એલચીના આ પ્રયોગો દ્વારા તમારા ઘરમા ક્યારેય પણ નહી સર્જાય પૈસાની કમી, તથા તમારો શુક્ર થશે મજબૂત

0

મિત્રો , જ્યોતિષશાસ્ત્ર અનુસાર શુક્ર એ પ્રેમ , સુખ તથા સૌંદર્ય આપનાર ગ્રહ છે. જે વ્યક્તિ ની કુંડળી મા શુક્ર બળવાન હોય છે તેને બધા જ ભૌતિક સુખ-સમૃધ્ધિ ની પ્રાપ્તિ થાય છે. જો તમારા જીવન મા નાણા ની ઉણપ હોય અને તમે પણ સુખ-સમૃધ્ધિ વાળુ જીવન વ્યતીત કરવા ઈચ્છતા હોવ તો આજે તમારા માટે લાલ કિતાબ મા દર્શાવેલા શુક્ર ગ્રહ ને મજબૂત કરતો એલચી નો ઉપચાર લઈ ને આવ્યા છીએ.

આ એલચી નો ઉપયોગ એટલો અસરકારક છે કે જે તમારા શુક્ર ગ્રહ ને પ્રબળ કરશે અને સાથોસાથ તમારા ઘર ને સુખ-સમૃધ્ધિ થી ભરપૂર કરી દેશે. તમારા જીવન મા કયારેય પણ નાણા ની ઉણપ નહી સર્જાય. આ એલચી નો પ્રયોગ શુક્રવાર ના શુભ દિવસે કરવો. સૌપ્રથમ એક મોટી એલચી લો. આ એલચી ને ફોલી ને તેના અમુક દાણાઓ ને પાણી મા નાખી ને ઉકાળો અને આ પાણી ઉકળી ને અડધુ થઈ જાય ત્યારબાદ આ પાણી થી સ્નાન કરો.

જેથી , તમારો શુક્ર પ્રબળ બનશે અને તમારા જીવન મા સુખ-શાંતિ નુ આગમન થશે. જો તમે તમારા ખિસ્સા મા નાણા ના ટકવા ની સમસ્યા થી પીડાઈ રહ્યા હોવ તો તમારા પર્સ મા શુક્રવાર ના શુભ દિવસે પાંચ એલચી ના દાણા મુકો અને આવતા શુક્રવાર સુધી રાખો અને બીજા શુક્રવારે આ એલચી ના દાણા ને પીપળા ના વૃક્ષ પાસે મુકી આવો અને પર્સ મા ફરી નવા એલચી ના દાણા મુકો. જેથી , આ સમસ્યા દૂર થશે.

જો તમારે તમારી આર્થિક સ્થિતિ પ્રબળ કરવી હોય તો તમારે શુક્રવાર ના શુભ દિવસે કિન્નર ને મનગમતી વસ્તુઓ નુ દાન કરવુ. જેથી , તમારી નાણા ને લગતી તમામ સમસ્યાઓ દૂર થશે. જો તમારા વિવાહ મા કોઈ અડચણો આવી રહી હોય તો આ સમસ્યા ને દૂર કરવા માટે એલચી નો આ નૂસ્ખો અસરકારક સાબિત થશે.

આ સમસ્યા ને દૂર કરવા માટે કોઈપણ માસ ના સુદ પક્ષ ના પ્રથમ ગુરૂવારે સંધ્યાકાળે કૃષ્ણ મંદિરે જઈ ને પાંચ એલચી તથા મીઠાઇ ધરવી. જેથી તમારી આ સમસ્યાઓ નો અંત આવી જશે.

જો તમને તમારા લાયક યોગ્ય નોકરી ના મળી રહી હોય તો ગુરૂવાર ના શુભ દિવસે પીપળા ના વૃક્ષ ની નીચે પીપળા ના પર્ણો પર એલચી અને મીઠાઈ મૂકો તો તમને ત્વરીત પરિણામ મળશે. તમને તમારા મુજબ ની નોકરી મળશે.

પરંતુ , આ ઉપાય અજમાવતી વખતે રસ્તા મા કોઈપણ વ્યક્તિ સાથે વાતચીત ના કરવી એટલે કે મૌન ધારણ કરવુ. ઘરે આવી ને હાથ-પગ ધોયા બાદ જ આ મૌન તોડવુ. તો જ આ ઉપાય ની અસર થશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here