હનુમાન ચાલીસ ની ચોપાઈ અને તેનો જીવન સાથે શું સબંધ છે? જાણો રોજે હનુમાન ચાલીસ ના પાઠ શા માટે કરવા જોઈએ

હિન્દુધર્મમાં હનુમાન ચાલીસા ઘણું મહત્વ ધરાવે છે અને ભક્તો દર શનિવારે તેમના મંદિરે જઈને અથવા તો ઘરે પણ હનુમાન ચાલીસાના પાઠ જરૂર કરતા હોય છે. પરંતુ કોઈને ખબર છે કે તમે જે હનુમાન ચાલીસાના પાઠ કરો છો તેમાંથી જ તમારી લાઇફસ્ટાઇલ વિશેની શીખ મેળવી શકો છો
જેને તમે અપનાવીને સારા વ્યક્તિ તરીકે ઉભરી આવશો. આ ચાલીસ એવા ક્રમમાં લખાયેલા છે જે સામાન્ય વ્યક્તિની જિંદગીને ક્રમશ રજૂ કરે છે. જેમાંથી અમુક ચોપાઈનો અર્થ અને તેનો જીવન સાથે શું સંબંધ છે તેની જાણકારી આ પ્રમાણે છે.
શરૂઆતમાં ગુરુનું મહત્વ:-
શ્રીગુરુ ચરણ સરોજ રજ,
નિજ મનુ મુકુર સુધારી.
અર્થ: પોતાના ગુરુના ચરણોની ધૂળથી પોતાના અંદરના દર્પણને સાફ કરી છું.ગુરુના મહત્વ વિશે ચાલીસાના શરૂઆતની પહેલી લાઈનમાં ઉલ્લેખ કરવામાં આવ્યું છે. દરેકનું જીવન ગુરુ વગર વ્યર્થ માનવામાં આવે છે જો તમારા જીવનમાં ગુરુ નહીં હોય તો તમને સારા-ખરાબની પરિભાષા ખબર નહીં પડે. .
તેથી જ તુલસીદાસે લખ્યું કે ગુરુ ચરણની ધૂળથી મનના દર્પણને સાફ કરું છું. આજના સમયમાં જરૂર નથી કે શિક્ષક તમારા ગુરુ હોય શકે એ તમારી દેખરેખ રાખનાર આયા, ઓફિસમાં બોસ હોય શકે છે. પરંતુ સૌથી પહેલા બધાના ગુરુ મારા-પિતા હોય છે. તે તેમને દુનિયા સારી અને ખરાબ બાબતો વિશે જ્ઞાન આપે છે. હમેશા ગુરુજનોનું મન સન્માન કરીને ચાલસો તો જીવનમાં જરૂર સફળ થશો.
કંચન બરન બિરાજ સુબેસા,
કાનન કુંડલ કુંચિત કેસા.
અર્થ: તમારે શરીરનો રંગ સુવર્ણ જેવો ચકીલો છે અને સારા વસ્ત્રો સાથે તમે સુશોભિત છો તેમજ કાનોમાં કુંડલ અને વાળ બરાબર સજાવીને રાખ્યા છે. આજના સમયમાં તમારી તરક્કી એક વાત પર નિર્ભર છે એ છે તમે કેવા દેખાવ છો. અંગ્રજીમાં કહેવત છે કે ફર્સ્ટ ઇમ્પ્રેશન ઇસ લાસ્ટ ઇમ્પ્રેશન. આજ વનો ઉલ્લેખ હનુમાન ચાલીસાની આ ચોપાઈમાં કરવામાં આવી છે. એટલે હમેશા સારા ડ્રેસઅપ સાથે રહેવું જોઈએ.
વિદ્યાવાન ગુણી અતિ ચાતુર,
રામ કાજ કરિબે કો આતુર.
અર્થ: તમે વિદ્યાવાન છો, ગુણોનો ખાન છો અને સાથે ચાતુર પણ છો.તેમજ રામના કામ કરવામાં હમેશા આતુર હોય છો. આજે ભણતરની સાથે ગણતર પણ હોવું જરૂરી છે માત્ર એજ્યુકેશન મેળવી લીધાથી કઈ થતું નથી તમારે ચાતુર બનીને રહેવું પડશે. હનુમાનજીમાં આ વિદ્યા,ગુનો અને ચાતુર આ ત્રણેય હોવાથી તે હમેશા સફળ રહેતા હતા.
પ્રભુ ચરિત સુનિબે કો રસિયા,
રામ લખન સીતા મન બસિયા.
અર્થ:- તમે રામચરિત એટલે કે રામની કથા સાંભળવાના રસિક છો અને તેથી જ રામ-લખન અને સીતા આ ત્રણેયના મનમાં વાસ કરો છો.હમેશા સારા કામની સફળતા માટે તમારે બોલવાની સાથે સારા શ્રોતા પણ બનવું આવશ્યક છે જો તમે આમ કામ કરશો તો અવશ્ય તમારા કાર્યોમાં સફળતા હાસિલ કરી શકશો. એટલે કે કહેવાય છે કે સારા લીડર બનતા પહેલા સારા શ્રોતા બનવું જરૂરી છે.
સૂક્ષ્મ રૂપ ધરી સિયહિં દિખાવા,
બિકટ રૂપ ધરી લંક જરાવા.
અર્થ: તમે અશોક વાટિકામાં સીતાજીને મળવા માટે નાનું સ્વરૂપ ધારણ કર્યું અને
ત્યાર પછી વિકરાટ સ્વરૂપ ધારણ કરીને રાવણની લંકામાં આગ લગાવી હતી. ક્યાં,ક્યારે, કેવી રીતે , કેવા સંજોગમાં વ્યવહાર કરવો જોઈએ તેનું તમામ લોકોએ ધ્યાન રાખવું જોઈએ. આ કદનું જ્ઞાન તમને હનુમાનજીની અશોક વાટિકાના પ્રવેશ પરના ચોપાઈમાંથી મળશે. લોકોએ હમેશા સજાગ રહેવું જોઈએ અને ક્યારે કેવી વ્યવહાર કરવો છે તે નક્કી કરી લેવો આવશ્યક છે.
તુમ્હરે મંત્ર બિભિસણ માના,
લકેશ્વર ભય સબ જગ જાના.
અર્થ: વિભીષણએ તમારી સલાહ માની, અને લંકાના રાજા બન્યા તે સમગ્ર દુનિયા જાણે છે. હનુમાનજી જયારે સિતાજીને શોધવા માટે લંકામાં જાય છે ત્યારે તેમની મુલાકાત રાવણના ભાઈ વિભીષણ સાથે થાય છે અને વિભીષણ ભગવાન રામના ભક્ત હોવાનું જાણીને હનુમાનજી તેમને રામને મળવાની સલાહ આપે છે. વિભીષણ તેમની સલાહ માનીને રાવણને મારવામાં ભગવાન રામની મદદ કરે છે અને લંકાના રાજા બને છે. આ પરથી તમે એ બોધ લઇ શકો કે કોને ક્યારે કઈ સલાહ આપવી જેથી તેનું ભવિષ્ય સુધરી શકે અને તે સફળ થાય આ તમને આવડવું જોઈએ.
પ્રભુ મુદ્રિકા મેલી મુખ માહી,
જલધિ લાંધિ ગઈ અચરજ નાહીં.
અર્થ: રામ નામની વીંટી પોતાના પેટમાં રાખનાર અને સમુદ્ર પર કરનાર છે. જો તમારામાં કોઈપણ કાર્ય કરવાનો આત્મવિશ્વાસ હોય તો ભગવાન પણ તમને સાથ આપે છે. પોતાના પર હમેશા વિશ્વાસ રાખો.