જો તમે પણ ઈચ્છતાં હોવ કે તમારા ઘરમાં ધનની વર્ષા થાય તો અચૂક અજમાવો આ 6 ચમત્કારિક ટોટકા

0

મિત્રો , દરેક વ્યક્તિ પોતાના જીવન માં એવી ઈચ્છા ધરાવતું હોય છે કે જીવન માં તે સૌથી વધુ માં વધુ નાણાં કમાય અને બધી જ સુખ-સુવિધાઓ ભોગવે અને આ માટે તે દિવસ-રાત અથાગ પરિશ્રમ કરતો હોય છે. પરંતુ , તેના અથાગ પરિશ્રમ છતાં પણ તેને યોગ્ય વળતર પ્રાપ્ત થતું નથી.

જો તમે પણ એક શ્રીમંત જીવન જીવવા ઈચ્છતા હોવ તથા શ્રીમંત બનવા ઈચ્છતા હોવ તો આજે તમારા માટે એવા ચમત્કારિક ઉપાયો લાવ્યા છીએ જે તમારી આ ઈચ્છા ને પુર્ણ કરશે. આ ઉપાયો અજમાવવા થી લક્ષ્મી માતા તમારા થી પ્રસન્ન થશે અને તમારા ઘર માં તેમનો વાસ થશે.

ધનલાભ મેળવવા માટે ના ચમત્કારિક ઉપાયો :

પીપળા ના વૃક્ષ નું પૂજન કરવું :

જો તમે દર ગુરુવારે પીપળા ના વૃક્ષ નું પૂજન કરીને પીપળા ના વૃક્ષ પર સફેદ અથવા લાલ રંગ નો ધ્વજ લગાવો તો તમને ધનલાભ થશે.

તિજોરી માં રાખવું કમળ નું પુષ્પ :

જો તમે શુક્રવાર ના શુભ દિવસે ઘર ની તિજોરી માં કમળ ના પુષ્પ ને એક કાપડ માં લપેટી ને મુકો અને ૧-૧ માસ ના સમયગાળે આ પુષ્પ ને બદલતાં રહો તો માતા લક્ષ્મી તમારા પર પ્રસન્ન થશે અને તમારા ઘર માં કયારેય નાણાં ની ઉણપ નહી સર્જાય તથા તમારી આર્થિક સ્થિતિ મજબૂત બનશે.

ઘર ના ઈશાન ખુણા માં દિપક પ્રજવલિત કરીને મુકવો :

જો તમે દર શુક્રવારે ઘર ના ઈશાન ખૂણા માં સંધ્યા સમયે એક દિપક પ્રજવલિત કરીને મુકો તો તમારી આર્થિક પરિસ્થિતિ પ્રબળ બને છે તથા તમારા પર આકસ્મિક ધન વર્ષા થવાના યોગ પણ સર્જાઈ શકે.

ઘર પાસે ઉગાડો નાગકેસર નો રોપ :

નાગકેસર ના રોપ ને આપણાં શાસ્ત્રો માં અત્યંત શુભ ગણાવવામાં આવ્યો છે. જો આ છોડ ને તમારા ઘર ની આસપાસ લગાવીને તેમાં નિયમિત પાણી ચડાવવા માં આવે તો તમારી આવક માં વધારો થાય છે. કોઈ શુભ મહુર્ત જોઈને આ રોપ ને તમારા પ્રાંગણ માં વાવવો. આ સિવાય તમે ઘર માં ધનવેલ પણ ઉગાડી શકો. એવું કહેવાય છે કે ધનવેલ નો છોડ ઘર માં લગાવવા થી તમારી આર્થિક સ્થિતિ પ્રબળ રહે છે.

તિજોરી માં સાચવો કુબેરયંત્ર :

કુબેર ભગવાન ને ધન ના દેવતા ગણવામાં આવે છે. ઘર માં કુબેર યંત્ર હોવું એ અત્યંત લાભદાયી ગણાય છે. આ ઉપરાંત તમે ઘર માં કુબેર ની પ્રતિમા પણ રાખી શકો. કુબેર ભગવાન નો ઘર માં વાસ થવાના કારણે તમારા ઘર માં કયારેય પણ ધનહાનિ સર્જાતી નથી

કુવા ની પાસે દીપક પ્રજવલિત કરવો :

જે લોકો વધુ માં વધુ ધન કમાવવા ની ઈચ્છા ધરાવતા હોય તેમણે દરરોજ સંધ્યાકાળે કુવા ની સામે દીપક પ્રજવલિત કરવો. આ ઉપાય દ્વારા તમારા ઘર માં ધન ની વર્ષા થશે. આ ઉપાય કર્યા બાદ ઘરે પરત ફરતી વખતે પાછુ વળીને જોવું નહી તથા કોઈ સાથે વાતચીત ના કરવી. આ ઉપાય શનિવાર ના દિવસે અજમાવવો શુભ ગણાય છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here