આ ૧૦ ઘરગથ્થુ નુસ્ખાઓ અપાવશે તમને પગના સોજાની સમસ્યા માંથી મુક્તિ, અજમાવી જુઓ આ નુસખા

0

મિત્રો , હાલ પ્રવર્તમાન સમય માં લોકો ની જીવનશૈલી કંઈક એ પ્રકાર ની બની ગઈ છે કે લોકો પાસે પોતાના સ્વાસ્થ્ય ની સાર-સંભાળ લેવાનો સમય પણ નથી રહેતો. પરિણામે તેમનું સ્વાસ્થ્ય કથળે છે અને તેઓ ડાયાબીટીસ , થાઈરોઈડ તથા બ્લડપ્રેશર જેવી અનેકવિધ જીવલેણ બીમારીઓ થી પીડાય છે.

આ બીમારીઓ ના કારણે તમારા પગ માં સોજા ચડી જાય છે અને અમુક વાર તો વધુ સમય માટે પગ ને લટકાવીને બેસી રહેવામાં આવે તો પગ ફુલીને દડા જેવા થઈ જાય છે અને અસહ્ય પીડા ઉદભવે છે. હાલ , આ લેખ માં આ સમસ્યા ના નિવારણ માટેના અમુક ઘરગથ્થુ નુસ્ખાઓ વિશે ચર્ચા કરીશું.

જો તમારે તમારા પગ માં રહેલા સોજા ને દૂર કરવા હોય તો તેના માટે નો શ્રેષ્ઠ નુસ્ખો છે સિંધવ નમક. કારણકે , સિંધવ નમક માં હાઈડ્રેટ મેગ્નેશિયમ સલ્ફેટ ના ક્રિસ્ટલ સમાવિષ્ટ હોય છે જે માંસપેશીઓ માં રહેલા સોજા ને દૂર કરવા માટે સહાયરૂપ બને છે. પાણીમાં સિંધવ નમક ઉમેરીને તેમાં ૧૫ મિનિટ માટે તમારા પગ ડૂબાડી ને રાખવા માં આવે તો તમને પીડા માં રાહત મળે છે.

આ સિવાય સિંહપર્ણી નામની એક આયુર્વેદિક જડીબુટ્ટી પણ તમારા આ પગના સોજા ને દૂર કરવામાં સહાયરૂપ બને છે. આ જડીબુટ્ટી માં સમાવિષ્ટ એન્ટીઓક્સિડન્ટ તમારી માંસપેશી માં થતી ખેંચતાણ ની સમસ્યા ને દૂર કરે છે જેથી પગના સોજા માં રાહત મળે.

પગના સોજા ને દૂર કરવા માટે અજમો પણ એક કારગર ઔષધ સાબિત થઈ શકે. અજમા ના સેવન થી શરીર માં સમાવિષ્ટ તમામ ઝેરી દ્રવ્યો નો નિકાલ થાય છે જેથી તમારા પગના સોજા માં રાહત મળે. અજમાની ચા નું સેવન આ સમસ્યા ને દૂર કરવા માટે લાભદાયી સાબિત થાય છે.

કોબીજ માં એન્ટી ઈન્ફલેમેન્ટરી ગુણતત્વો સમાવિષ્ટ હોય છે જે પગમાં રહેલા સોજા ને દૂર કરવા માટે અસરકારક સાબિત થઈ શકે છે. જો તમે સૌપ્રથમ કોબીજ ને ફ્રિજ માં રાખી તેને ઠંડી કરી ત્યાર બાદ તેના પર્ણો ની પટ્ટીઓ બનાવી પગ પર અડધી કલાક સુધી બાંધી રાખવામાં આવે તો પગના સોજા દૂર થઈ જાય છે.

જો તમે પગના સોજા અને તેનાતી થતી અસહ્ય પીડામાંથી મુક્તિ મેળવવા ઈચ્છતા હોવ તો આદુ નું ઓઈલ તમારા માટે ઉપયોગી સાબિત થઈ શકે. તેમાં સમાવિષ્ટ એન્ટીઓક્સિડન્ટસ તથા એન્ટીઈન્ફલેમેન્ટરી ગુણતત્વો તમારી આ સમસ્યા ને દૂર કરે છે.

જો તમે ઓલિવ ઓઈલ , તજ , દૂધ અને લીંબુ નો રસ એક પાત્ર માં ઉમેરી તેનું મિશ્રણ તૈયાર કરીને આ મિશ્રણ થી પગની માલિશ કરવામાં આવે તો પગના સોજામાં રાહત મળે છે.

જો રનિંગ કરવાના કારણે તમારા પગમાં સોજા ચડી જતાં હોય તો તેના નિવારણ માટે કાકડી ના ટુકડાઓ ને પગમાં બાંધી ને રાખો. આ કાકડી માં સમાવિષ્ટ એન્ટીઓક્સિડન્ટ તમારા પગ ના દર્દ ને દૂર કરી દેશે.

પગ ના સોજામાંથી મુક્તિ મેળવવા માટે એક પાત્ર માં થોડું પાણી હુંફાળું કરીને તેમાં ફટકડી ઉમેરી ને તમારા પગ બોળી દયો. આમ કરવાથી રકત પરિભ્રમણ યોગ્ય રીતે થવા માંડશે અને તમારા પગના સોજા દૂર થશે.

જો તમે ચોખાનું પાણી લઈ તેમાં થોડા બેકિંગ સોડા ઉમેરીને ત્યાર બાદ તેના વડે પગની મસાજ કરો તો તમારી માંસપેશીઓ માં થતું ખેંચતાણ દૂર થશે અને તમારા પગ ના સોજા દૂર થશે.

જો તમે નિયમિત તમારા પગની લવિંગ ના ઓઈલ થી માલિશ કરો તો પણ તમારા પગના સોજા ની સમસ્યા માંથી તમે મુક્તિ મેળવી શકો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here