ઉકાળ્યા કે ફ્રીજ માં રાખ્યા વગર જો દુધને આ રીતથી રાખશો તો ક્યારેય બગડશે નહિ, જાણો રીત

0

આપણે દૂધ બજાર મા થી લાવીએ કે પાસે રહેલી દુકાન મા થી થેલી ખરીદીએ , લીધા બાદ આ દૂધ ને ગરમ કરવુ પડે અથવા તો ફ્રીઝ મા મુકવા મા આવે છે જેથી તે બગડે નહી. પણ તમને લગભગ એ વાત ખબર નહી હોય કે ગરમ કરવા અથવા તો ફ્રીઝ મા મુક્યા વગર પણ તમે દૂધ ને સાચવી શકો છો. આવી કઈ રીત છે ચાલો જાણીએ.

આમ જોવા જઈએ તો જરૂરીયાત મુજબ ની વીજ વાપર્યા વિના દૂધ ને તાજુ રાખવુ લગભગ સંભવ નથી. પરંતુ ઈઝરાયલ ના સંશોધકો એ એક નવી તકનીક શોધી છે. આ પરિક્ષણ પ્રમાણે શોર્ટ પ્લસ ઈલેક્ટ્રીક ફિલ્ડ ના વપરાશ દ્વારા દૂધ ને બગાડતા બેક્ટેરીયા નો નાશ કરવા મા આવે છે. આમ કરવા થી દૂધ ને તાજુ રાખવુ શક્ય બન્યુ છે.

આ ઈલેક્ટ્રોપોરેશન પધ્ધતિ મારફત બધા બેક્ટેરીયા ની કોશીકાઓ ના ગુચ્છા ને હાનિ પહોચે છે. સંશોધનકર્તા ની ટૂકડી ના ચીફ ડો. એલેક્જેંડર ગોલબર્ગ તેલ અવીવ યુનિવર્સિટી ના પોર્ટર ઓફ એનવાયરનમેન્ટલ સ્ટડીજ સાથે સંકળાયેલા છે. આ પ્રમાણે આ પધ્ધતિ ઓરડા મા રાખેલ દૂધ ના બેક્ટેરીયા નો નાશ કરે છે.

આ માટે વપરાશ મા આવતી ઉર્જા કાંતો પારંપરીક સ્ત્રોત મારફત મેળવાય છે કાંતો સૂર્યપ્રકાશ મા થી પ્રાપ્ત થાય છે. આ તકનીક મા દૂધ ને ગરમ કરવા મા લાગતી શક્તિ ત્રણ ગણી વધુ સક્ષમ છે તથા રેફ્રીજરેશન મા વપરાતી શક્તિ થી બમણી શક્તિ ધરાવે છે. આમ આ તકનીક મા બીજા નૂસ્ખાઓ કરતા ઓછી શક્તિ વેડફાય છે. જે મનુષ્ય વીજ નો વપરાશ નથી કરવા ઈચ્છતા તેઓ માટે રેફ્રીજરેટર શક્ય નથી તથા ઉકળેલ દૂધ વધુ સમય માટે સારુ નથી રહી શકતુ.

પ્લસ ઈલેક્ટ્રિક ફિલ્ડ પ્રેજર્વેશન ટેક્નોલોજી દ્વારા વીજ ની સતત માંગ રહેતી નથી. આ પ્રોસેસ માટે વીજ ચોવીસ કલાક મા થી માત્ર સાડા પાંચ કલાક મા મળે તે આવશ્યક છે. સોલાર પેનલ મારફત આ વીજ ની જરૂરીયાત ને પૂર્ણ કરી શકાય.

આ તકનીક એ એક ખુબ જ સરળ , સારી તથા ઉર્જા ની ખપત કરાવનારી તથા દુધ ને સાચવનારી પધ્ધતિ છે. જે આ દૂધ ને બગડવા ની શક્યતા મા ઘટાડો કરે છે અને આર્થિક રીતે ફાયદો પહોચાડે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here