દરરોજ રાત્રે આ છોકરી ની પાસે આવે છે નાગરાજ, હેરાન કરી દેનારી છે આ છોકરી અને નાગરાજ ની સો વર્ષ જૂની પ્રેમ કહાની.

નમસ્કાર મિત્રો આજે અમે આપને બતાવવા જઈ રહ્યા છીએ ૧૭ વર્ષ ની છોકરી અને એક નાગરાજ ના પ્રેમ કહાની. હિમાચલ પ્રદેશની એક છોકરી નું નામ મનીષા છે. અને તેના શરીર ઉપર 34 સ્નેક બાઈટ ના નિશાન છે. મનીષા નું કહેવું એવું છે કે જ્યારે નાગરાજ તેને કરડે છે ત્યારે તેને ખૂબ જ આનંદ આવે છે, અને તે મદહોશ થઈ જાય છે. નાગરાજ ના કરડવાના કારણે તે છોકરી સંમોહિત થઈ જાય છે. અને તેના નાગિન બની જાય છે.
જો આ વાત બીજા કોઈ પણ વ્યક્તિને કરવામાં આવે તો કોઈપણ વ્યક્તિ દંગ રહી જાય તેવી વાત છે. આપણે દરેક લોકો જાણીએ છીએ કે જ્યારે કોઇ પણ સાપ કરડે છે ત્યારે વ્યક્તિનું મૃત્યુ થઇ જતું હોય છે. પરંતુ સાપ કરડવાના કારણે કોઈ પણ છોકરી મદહોશ થઈ જતી હોય તેવી ઘટના પહેલી વખત સામે આવી છે. આ એક એવી છોકરી છે કે જેને 34 વખત સાપે ડંખ માર્યા છે. આમ છતાં તે છોકરી ને કાંઈ થયું નથી.
છોકરી નું કહેવું એવું છે કે આ નાગરાજ એવા નથી કે જે તેને વર્ષે એક વખત કરડે. પરંતુ ઘણી વખત તો એક મહિનાની અંદર ચારથી પાંચ વખત ડંખ મારેલા છે. મનીષા ના કહ્યા અનુસાર એક વખત તો આ નાગરાજે એક દિવસમાં આ મનીષાને ત્રણ વખત ડંખ માર્યા હતા. પરંતુ આમ છતાં આ નાગરાજ નજરની તે છોકરી ઉપર કોઈપણ જાતની અસર થતી નથી. તે દરરોજની જેમ જ પોતાના ઘરના કામ કરે છે. અને તેને સાપનો કોઈ પણ જાતનો ભય નથી.
17 વર્ષની આ નાની છોકરીનું કહેવું છે કે હકીકતમાં નાગરાજ એ તેના આશિક છે. અને તેણે મનીષાને પ્રપોઝ કર્યો છે. અને તેણે મનીષા સાથે દોસ્તી કરી લીધી છે. છોકરી નું કહેવું છે કે જ્યારે તે કપડાં બદલાવી અને નવા કપડાં પહેરે છે અથવા તો ખૂબ જ ખુશ થાય છે. ત્યારે નાગરાજ પણ તેની સાથે અચાનક પ્રગટ થઈ અને ખૂબ જ ખુશ થઈ જાય છે.
મનીષા કહે છે કે તેને નાગરાજ સિવાય બીજી કોઈ પણ વસ્તુ સૂઝતી નથી. જ્યારે નાગરાજ તેને કરડીને ચાલ્યા જાય છે ત્યાર બાદ તેના શરીર ઉપર નાગરાજ ના કરડવાનાં નિશાન રહી જાય છે. અને ત્યારબાદ તે નાગિન ની અંદર પરિવર્તિત થઈ જાય છે. અને થોડો સમય માટે એ નાગ રાજ ની યાદમાં સંમોહિત થઈ જાય છે. અને જ્યારે તેના ઝેરનો કેફ ઉતરે છે ત્યારે તે ફરીથી મનીષા બની જાય છે.
ત્યાંના લોકોનું કહેવું છે કે આ સાપ અંદાજે સો વર્ષ કરતાં પણ મોટી ઉંમરનો છે. અને તેની અગાઉની પ્રેમિકા મનીષા ના રૂપમાં બીજી વખત અવતરી છે. અને આથી જ આ સાપ અને તે મનીષા બંને એક બીજા ના જૂના પ્રેમી છે. જેના કારણે તેને એક બીજાથી કોઈ જુદા નહીં કરી શકે. છે ને નવાઈની વાત.