ભૂલથી પણ ના નકારશો આ સંકેતોને, મળશે પુષ્કળ ધનલાભ

0

દેવી-દેવતાઓ જ્યારે આપણાથી ખુશ હોય છે કે અપ્રસન્ન હોય છે ત્યારે તેઓ આ વાત માટે કંઈક માધ્યમથી આપણને સંકેત આપે છે. આજે આપણે વાત કરશું લક્ષ્મીજીને પ્રસન્ન થવાની. જ્યારે લક્ષ્મીજી આપણા પર પ્રસન્ન થાય છે ત્યારે તે આપણને કંઈક આવા સંકેત આપે છે, જે આપણને ખુશ કરી દે છે અને આપણને સુકુન મળે છે. માં લક્ષ્મીજીના પ્રસન્ન થવાથી એવો અર્થ થાય છે કે આવનાર સમયમાં આપણને ધનલાભ થશે. આવો જાણીએ ક્યાં છે આ સંકેતો…

શરીરના આ અંગોનુ ફફડવૂ
અમુક અંગોનું ફફડવૂએ સૌભાગ્યનું સંકેત મનાય છે. આ અંગોના ફફડવાથી તમને ધનલાભ થઈ શકે છે. જો તમારી ડાબી બાજુની આંખ ફફડવા લાગે તો તમારે બહુ જ ખુશ થઇ જવાની જરૂર છે.આ અંગ ફફડવુએ લક્ષ્મી પ્રાપ્તિનો સંકેત મનાય છે. જો કોઈ દિવસ તમારી ડાબી બાજુની આંખો ફફડવા લાગે તો સમજી લેવું કે લક્ષ્મીજી તમારા પર મહેરબાન છે અને બહુ જ જલદી તમને ધન લાભ થવાનું છે.

જો પોપટ ઉડી ને તમારા ઘરે આવી જાય
જો ક્યાંક પોપટ ઉડી ને તમારા ઘરે આવી જાય તો તેને સોભાગ્ય મનાય છે. ઘરમાં પોપટનું આગમન એ ખૂબ જ શુભ માનવામાં આવે છે. પોપટનું બોલવું અને પાંખ ફફડાવવુ એ ખૂબ જ સારૂ ગણાય છે.

કાળી કીડી મોઢામાં ચોખા લાવતી દેખાય
ક્યાંય પણ તમારા ઘરમાં કાળી કીડી મોઢામાં ચોખા લાવતી દેખાઈ જાય તો તમારે ખુશ થઇ જવાની જરૂર છે. એનો અર્થ એવો થાય છે કે બહુ જ જલ્દી માં લક્ષ્મીજી તમારા ભંડાર ભરવા તમારા ઘરે પધારશે. તમને ક્યાંકથી બહુ મોટા પ્રમાણમાં ધનની પ્રાપ્તિ થશે.

જો તમારા માથા પર ગરોળી પડવી
જો તમારા માથા પર ક્યારેય ગરોળી પડી જાય તો ભયભીત થવાની જરૂર નથી પણ તમારે ખુશ થવાની જરૂર છે. માથા પર છિપકલીનું પડવું તે ધન ના આગમન નું પ્રતિક છે. માથા પર છિપકલીનું પડવું તે તમારા ભાગ્યના પરિવર્તનનું સંકેત છે. આવું થવા પર તમારે લક્ષ્મીજીને પ્રણામ કરીને તેમનો આભાર માનવો જોઈએ.

ઘરની સામે ગાયનુ બોલવુ
જો ક્યારેય તમારા ઘરની સામે આવીને ગાય બોલે તો તેને સુખ, સમૃદ્ધિ અને સૌભાગ્ય નું પ્રતીક માનવું જોઈએ.જો ગાય તમારા ઘરના દ્વાર પર આવે તો તેનું સ્વાગત કરવું જોઈએ અને તેને ખાવા માટે ચારો નાખવો જોઈએ. જો ગાય પૂરો ચારો ખાઈ જાય તો એવું સમજવું કે લક્ષ્મીજી તમારા પર પ્રસન્ન અને મહેરબાન છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here