Spread the love

આપણા દેશમાં ઘણા એવા કિલ્લાઓ પણ અસ્તિત્વમાં છે, જેને રહસ્યમય કિલ્લા તરીકે ઓળખાય છે. આમાંનો એક કિલ્લો છે ગઢકુંવરનો કિલ્લો. આ કિલ્લાને દેશનો સૌથી રહસ્યમય કિલ્લો તરીકે ઓળખાય છે. ગઢકુંડારનો કિલ્લો ઉત્તર પ્રદેશના ઝાંસી શહેરથી આશરે 70 કિમીની દૂર સ્થિત છે .

આ કિલ્લાને 11 મી સદીમાં બાંધવામાં આવ્યો હતો. આ કિલ્લો પાંચ માળનો છે . જેના ત્રણ માળ ઉપર છે અને બે માળ જમીનની અંદર છે . આ કિલ્લો ક્યારે અને કોણે બનાવ્યો તે વિશે કોઈ માહિતી મળી નથી. પરંતુ આ કિલ્લાને 1500 થી 2000 વર્ષ જૂનો માનવામાં આવે છે.

સુરક્ષા માટે બનાવવામાં આવેલો આ કિલ્લો લોકોને મૂંઝવણમાં મૂકે છે. આ કિલ્લાને એવો બાંધવામાં આવેલ છે કે ચાર – પાંચ કિલોમીટરથી દૂરથી પણ દેખાય છે, પરંતુ નજીક આવતા-આવતા આ કિલ્લો દેખાતો બંધ થઈ જાય છે. જે રસ્તેથી કિલ્લો દૂરથી દેખાય છે, જો તમે તે જ રસ્તેથી આવો, તો માર્ગ કિલ્લાની જગ્યાએ બીજે ક્યાંક જાય છે, જ્યારે કિલ્લા માટે બીજો રસ્તો છે.

આ કિલ્લો દેશના સૌથી રહસ્યમય કિલ્લાઓમાં ગણાય છે . સ્થાનિક લોકો કહે છે કે ઘણા સમય પહેલા અહીંના નજીકના ગામમાં એક શોભાયાત્રા નીકળી હતી. બારાતી કિલ્લામાં ફરવા ચાલ્યા ગયા. ફરતાંફરતા તે લોકો બેઝમેન્ટમાં ચાલ્યા ગયા, જેના પછી તે અચાનક રહસ્યાત્મક રીતે અદ્દશ્ય થઈ ગયા. શોભાયાત્રામાં આવેલા 50-60 લોકો આજદિન સુધી કોઈ શોધી શક્યું નથી. આ પછી પણ આવી કેટલીક ઘટનાઓ બની , જેના પછી કિલ્લાની નીચે તરફ જતા તમામ દરવાજા બંધ કરી દેવાયા.

ગઢકુંડારનો કિલ્લો ભૂલભૂલ્યા જેવો છે. જે લોકો આ કિલ્લાની મુલાકાત લેતા હોય છે તેઓ ઘણીવાર ભટકાઈ જાય છે . આ કિલ્લામાં દિવસ દરમિયાન અંધકારમય રહે છે, તેથી લોકો દિવસ દરમિયાન પણ તેની મુલાકાત લેવામાં અચકાતા હોય છે . એવું માનવામાં આવે છે કે આ કિલ્લામાં એક ખજાનાનું રહસ્ય છુપાયેલું છે. જેની શોધમાં ઘણા લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે . નિષ્ણાતો જણાવે છે કે અહીંના રાજાઓને સોના – હીરા અને ઝવેરાતની કોઈ અછત ન હતી. જે આજે પણ આ કિલ્લામાં દફનાવવામાં આવ્યું છે પરંતુ આજદિન સુધી કોઈ તેની શોધ કરી શક્યું નથી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here