હાથની આંગળીઓ વચ્ચેનું અંતર જોઈને તમેં જાણી શકશો કે કેવું વિતશે તમારું જીવન, પૈસાદાર રહેશો કે ગરીબ

0

માનવીના જીવનમા ધન-સંપત્તિ હોવી કે ન હોવી તેનો આધાર માણસ ની આવક તેમજ તેની આવડત ની સાથોસાથ તેના નસીબ પર પણ હોય છે. માણસ ના નસીબ મા કેટલો પૈસો છે તે વાત સામુદ્રિક શાસ્ત્ર ના ઘણા નિયમો પર થી પણ જાણી શકાય છે.

તો આજ ના આ આર્ટીકલ મા વાત કરવી છે એવા જ એક નિયમ વિષે ની કે મનુષ્ય ની કેવી આંગળી ધનવાન હોવા નો સંકેત આપે છે. માનવી ની આંગળીઓ પર થી સરળતા થી જાણી શકાય છે કે તેના જીવન મા ધન નું આગમન થશે કે નહીં.

સામુદ્રિક શાસ્ત્ર પ્રમાણે જોવા જાઈએ તો જો માનવી ના હાથ ની કનિષ્કા આંગળી તેમજ અનામિકા આંગળી એકબીજા ને અડતી હોય છતાં પણ જો વચ્ચે જગ્યા રહેતી હોય તો આવા માણસ ને તેની વૃદ્ધાવસ્થા મા નાણાભીડ સતાવી શકે છે. જો આ પ્રકાર ની જગ્યા મધ્યમા તેમજ અનામિકા આંગળી વચ્ચે રહેતી હોય તો આવા માણસ ને પોતાની યુવાની નાણા વગર વિતાવવી પડે છે.

આ સાથે જ જો કોઈ માણસ ની મધ્યમા તેમજ તર્જની આંગળી વચ્ચે જગ્યા રહેતી હોય તો તે માણસ ને બાલ્યાવસ્થા દરમિયાન નાણાભીડ નો સામનો કરવો પડે છે. જો હાથ ની આંગળી એક સાથે કરવાથી વચ્ચે જગ્યા ન રહેતી હોય તો માણસ નું આખું જીવન અપાર ધન-સંપત્તિ સાથે પસાર થાય છે. માનવી ની આંગળીઓ ના તમામ વેઢાં જો એક સરખા તેમજ લાંબા હોય તો તેવો માણસ આર્થિક રીતે સદ્ધર હોય છે.

જો માનવી ની મધ્યમા ની ત્રીજા વેઢા ની બનાવટ તેમજ અનામિકા ની બનાવટ એક જેવી જ હોય તો તે માણસ કલાકાર, બુદ્ધિશીલ તેમજ વિચારશીલ વ્યક્તિ હોય છે. આવા માણસો કોઈપણ ક્ષેત્રે કાર્ય કરે તેમને સફળ થતા કોઇપણ રોકી શકતુ નથી.

જો અનામિકા આંગળી સીધી તેમજ લાંબી હોય તો આવો માણસ નાણા કમાવવા ની બાબત મા પ્રવીણ હોય છે. આ માણસ જો કોઈ ધંધા સાથે સકળાયેલા હોય તો તેમને ધંધા મા નુકસાની થવા ની સંભાવના નહિવત હોય છે.

જો માનવી ની અનામિકા આંગળી નુ ત્રીજું વેઢું સૌથી વધુ લાંબુ હોય તેમજ તેની ગાંઠ સૌથી વધુ સ્પષ્ટ હોય તો તે માણસ કોઈપણ પ્રકાર ની સમસ્યા વિના નાણા કમાઈ શકે છે. જો માનવી ની મસ્તિષ્ક રેખા ગુરુ પર્વત તરફ જતી હોય તેમજ તેના અંતે એક ચોકડી જેવું નિશાન બનતું હોય તો તેવો માણસ ક્યારેય ધનવાન બની શકતો નથી.

આ સિવાય અંગૂઠા ના બંને વેઢાં જો કઠોર હોય તેમજ એક સરખા હોય તો તેવા માણસો ના નાણા મા સતત વધારો થાય છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here