એક કાળો દોરો તમને બનાવી શકે છે કરોડપતિ, બસ આવી રીતે કરવાનો છે ઉપયોગ.

એક કાળો દોરો તમને બનાવી શકે છે કરોડપતિ, બસ આવી રીતે કરવાનો છે ઉપયોગ.

વિશ્વના અનેક દેશોમા પોતાના થોડા વિશેષ રીતી રીવાજ અને માન્યતાઓ પ્રચલિત હોય છે. આવી જ રીતે ભારતમાં પણ હિંદુ ધર્મમાં ઘણી ધાર્મિક માન્યતાઓ જોવા મળે છે. જો કે દેશમાં જુદી જુદી જગ્યાએ અલગ અલગ પ્રકારની અનેક ધાર્મિક માન્યતાઓ પ્રચલિત છે.આજના સમય માં કાળા દોરા નું ખૂબ મહત્વ છે.. આપણા વડાપ્રધાન પણ કાળો દોરો પહેરે છે. ચાલો જાણીએ કાળો દોરો પહેરવા ના ફાયદા..

હિંદુ જ્યોતિષ શાસ્ત્રમાં કાળા રંગનાં દોરાનું ખાસ મહત્વ છે. હિંદુ જ્યોતિષ શાસ્ત્ર અનુસાર કાળા દોરામાં એ ગુણ હોય છે કે તે નકારાત્મક શક્તિઓને પોતાની અંદર સમાવી લે છે. કાળો દોરો પહેરનાર પર નકારાત્મક ઊર્જાનો ક્યારેય પ્રભાવ પડતો નથી. ખાસ કરીને બાળકના જન્મ બાદ કાળો દોરો તેમના પેટની નીચેના ભાગ એટલે કે કમર પર અથવા તો હાથ કે પગમાં બાંધી દેવામાં આવે છે.

હિંદુ જ્યોતિષ શાસ્ત્ર અનુસાર કાળો દોરો ફક્ત ખરાબ નજરથી જ નથી બચાવતો, પરંતુ તેનાથી તમારી કિસ્મત પણ બદલાઇ શકે છે. આપણું શરીર પાંચ તત્વો મળીને બનેલું હોય છે. આ પાંચ તત્વ છે પૃથ્વી-વાયુ-અગ્નિ-જળ અને આકાશ. આ બધા તત્વોમાંથી શરીરને પુષ્કળ પ્રમાણમાં ઉર્જા મળતી હોય છે. આ ઉર્જાને કારણે જ આપણે જીવનમાં અનેક પ્રકારની સુખ અને સુવિધાનો ઉપયોગ કરી શકતા હોઈએ છીએ.

પરંતુ કોઈ વ્યક્તિની બુરી નજર આપણી કે આપણા પરિવાર ઉપર પડી જાય તો આ દોરો તે નકારાત્મક ઉર્જાને સકારાત્મક ઉર્જામાં ફેરવવાની શક્તિ ધરાવે છે. ખાસ કરીને આ સામાન્ય દેખાતા એવા કાળા દોરામાં એટલી શક્તિ હોય છે, કે તે દરેક પ્રકારની ખરાબ વસ્તુને આપણા ઘર પરિવારથી હમેશા માટે દુર રાખે છે.

કદાચ એ જ કારણથી આજ કાલની મોર્ડન પેઢીના માણસો પણ આ દોરાને ગળામાં લોકેટ તરીકે પહેરતા હોય છે. એવી પણ માન્યતા છે કે જો માણસ આ દોરાને પહેરે તો તેનું જીવન ખુશ ખુશાલ બની જાય છે.

ભારત દેશના લોકો બુરી નજરથી બચવા માટે હંમેશા થી કાળા રંગની વસ્તુઓનો ઉપયોગ કરતા જોવા મળે છે. કાળો દોરા અને કાળું ટીકુ બન્ને જ બુરી નજરની અસર દુર કરવામાં આપણને મદદ કરતા હોય છે. બીજી બાજુએ લાલ રંગના દોરાનો પૂજા અને હવન જેવા શુભ કાર્યો માટે ઉપયોગ કરવામાં આવતો હોય છે.

કાળા દોરા એટલા અસરકારક છે કે તેનાથી તમારી કિસ્મત પણ બદલાઇ શકે છે અને તમને રાતોરાત માલામાલ પણ બનાવી શકે છે.

હિંદુ જ્યોતિષ શાસ્ત્ર અનુસાર શનિવાર અથવા મંગળવારની સાંજે કોઇપણ નજીકનાં હનુમાન મંદિર પાસે જઇને હનુમાનની મૂર્તિ પરથી સિંદૂર નીકાળીને કાળા દોરા પર લગાવવું જોઇએ.

ત્યારબાદ આ દોરાને ઘરનાં મુખ્ય દ્વાર પર લગાવવો જોઇએ. આવું કરવાથી તમારા ઘરેથી નકારાત્મક શક્તિઓ દૂર થઈ જાશે. આ કાળા દોરાને હાથનાં કાંડા પર બાંધવાથી તમારા કામમાં આવનારી બધી જ સમસ્યાઓ દૂર થશે અને સફળતાઓનાં દરવાજા ખુલી જાશે.

આ કાળો દોરો બાળકોને બાંધવાથી નકારાત્મક શક્તિઓથી બાળકોની રક્ષણ થાય છે અને બાળકની તંદુરસ્તી પણ હેલ્ધી રહે છે. આ ઉપરાંત હનુમાનનાં પગનાં સિંદૂર લગાવેલો કાળો દોરો પહેરવાથી અનેક બીમારીઓથી બચી શકાય છે.

Moni Patel

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *