Spread the love

સુંદરતાની હરીફાઈ જીત્યા પછી  છોકરીઓ ઘણીવાર સિનેમા અથવા મોડેલિંગની દુનિયા તરફ વળે છે અને આ ક્ષેત્રોમાં પોતાની કારકિર્દી શરૂ કરે છે. પરંતુ સુંદરતા હરીફાઈમાં જીત્યા પછી ગરીમા નામની યુવતીએ દેશની સેવા કરવાનો નિર્ણય કર્યો અને  ભારતીય સેનામાં જોડાય ગઈ . હરિયાણાના રેવારીના સુરેલી ગામમાં રહેતી ગરીમા યાદવે ભારતીય સૈન્યમાં જોડાવા માટે ખૂબ મહેનત કરી હતી. અને આ સખત મહેનતના કારણે તે આજે લેફ્ટનન્ટ બની ગઈ છે.

20 રાજ્યોની એક છોકરીને હરાવીને  હરીફાઈ જીતી હતી.

ગરીમા યાદવે સૈન્યમાં જોડાતા પહેલા વર્ષ 2017 માં સૌંદર્ય સ્પર્ધામાં ભાગ લીધો હતો અને આ સૌંદર્ય સ્પર્ધા ગરીમાએ ખૂબ જ સરળતાથી જીતી લીધી હતી. ‘ઇન્ડિયાઝ મિસ ચાર્મિંગ ફેસ’ નામની આ સુંદરતા સ્પર્ધામાં 20 રાજ્યોની યુવતીઓએ ભાગ લીધો હતો.

પરંતુ આ સ્પર્ધામાં ગરીમા યાદવનું પ્રદર્શન શ્રેષ્ઠ હતું અને તે આ સ્પર્ધામાં પ્રથમ આવી હતી. આ હરીફાઈ જીત્યા બાદ ગરીમાને આંતરરાષ્ટ્રીય કક્ષાની સુંદરતા સ્પર્ધામાં ભાગ લેવાની તક પણ મળી. પરંતુ ગરીમા યાદવે સૈન્યમાં જોડાવાનું નક્કી કર્યું હતું અને આંતરરાષ્ટ્રીય હરીફાઈ માટે ઇટાલી ગયા ન  હતી.

સૈન્યમાં જોડાવું સરળ નહોતું

સૈન્યમાં જોડાવા માટે ગરીમા એ સંયુક્ત સંરક્ષણ સેવાઓ (સી.ડી.એસ) માટે પ્રથમ હાજર હતી અને પ્રથમ પ્રયાસમાં આ પરીક્ષા પાસ કરી હતી. આ પરીક્ષા પાસ કર્યા પછી  તેણે એક વર્ષ માટે ઓફિસયલ તાલીમ સંસ્થા (ઓટીએ) માં તાલીમ લીધી અને આજે સખત તાલીમ લીધા પછી, તે સૈન્યમાં લેફ્ટનન્ટ બની ગય. લેફ્ટનન્ટ બન્યા બાદ ગરીમાએ લોકોને કહ્યું કે તેણે કેવી રીતે પોતાને ભારતીય સૈન્યનો ભાગ બનવામાટે તૈયારી કરી.

તેણે તેમની  નબળાઈઓ પર ખાસ  ધ્યાન આપ્યું અને તેની નબળાઇઓને દૂર કરી. તે જ સમયે લોકોને  ગરીમાએ   કહુ કે  જેમાં લોકોને લાગે છે કે જે લોકો રમતમાં સારા છે અને સંપૂર્ણ રીતે ફિટ છે તે શાસ્ત્ર સીમા માં  (એસ.એસ.બી) નો ભાગ બની શકે છે.  જો તમે સખત મહેનત કરો છો તો પછી તમે દરરોજ વધુ સારા પરિણામો લાવી શકો છો.

ચેન્નાઇ ફિસર્સ ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ તરફથી તાલીમ લેનાર ગરીમા યાદવે પોતાની તાલીમ યાત્રાને અદભૂત અનુભવ ગણાવ્યો.  શારિરીક રીતે ફીટ નહોતી પરંતુ તેણે કામ કરવાનું બંધ કર્યું નહીં. દરેક મુશ્કેલ તાલીમનો સામનો કર્યો અને તાલીમ દરમિયાન દરેક અભ્યાસક્રમની પ્રવૃત્તિમાં ભાગ લીધો.

ગરીમાએ જે રીતે આપણા દેશની સેનાનો ભાગ બનવા માટે સખત મહેનત કરી છે અને સૌંદર્ય સ્પર્ધા પહેલા તે દેશની સેવા કરવાનું પસંદ કરીયુ તે અન્ય મહિલાઓ માટે એક ઉદાહરણ છે. ગરિમા યાદવના આ પગલાથી ઘણી વધુ યુવતીઓને પ્રેરણા મળી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here