બુધ અને શુક્રનું થયું રાશી પરિવર્તન, જાણો કઈ રાશી પર કેવો પડશે પ્રભાવ

બુધ અને શુક્રનું થયું રાશી પરિવર્તન, જાણો કઈ રાશી પર કેવો પડશે પ્રભાવ

૨૦૧૯ ના વર્ષ નો પ્રારંભ થઈ ગયો છે ત્યારે સૂર્ય ની સમીપ રહેલા બે ગ્રહો ની ગ્રહદશા મા બદલાવ આવી રહ્યો છે. જેથી બુધ ધન રાશિ મા તથા શુક્ર વૃશ્ચિક રાશિ મા પ્રવેશ કરશે. માર્ચ ની શરૂઆત થી રાહુ મિથુન રાશિ મા તથા સપ્ટેમ્બર ના પ્રથમ પખવાડીયા થી ગુરુ ધન રાશિ મા પરિભ્રમણ કરશે. જેના કારણે આ વર્ષ થોડુ વિકટ સમસ્યાઓ થી ભરપૂર રહેશે.

હાલ શુક્ર મંગળ ની રાશિઓ મા તથા બુધ ગ્રહ ગુરુ ની રાશિઓ મા પ્રવેશી રહ્યો છે. જેથી , બુધ્ધિશાળી તથા તજજ્ઞ રાશિજાતકો સમાજ મા પોતાની વિશેષ ઓળખ ઊભી કરશે. આ પરિવર્તન વિદ્યાર્થીગણ માટે પણ શુભ છે. તેમના અભ્યાસ મા ઉત્તરોત્તર પ્રગતી થશે. મિત્રો , આ ગ્રહ ની ગ્રહદશા મા થતા પરિવર્તનો અમુક રાશિઓ માટે શુભ તથા અમુક માટે અશુભ ફળ લાવે છે. તો ચાલો જાણીએ કોનુ ભાગ્ય કેવુ રહેશે ?

વૃષભ :

આ રાશિ ના જાતકો આવનાર સમય મા સમાજ મા પ્રતિષ્ઠા અને કિર્તી પ્રાપ્ત કરશે તથા જે વ્યક્તિ ના લગ્ન નહી થતા હોય તેમના માટે આવનાર વર્ષ મા વૈવાહિક જીવન ના શુભ યોગ સર્જાઈ રહ્યા છે.

મેષ :

આ રાશી ના જાતકો માટે ઘર પરિવાર મા શુભ પ્રસંગ નો માહોલ બન્યો રહેશે. આર્થિક સધ્ધરતા મા વૃધ્ધિ થશે. કાર્યક્ષેત્રે થતા બદલાવ ને લીધે માનસિક તણાવ નો માહોલ બનશે.

વૃશ્ચિક :

આ રાશી ના જાતકો માટે આવનાર વર્ષ શુભ ફળ આપનારુ બની રહેશે. તમે ઘણા નવા વ્યક્તિઓ ના સંપર્ક મા આવી શકશો. આર્થિક સ્થિતિ સધ્ધર બની રહેશે.

કન્યા :

આ રાશિ ના જાતકો માટે આવનાર સમય મા વિદેશયાત્રા કરી શકે છે. નાણા કમાવવા માટે નવા સ્ત્રોતો મળી રહેશે. શરીર સાથે જોડાયેલી ગંભીર બિમારીઓ નુ નિદાન થવા ના યોગ સર્જાઈ રહ્યા છે.

મિથુન :

આ રાશી ના જાતકો ને નોકરી સાથે સંકળાયેલ વ્યક્તિઓ ની બદલી તથા પ્રમોશન ના યોગ સર્જાઈ રહ્યા છે. બેકાર વ્યક્તિઓ માટે રોજગાર ના નવા સ્ત્રોત ખુલશે. મિત્ર વર્ગ તરફ થી સાથ-સહકાર મળી રહેશે.

કર્ક :

આ રાશી ના જાતકો જે શેરમાર્કેટ સાથે સંકળાયેલ વ્યક્તિઓ માટે આવનાર વર્ષ અત્યંત શુભ છે. તમારી બધી જ મુશ્કેલીઓ નો અંત આવી જશે. આધ્યાત્મિક જ્ઞાન પ્રાપ્ત કરવા તરફ તમારુ મન વળશે.

સિંહ :

આ રાશી ના જાતકો માટે આવનાર સમય મા નવુ મકાન ખરીદવા ના યોગ સર્જાઈ રહ્યા છે. તમારા નિર્ણયો મા માતા-પિતા નો સંપૂર્ણ સહકાર પ્રાપ્ત થશે. કોર્ટ-કચેરી ના વાદ-વિવાદો થી દૂર રહેવુ.

મીન :

આ રાશી ના જાતકો માટે આવનાર સમય મા તમને બેઠી આવક જેવી કે વ્યાજ , કમિશન , દલાલી વગેરે પ્રાપ્ત થવા ના યોગ સર્જાઈ રહ્યા છે. ધાર્મિક પ્રસંગો મા સામેલ થઈ શકો. શરીર ના સ્વાસ્થ્ય અંગે વિશેષ કાળજી લેવી.

મકર :

આ રાશી ના જાતકો માટે આવનાર સમય મા તમારી આવક ની સમકક્ષ મા તમારો ખર્ચ વધી જશે. આ સમય મા કોઈ કાળી વસ્તુઓ કે લોખંડ ની વસ્તુઓ ના ખરીદવી. નહીતર ઘર મા વાદ-વિવાદ નો માહોલ સર્જાશે.

કુંભ :

આ રાશી ના જાતકો માટે કોઈપણ કાર્ય વિશે લાંભુ આયોજન કરી તે અનુસાર અમલ કરવા મા આવે તો તમે તમારા લક્ષ્ય ને સફળતાપૂર્વક પ્રાપ્ત કરી શકો. તમારુ સ્વાસ્થ્ય તંદુરસ્ત રહેશે.

તુલા :

આ રાશી ના જાતકો માટે આવનાર વર્ષ શુભ ફળ આપનારુ બની રહેશે. તમે ઘણા નવા વ્યક્તિઓ ના સંપર્ક મા આવી શકશો. આર્થિક સ્થિતિ સધ્ધર બની રહેશે.

ધન :

આ રાશી ના જાતકો માટે કોઈપણ વાહન મા મુસાફરી કરતી વખતે વિશેષ કાળજી રાખવી. કોઈ અંગત વ્યક્તિ તરફ થી અશુભ સમાચાર મળી શકે છે. કાર્યસ્થળે કરેલા અથાગ પરિશ્રમ નુ શુભ ફળ મળશે.

Gujju Baba

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *