જ્યાની આ એક વાત સાંભળી ને રેખા થઇ અમિતાભ થી દૂર, હાલ પણ નજર નથી મિલાવતી તેની સાથે

જ્યાની આ એક વાત સાંભળી ને રેખા થઇ અમિતાભ થી દૂર, હાલ પણ નજર નથી મિલાવતી તેની સાથે

આ વાર્તાઓ  પ્રેક્ષકો ઉત્સાહથી સાંભળે છે અને તે વિશે વધુ જાણવા માટે આતુર હોય  છે. આવી ભાવના અને નાટકથી ભરેલી વાસ્તવિક વાર્તા જયા-અમિતાભ અને રેખા ની  છે જે ક્યારેય ઉકેલી શકી નથી. આ વાર્તા એવી છે કે આજે પણ લોકો જોવા અને જાણવા માટે તેમનામાં ઉત્સાહ હોય  છે આજે અમે તમને આ વાર્તાને લગતી એક બીજી વાર્તા કહેવા જઈ રહ્યા છીએ.

રેખાની માંગમાં સિંદૂર

આ વાત કોઈથી છૂપાયેલી નથી કે જયા સાથે લગ્ન કર્યા પછી પણ અમિતાભ રેખાની ખૂબ  નજીક રહ્યા હતા આથી જયા અને અમિતાભના સંબંધોમાં  ખરાબ અસર થય હતી . 1977 ની આસપાસ તેમના અફેરના સમાચારોએ ઘણી હેડલાઇન્સ બનાવી હતી. રૂષિ કપૂરના લગ્નમાં રેખા તેના કપાળ પર સિંદૂર કરીને પહોંચી ત્યારે  આ સમાચારે એ ખુબ ધૂમ મચાવી હતી. તે દિવસોમાં એવા સમાચાર પણ આવ્યા હતા કે રેખા માતા બનવાની છે .

આ સમાચારને કારણે  જયા અને અમિતાભના સંબંધો પર અનેક સવાલો ઉભા થયા  હતા. જોકે, રેખાએ સિંદૂરના મુદ્દે કહ્યું હતું કે તે શૂટિંગ કરી રહી હતી  અને ઉતાવળમાં લગ્નમાં પહોંચી ગઈ હતી.જો કે, જયા બચ્ચન માટે આ બધું આંચકા  જનક હતું . તેને સમજાયું કે જો આ સમયે  યોગ્ય પગલાં નહીં ભરે તો તેનું જીવન  બરબાદ થઈ જશે. આને કારણે જયા એ દિવસ ની રાહ જોય કે  જ્યારે અમિતાભ શૂટિંગ માટે  મુંબઈની  બહાર ગયો . જયાએ  રેખાને ફોન કર્યો  જ્યારે રેખાએ ફોન ઉપાડ્યો ત્યારે રેખા એ  વિચાર્યું કે જયા મને કશું ખરાબ બોલશે

જયાના શબ્દો…

જયાએ રેખાને ફોન કર્યો અને રેખા સાથે વાત કરી અને તેને જમવા બોલાવી . રેખાને લાગ્યું કે જયા તેને ઘરે બોલાવીને તેનું અપમાન કરવા માંગે છે. રેખા ત્યાર થય ને જયાના ઘરે પહોંચી . જયા  સાદા કપડામાં હતી. બંનેએ વાત શરૂ કરી પણ એકપણ  વાર જયાએ રેખાને  અમિતાભની  વાત કરી નહીં. તેણે રેખાને પોતાનું ઘર બતાવ્યું તેને બગીચો બતાવ્યો. રેખા સાંભળતી અને વાતો કરતી હતી પણ તે વિશ્વાસ કરી શકી નહીં કે જયા એક વાર પણ કેમ કંઈ બોલી રહી નથી.

રાત્રિનુ ભોજન સારું  હતું અને પછી રેખાએ વિદાય લેવાનું કહ્યું. જયાએ  રેખાને દરવાજે મૂકીને આવી અને કંઈક એવું કહ્યું કે જે સાંભળીને રેખા સ્તબ્ધ થઈ ગઈ. જયાએ રેખાને કહ્યું  અમિતને હુંકોઈ પણ સંજોગોમાં હું છોડીશ નહીં…

રેખા આ વાત સમજી હતી પણ તે પછી તે તેના ઘરે ગઈ. બીજે દિવસે બંને સાથે જમવાની વાતો બહાર આવી પણ બંનેએ મૌન ધારણ કર્યું. અમિતાભ સમજી ગયા કે તે તેના લગ્ન જીવનને બરબાદ કરશે, તેથી તેણે રેખાને તેના જીવનમાંથી દૂર કરી દીધી. તે દિવસથી, રેખા,જયા અને અમિતાભ આજ દિન સુધી આ અંતર જાળવી રહ્યા છે.

pinal patel

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *