સાત ઘોડા નો ફોટો કે મૂર્તિથી બનશો ધનવાન, ગિફ્ટમા લેવા-દેવાથી આવે છે લક્ષ્મી…..

આજકાલ ગિફ્ટ આપવાની પરંપરા વધી ગઈ છે. લગ્ન કે બર્થડે પાર્ટી માં લોકો એકબીજાને ગિફ્ટ આપે છે. વાસ્તુ પ્રમાણે અમુક ગિફ્ટ આપવાથી ફાયદો થાઈ છે. અહી કુલ 6 વસ્તુ એવી છે કે જે ગિફ્ટ કરવા કે લેવા થી ફાયદો થાઈ છે.
હાથીની જોડી
લક્ષ્મીનું સૌથી શુભ સ્વરૂપ હાથીની સવારી હોવાથી કોઈ પણ શુભ પ્રસંગમાં હાથી કે હાથીની જોડી ગિફ્ટ માં આપવાથી ફાયદો થાઈ છે. પછી તે હાથી માટીનો, સોના-ચાંદીનો કે પીત્તળ કે લાકડાનો પણ આપી શકાય છે. દીવાળી ઉપર ગજલક્ષ્મીની પૂજા કરવામાં આવે છે. હાથીની મૂર્તિ તિજોરીમાં પણ રાખી શકાઈ છે તેનાથી ધન માં વધારો થાઈ છે.
સાત ઘોડા
સૂર્યના રથમાં સાત ઘોડા હોય છે. સાત સફેદ ઘોડાની જોડી ને શુભ માનવામાં આવે છે. આ સાત ઘોડા રંગોની કિરણોનું પ્રતીક છે.સાત ઘોડાના ચિત્ર વાળું પોસ્ટર કે શો પીસ ગિફ્ટમાં આપવા કે લેવાની આવકમાં વધારો થાઈ છે.
બે તરફી ગણેશ ભગવાન
બંને તરફ ગણેશ હોય એવી મુર્તિ કે ફોટો ગિફ્ટ માં આપવા કે લેવાથી ફાયદો થાઈ છે. બંને બાજુ ગણેશજીનું મુખ દેખાતું હોવું જોઇયે પીઠ નહીં. આ પ્રકારની મૂર્તિ શુભ માનવામાં આવે છે, કારણ કે ગણપતિની મૂર્તિની પીઠના દર્શનને અશુભ માનવામાં આવે છે.
કપડાં
કપડાં ગિફ્ટમાં આપવા કે લેવાથી શુભ સમાચાર મળે છે. કપડાં ગિફ્ટ માં આપવાથી ગિફ્ટ લેનાર અને આપનાર બંનેનું દુર્ભાગ્ય સમાપ્ત થઈ જાય છે અને સૌભાગ્ય માં વૃદ્ધિ થાઈ છે.
માટીની બનેલી કોઈ વસ્તુ
માટી માંથી બનાવેલી કોઈપણ વસ્તુ ગિફ્ટમાં આપવાનું શુભ માનવામાં આવે છે. આવું કરવાથી તમારા રોકાયેલા રૂપિયા પાછા મળી જાઈ છે. માટીને પૃથ્વી તત્વનું પ્રતીક માનવામાં આવે છે. અને તમારી આવક માં બરકત થાઈ છે.
ચાંદીની કોઈપણ વસ્તુ
સોના કરતાં શાસ્ત્રોમાં ચાંદી ગિફ્ટ માં આપવાથી સારા કાર્યો થાઈ છે. માટે સગાઈ માં ચાંદીનો સિક્કો આપવામાં આવે છે. જેનાથી માતા લક્ષ્મી ની કૃપા હમેશા આપણાં પર રહે છે. ચાંદીની કોઈપણ વસ્તુ ચાલે જેવી કે લક્ષ્મીમાતા ની મુર્તિ, ચાંદીનો તુલસી ક્યારો વગેરે આપી શકાઈ છે.