Spread the love

દુનિયા માં જો ટીચર ન હોય તો બાળકો ને શિક્ષા જ ન મળે. એક શિક્ષક આપણા જીવન માં સૌથી અભિન્ન ભાગ હોય છે, જેની વાતો થી આપણ ને જ્ઞાન અને અનુશાસન ના પાઠ શીખવા મળે છે. ટીચર ના મહત્વ ને બોલિવૂડ પણ ઘણી સારી રીતે સમજે છે.

આ કારણ છે કે હંમેશા બોલિવૂડ માં એવી ફિલ્મો પણ બની છે જેમાં એક્ટર્સ ટીચર ના રોલ માં દેખાય છે. જોકે પડદા પર જ્યારે પણ હિરોઈનો ટીચર બની ને સામે આવે છે તો ફેંસ ખુશી થી ઝૂમી ઉઠે છે. ક્યારેક કોઈ એક કડક ટીચર નો રોલ કર્યો હતો ત્યાં કોઈ ના ભણાવવા ની રીત થી બાળકો ને મજા આવી ગઈ. ટીચર્સ ડે ના અવસર પર તમને બતાવીએ એ એક્ટ્રેસીસ ના વિશે જેમણે મોટા પડદા પર ટીચર નો રોલ કરીને દરેક નું દિલ જીતી લીધું.

સિમી ગરેવાલ

વીતેલા જમાના ની ફેમસ અભિનેત્રી સિમ્મી ગરેવાલ એ ફિલ્મ ‘મેરા નામ જોકર’ મા ટીચર નો પાત્ર કર્યો હતો. આ એક વેસ્ટર્ન ટીચર ના રોલ માં દેખાઈ હતી. અને એમની એક્ટિંગ ઘણી સારી લાગી હતી.

સુસ્મિતા સેન

ફિલ્મ ‘મે હુ ના’ માં સુસ્મિતા એ કેમેસ્ટ્રી ટીચર નો રોલ પ્લે કર્યો હતો. ટીચર હોવાની સાથે એમની સુંદર સાડીઓ એ દરેક નું દિલ જીતી લીધું. આ ફિલ્મ માં એમણે ટીચર નો રોલ પ્લે કર્યો હતો જેને પોતાના સ્ટુડન્ટ થી પ્રેમ થઇ જાય છે, જે વાસ્તવ માં આર્મી ઓફિસર હોય છે.

કરીના કપૂર ખાન

ઇન્ડસ્ટ્રી ને ફેશન નો પાઠ ભણાવવા વાળી કરીના એ ફિલ્મ ‘કુરબાન’ માં ટીચર નો રોલ પ્લે કર્યો હતો. એમના સિમ્પલ એથનિક વિયર એ દરેકે ને એમના દિવાના બનાવી દીધા હતા. એમણે ફિલ્મ માં ઘણા ટ્રેડિશનલ કપડા પહેર્યા હતા, અને આ રોલ માટે એમને ઘણું પસંદ કરવા માં આવ્યું હતું. ફિલ્મ માં સૈફ અલી ખાન ની હિરોઈન હતી.

ચિત્રાંગદા સિંહ

ચિત્રાંગદા બોલિવૂડ ની ઘણી ગ્લેમરસ હિરોઈન છે અને પડદા પર ટીચર નો રોલ કરી ચૂકી છે. ફિલ્મ ‘દેશી બોય’ માં ચિત્રાંગદા એક સ્ટાઈલિશ કોલેજ પ્રોફેસર નો રોલ પ્લે કર્યો હતો. આ ફિલ્મ માં કોલેજ નો સેટ ફોરેન માં હતું, એટલા માટે ચિત્રાંગદા વેસ્ટર્ન કપડા પહેરી ને રોલ ઘણી સારી રીતે નિભાવ્યો.

રાની મુખર્જી

ફિલ્મ ‘હીચકી’ માં રાની મુખર્જી એ ટોરેટ સિન્ડ્રોમ પીડિત ક્લાસ ટીચર ની ભૂમિકા નિભાવી હતી. રાની મુખર્જી એ ડાર્ક કલર ની કુરતીઓ પહેરી હતી, જે લોકો ને ઘણી પસંદ આવી હતી. આની સાથે જ એક નાનો ચાંદલો એમના માથા ઉપર ઘણો સારો લાગી રહ્યો હતો. એમણે પોતાના ટીચર નું પાત્ર સારી રીતે કર્યુંકે ફેંસ ની સાથે સાથે ક્રિટીક્સ એ વખાણ કર્યા હતા.

આયશા ટાકિયા

ફિલ્મો થી દૂર રહેવા વાળી આયશા ટાકિયા પણ પડદા પર શિક્ષક ની ભૂમિકા નિભાવી ચૂકી છે. ફિલ્મ ‘પાઠશાલા’ માં એક ચુલબુલી અને ખુશમિજાજ ટીચર નો રોલ કર્યો હતો. ટીચર ના રોલ માં એમણે ફૂલ સ્લીવ ટીશર્ટ ની સાથે ડેનિમ પહેર્યું હતું. આની સાથે ઘણી જગ્યા એમણે સ્કાર્ફ પણ કેરી કર્યું હતું. ફિલ્મ માં ટીચર વાળો રોલ દર્શકો ને ઘણો જ પસંદ આવ્યો હતો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here