Spread the love

શિક્ષણનો સહારો લઇને જીવનમાં કઇ રીતે પરિવર્તન લાવી શકાય છે, તેનું સર્વશ્રેષ્ઠ ઉદહારણ છે, હરિયાણીની 25 વર્ષની મહિલા પરવીન કૌર …પરવિનની કહાની ઘણા લોકો માટે પ્રેરણારૂપ બની છે. પરવિન આમતો એક એન્જિનિયર છે, પરંતુ સાથેજ તે તેના ગામની સરપંચ પણ છે.

હરિયાણાના કૈથલ જિલ્લામાં આવેલા કરકાલા-કુચિયામાં ગામમાં આશરે 1,200 લોકની વસ્તી છે. પરવીન શહેરમાં ઉછરીને મોટી થઇ પરંતુ તેના ગામ સાથે તે ભાવનાત્મક રીતે જોડાયેલી હતી. જ્યારે તે બાળપણમાં ગામની મુલાકાત લેતી હતી, ત્યારે ત્યાં રસ્તા, શિક્ષણ અને પાણીની તીવ્ર સમસ્યા જોતી હોતી અને બાળપણથી જ તેને આ બાબતો મનમાં ઘર કરી ગઇ હતી.

સરકારના નિર્ણયનો મળ્યો લાભ

પરવીને કુરુક્ષેત્ર યુનિવર્સિટીમાંથી એન્જિનિયરિંગ પૂર્ણ કર્યું હોવા છતાં, જાણે ભગવાને તેના નસીબમાં કંઇક બીજું જ લખ્યુ હતું. એક દિવસ ગામના લોકોએ તેના પિતાની મુલાકાત લીધી અને જણાવ્યું કે ગામ લોકો પરવીનને ગામની ‘સરપંચ’ બનવા માંગે છે. કારણ કે, સરકારના જણાવ્યા મુજબ માત્ર શિક્ષિત લોકો જ સરપંચ બની શકતા હતા.

પિતાનો સાથ મળ્યો

પરંતુ પરવીને આ જવાબદારી નિભાવવામાં સંકોચ થઇ રહ્યો હતો. પરંતુ અહીં તેના પિતા તેની સાથે હતા. તેના પિતાએ આપેલી હિંમત સાથે આખરે પરવીન 21 વર્ષની ઉંમરે કરકાલા-કુચિયા ગામની સરપંચ બની હતી, અને ગામની સૌથી ઓછી ઉંમરની સરપંચનું બિરુદ પણ હાંસલ કર્યુ હતું.

કામની શરુઆત

હવે થાય છે પરવીનની કામગીરીની શરુઆત, તેણી તેના ગામની સ્થિતી બાળપણથી જ જાણતી હતી માટે તેણે શરુઆત કરી ગામનું નિરીક્ષણ કરીને. સૌ પ્રથમ તેણે સંપૂર્ણ ગામમાં ઘરે ઘરે જઇને નિરીક્ષણ કર્યુ, ત્યાર બાદ તેણે જે નિર્ણય લેવાના હતા તેની એક લિસ્ટ તૈયાર કરી.

પાણી અને રસ્તાની સમસ્યા

સૌ પ્રથમ તેણી પાણીની સમસ્યા પર ધ્યાન આપ્યું. તેને ખ્યાલ આવી ગયો હતો કે ગામ લોકોએ પાણી લેવા માટે ઘણુ દુર જવુ પડે છે.જેથી તેણીએ ગામમાં વોટર કુલર લગાવડાવ્યા જેનાથી પીવાના પાણીની સમસ્યાનું નિરાકરણ આવે.

ત્યાર બાદ તેણે ગામના કાચા રોડને પાકા કરાવ્યા, જેનાથી લોકો વાહનવ્યવ્હાર કરવામાં સરળતા રહે.

મહિલા સલામતીને મહત્વ

તેણીએ જોયુ કે ગામમાં મહિલાઓની સલામતીને લઇને પગલા ઉઠાવવા પણ જરુરી છે, માટે તેણે આખા ગામમાં સીસીટીવી કેમેરા અને સોલર લાઇટ લગાવ્યા જેથી મહિલાઓ અને બાળકો તેમની સલામતીની ચિંતા કર્યા વિના રાત્રે પણ ફરી શકે.

શિક્ષણ ક્ષેત્રે મહત્વની કામગીરી

તેણે શિક્ષણ ક્ષેત્રે પણ ભાર આપ્યો, તેણીને સમજાયું કે બાળકો માટે શૈક્ષણિક તકોનો અહીં અભાવ છે. બાળકો ભણવા માંગે પરંતુ તેમની પાસે પુસ્તકો ન હતા. આથી, તેણીએ ગામમાં એક પુસ્તકાલય ખોલ્યું અને બાળકોને વાંચવા માટેના પુસ્તકોની ત્યાં વ્યવસ્થા કરી. ત્યાર બાદ બાળકો પણ મોટા ભાગનો સમય ત્યાં જ વિતાવવા લાગ્યા.

ગામનો સૌથી મોટો પ્લસ-પોઇન્ટ એ છે કે બધા બાળકો સંસ્કૃતમાં કેવી રીતે બોલવું તે જાણે છે. આ વર્ષે ફેબ્રુઆરીમાં, મહર્ષિ વાલ્મીકિ સંસ્કૃત યુનિવર્સિટીના કુલપતિએ ગામની મુલાકાત લીધી હતી અને જણાવ્યું હતું કે, તેઓ આ સ્થળને “સંસ્કૃત ગામ” માં ફેરવવા માગે છે. ત્યાર બાદ આ ગામમાં સંસ્કૃત શિક્ષકોની નિમણૂક કરવામાં આવી, જેમણે ભાષાના બીજા વિષય ભણાવવાના પણ શરુ કર્યા.

મહિલા સમિતીની રચના

મહિલાઓ માટે મહિલાઓ દ્વારા ગામમાં 4 સમિતીઓ બનાવવામાં આવી છે. આ સમિતિઓમાં, મહિલાઓ એકઠી થાય છે અને તેમની સમસ્યાઓ એક બીજા સાથે આપ-લે કરીને એક સારા નિરાકરણ લાવે છે.

સન્માન

ગામના પરિવર્તન માટેના તેના અસાધારણ કાર્ય માટે, પરવીન કૌરને વર્ષ 2017 માં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ એવોર્ડ આપી સન્માન પણ આપ્યું હતુ.

પરવીનની કહાની પરથી શીખ મળે છે કે, તમે ક્યાં જન્મ લીધો ક્યાં ઉછર્યા એ મહત્વનું નથી. તને શું શિક્ષા લીધી એ મહત્વની છે. તમારી જ્ઞાનથી બીજાને કંઇ રીતે લાભ થાય છે તે મહત્વનું છે. જો મનમાં કંઇ કરવાની ઇચ્છા હોય તો તમે તેને જરુર પામી શકો છો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here