવસે પાંચ મહાયોગ નો સંયોગ થવા જઈ રહ્યો છે. આ શુભ દિવસ તથા શુભ તિથિ પર સિદ્ધ યોગ , શુભ યોગ , ગુરૂ પુષ્યામૃત યોગ , સર્વાર્થ સિદ્ધિ યોગ અને અમૃત સિદ્ધિ યોગ નો સંયોગ સર્જાવા જઈ રહ્યો છે.

એવી માન્યતાઓ છે કે આ પંચ મહાયોગ ના શુભ દિવસે જો તમારા કુળદેવી , કુળદેવતા અને માતા પાર્વતી નું પૂજન કરવામાં આવે તો તમારા મન ની તમામ ઈચ્છાઓ પૂર્ણ થશે અને તમને તમારા પરિશ્રમ નું યોગ્ય ફળ પ્રાપ્ત થશે. આ ઉપરાંત આ વર્ષે નાગપંચમી તથા સોમવાર બંને સાથે આવી રહ્યા હોવા થી આ દિવસ પ્રભુ શિવ ની સ્તુતિ કરવા માટે સૌથી શ્રેષ્ઠ દિવસ જણાઈ આવે છે.

આ નાગપંચમી પર ત્રિયોગ નો સંયોગ સર્જાઈ રહ્યો છે. આ કારણોસર આ નાગપંચમી એ કાલસર્પ દોષ નું નિવારણ તેમજ પૂજન કરી શકાય. જો તમે પણ તમારા મન ની મહત્વકાંક્ષાઓ ને પૂર્ણ કરવા ઈચ્છતા હોવ તો નીચે મુજબ ના આ વિશેષ ઉપાયો અજમાવો.

પરોઢે વહેલી સવારે પ્રભુ શિવ ના શિવલિંગ પર ૨૧ બિલિપત્ર અર્પિત કરો. આખા ઘર માં ગૌમૂત્ર નો છંટકાવ કરી ગૂગળ નો ધૂપ લગાવો જેથી ઘરમાં રહેલી નકારાત્મક ઉર્જા દૂર થાય. નિયમિત દૂધ માં કાળા તલ ઉમેરીને ચાંદી ના લોટા માં ભરીને શિવલિંગ પર અર્પણ કરવું જેથી તમારા અટકેલાં તમામ કાર્યો સફળતાપૂર્વક પૂર્ણ થઈ જશે.

જો તમારા લગ્ન સંબંધિત કોઈ સમસ્યા ચાલી રહી હોય તો આ સમસ્યા ને દૂર કરવા માટે નિયમિત શિવલિંગ પર દૂધ ચડાવવું જેથી તાત્કાલિક તમારા વિવાહ ના યોગ સર્જાય જાય. આ ઉપરાંત જો તમે કોઈ માનસિક તણાવ થી પીડાઈ રહ્યા હોવ તો જીવન માં સુખ અને સમૃદ્ધિ લાવવા માટે નંદી ને નિયમિત લીલું ઘાસ ખવડાવો.

આ સિવાય જો તમે કોઈ જરૂરિયાતમંદ ને ભોજન કરાવડાવશો તો અન્નપૂર્ણા દેવી તમારા થી પ્રસન્ન થશે અને તમારા ઘરમાં કયારેય પણ ધન-ધાનની ઉણપ નહી સર્જાય. આ ઉપરાંત એક કોરી માટલી પર લીલું કપડું બાંધી ને તેને પીપળા ના વૃક્ષ નીચે મુકો અથવા તો કીડીઓ માટેનું કિડિયારુ પૂરો. અનાથ બાળકો ને ભોજન કરાવડાવો

કોઈ જરૂરિયાતમંદ વ્યક્તિ ને વસ્ત્રો નું દાન કરો. અમાસ ના શુભ દિવસે આ બધા કાર્યો કરવાથી તમારા કુળદેવી કે કુળદેવતા તમારા પર પ્રસન્ન થાય છે અને તમારા જીવન ના બધા જ દુ:ખ તથા બધી જ સમસ્યાઓ ને હરી લઈને તમારા જીવન ને સુખ-સમૃદ્ધિ થી ભરી દે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here