આ બોલીવુડ એક્ટર્સે જાતે જ કર્યું પોતાનું કરિયર ખરાબ, આમાંથી એક એક્ટર તો હતો લગભગ દરેકનો ફેવરીટ

આ બોલીવુડ એક્ટર્સે જાતે જ કર્યું પોતાનું કરિયર ખરાબ, આમાંથી એક એક્ટર તો હતો લગભગ દરેકનો ફેવરીટ

બોલીવુડ માં આવતા દરેક સ્ટાર એ જ વિચારે છે કે તે ઇન્ડસ્ટ્રીઝ નો મોટો એકટર્સ બનશે, પરતું દરેક લોકોની કિસ્મત તે પોતે લખે છે. પોતાની મહેનત ના જોશ થી વ્યક્તિ મહાનાયક ની બરાબર પણ બની શકે છે અથવા એની સાથે કામ પણ કરી શકે છે.

પરતું અમુક એવા પણ સ્ટાર છે જેણે જબરદસ્ત કામયાબી પ્રાપ્ત કરી પરતું પોતે જાતે જ એની કામયાબીને નાકામયાબી માં બદલી નાખી. ઘણી વાર લોકો ભગવાન ને દોષ આપે છે જયારે એનું કરિયર ખરાબ થઇ જાય છે અને ઉપર વાળા એ સમયે તે વ્યક્તિ ની કદર નથી કરતા, પરતું જેને કામયાબી તરત મળી જાય છે તે ક્યારેય ભગવાનનો આભાર નથી માનતા.

આજના સમયમાં અમુક દર્શકો ને તો યાદ પણ નહિ હોય કે જે ક્યારેક એના ફેવરીટ હતા. આ બોલીવુડ એક્ટર્સે જાતે કર્યું એમનું કરિયર ખરાબ. આજે તો ચાલો જાણી લઈએ તમારા કોઈ ફેવરીટ તો નથી ને..

વિજય રાજ

અભિનેતા વિજય રાજે એમની ફિલ્મો અને અભિનય થી ઘણા લોકોના દિલ જીતી લીધા હતા. વિજય જયારે ફિલ્મ ‘દીવાને હુએ પાગલ’ ની શુટિંગ ચાલી રહી હતી તો યુનાઇટેડ અરબ અમીરાત માં પોલીસ દ્વાયા નશીલી દવાઓ રાખતા પકડાઈ ગયા હતા. એ પછી વિજય રાજને ફિલ્મો માં કામ કરવાનો મોકો ન મળ્યો.

મોનિકા બેદી

૯૦ ના દશકા માં અભિનેત્રી મોનિકા બેદી એ અંડરવર્લ્ડ સાથે સબંધ રાખવા માટે ફિલ્મ ને છોડી દીધી અને અબૂ સલેમ ની પ્રેમિકા બનીને રહી. તે પુર્તગાલ માં પકડાઈ ગઈ હતી અને મુંબઈ માં ૬ મહિના સુધી જેલમાં બંધ રહી, પછી એને છૂટી કરી દીધી. પછી મોનિકા એ નાના પરદા પર કામ ચાલુ કર્યું પરતું ફિલ્મો માં પાછી નહિ આવે.

વિવેક ઓબરોય

વિવેકે એના કરિયર ની શરૂઆતમાં તો સારી એવી ફિલ્મ કરી પરતું એક્ટર વિવેક ઓબરોય એ એમનું કરિયર સલમાન ખાન ની સાથે ઝગડો કરીને ખરાબ કરી નાખ્યું. વર્ષ ૨૦૦૩ માં નશાની હાલતમાં સલમાન ખાને વિવેક ને જે શરાબના નશામાં ધમકી આપી હતી એના વિરુદ્ધ વિવેકે એક પ્રેસ કોન્ફરન્સ કરીને સલમાન ખાન વિરુદ્ધ ઘણું બધું કહ્યું. પરતું સલમાને ઇન્ડસ્ટ્રીઝ ના દરેક ફિલ્મમેકર ને કહી દીધું હતું કે જે એની સાથે કામ કરશે તેની સાથે એ કામ નહી કરે.

હની સિંહ

એક સમય હતો જયારે રૈપર અને સિંગર હની સિંહે એક પછી એક હિટ આપીને દર્શકો ના સૌથી ફેવરીટ બની ગયા હતા. હની સિંહે ઘણા મોટા રેકોર્ડ બનાવ્યા અને ઘણા લોકો ના દિલમાં ઉતરી ગયા પરતું સમયે એની હાથમાં માઈક લઈને ડ્રગ્સ પકડાવી દીધું. એ પછી હની સિંહ એમાં ઊંડો ઉતરી ગયો અને લગભગ ઇન્ડસ્ટ્રીઝ માં ૨ વર્ષ સુધી ગુમ રહ્યો. પરતું આ વર્ષ એનું એક ગીત આવ્યું હતું જે ફ્લોપ રહ્યું.

pinal patel

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *