૧૯ વર્ષ બાદ બનશે ખુબજ દુર્લભ સંયોગ, શનિદેવ કરશે પોતાની જ રાશિમાં ગોચર, જાણો બધી રાશી પર શું પડશે અસર

૧૯ વર્ષ બાદ બનશે ખુબજ દુર્લભ સંયોગ, શનિદેવ કરશે પોતાની જ રાશિમાં ગોચર, જાણો બધી રાશી પર શું પડશે અસર

મિત્રો , આજે નવા વર્ષ નો વિધિવત્ રીતે પ્રારંભ થઈ ચુકયો છે તેવું આપણે કહી શકીએ. ૨૦૨૦ના પ્રથમ માસ મા જ ૨૪ તારીખે શનિ એક રાશી માંથી બીજી રાશિ મા સ્થળાંતરીત થઈ રહ્યો છે.

શનિ હાલ ૨૪ તારીખ થી ધનુ રાશિ ને અલવિદા કહી ને પોતાની જ રાશિ મકર મા પુન: પ્રવેશ કરશે. હવે શનિ ના આ પરિવર્તન ની શુભ તથા અશુભ અસર દરેક રાશિ પર પડશે.

વિદ્વાન જ્યોતિષીઓ ના મત અનુસાર આવનાર વર્ષ ૨૦૨૦ દરેક રાશિજાતક ની સાથોસાથ વિશ્વ માટે પણ અત્યંત વિશેષ સાબિત થશે. અન્ય ગ્રહો અવારનવાર રાશિ પરિવર્તિત કરતા રહેતા હોય છે,

પરંતુ શનિ દર અઢી વર્ષ માં ફક્ત એકવાર જ રાશિ પરિવર્તન કરે છે. શનિ નો જયારે મકર રાશિમાં પ્રવેશ થશે ત્યારે અન્ય બધી જ રાશિઓ પર તેની શુભ-અશુભ અસર નો પ્રારંભ થઇ જશે.

૨૦૨૦ ના વર્ષ ના મધ્યકાલિન સમયકાળ મા શનિ વક્રી પણ થશે. આ સ્થિતિ ૧૧ મે ના રોજ સર્જાશે. ૨૦૨૦ના વર્ષ મા બૃહસ્પતિ પણ રાશિ પરિવર્તન કરશે. ૨૦૨૦મા આ બંને ગ્રહો રાશિ પરિવર્તન કરી રહ્યા હોવા થી તેની સમાજ અને વ્યક્તિ પર ખૂબ જ વિશેષ અસર પડશે. આ ઉપરાંત રાહુ પણ ૨૩મી સપ્ટેમ્બર ના રોજ વૃષભ રાશિ મા પ્રવેશ કરશે. તેનો પણ વ્યાપક પ્રભાવ અન્ય બધી જ રાશિઓ પર જોવા મળશે.

વર્ષ ૨૦૨૦ મા શનિ ની સ્થિતિ :

આ વર્ષ ના પ્રારંભિક સમયકાળ મા જ એટલે કે ૧લી જાન્યુઆરી ના રોજ શનિ અસ્ત થઇ જશે. જે અંદાજે ૩૨ દિવસ ના સમયકાળ સુધી એટલે કે ૧લી ફેબ્રુઆરી સુધી અસ્ત રહેશે. ત્યારબાદ શનિ નું શુભ ફળ પ્રાપ્ત થવા નું પ્રારંભ થશે. ત્યાં જ ૧૧મી મે થી લઈ ને ૨૯મી મે સુધી શનિ મકર રાશિ મા વક્રી થઇ જશે. આ ૧૮ દિવસ ના સમયગાળા સુધી અનેક રાશિઓ ઉપર શનિ નો અશુભ પ્રભાવ રહેશે.

આવી રીતે આવનાર આખું વર્ષ શનિ ની શુભ-અશુભ અસરો તમામ રાશિઓ પર પડતી રહેશે. આ આવનાર વર્ષ મા દેશ ની રાજનીતિક તેમજ ખગોલિક સ્થિતિ મા ઘણા મોટાં પરિવર્તનો આવવા ના સંયોગ સર્જાઈ રહ્યા છે. આપણાં દેશ ની સીમાઓ અને પાડોશી દેશ સાથે સંકળાયેલા અગત્ય ના મહત્વપૂર્ણ નિર્ણયો પણ આ આવનાર વર્ષ મા લેવાઇ શકે છે.

આ આવનાર વર્ષ અમુક રાશિજાતકો માટે સારું ફળદાયી સાબિત થશે તો અમુક રાશિજાતકો માટે ખરાબ સાબિત થશે. હવે આ શનિ નો દુર્લભ સંયોગ કઈ રાશી પર અશુભ અસર પાડશે અને કઈ રાશી પર શુભ અસર પાડશે તે તો આવનાર સમય જ જણાવશે.

Moni Patel

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *