હાઈટ માં અભિનેતાઓને પણ ટક્કર આપે છે ટીવી જગત ની આ ખુબસુરત અભિનેત્રીઓ, એક ને તો “લેડી અમિતાભ” કહેવામાં આવે છે

આજકાલ ફક્ત બોલિવૂડમાં નહીં પરંતુ ટીવી ઈન્ડસ્ટ્રીમાં એકથી એક ચડિયાતી અભિનેત્રીઓ છે, જે પોતાના સુંદર અને ગ્લેમરસ અંદાજ માટે મશહૂર છે. આ અભિનેત્રીઓ એક્ટિંગ અને બ્યુટીનું જબરજસ્ત કોમ્બિનેશન રજૂ કરે છે. આમાંથી જ અમુક અભિનેત્રીઓ એવી છે જે પોતાના લાંબા કદ થી ફેન્સને પોતાના દિવાના બનાવી રાખે છે.
જી હાં, ટીવીની દુનિયામાં ઘણી અભિનેત્રીઓએ વિશે જેમણે પોતાની હાઇટનાં દમ પર ફેન્સના દિલમાં રાજ જમાવી રાખ્યું છે. તેમની હાઇટ જોઈને બધા જ લોકો આશ્ચર્યમાં પડી જાય છે. તો આજે અમે તમને આ આર્ટીકલમાં ટીવીની તે અભિનેત્રીઓ વિશે જણાવીશું, જે લંબાઇની બાબતમાં બધી એક્ટ્રેસને પાછળ છોડી દે છે. તો જાણો જાણીએ કે આ લિસ્ટમાં કઈ કઈ અભિનેત્રીઓ સામેલ છે.
તો આપણે જાણીએ ટીવી જગતની 9 અભિનેત્રી વિષે જેમની ઉંચાઈ બોલીવુડ ના અભિનેતા કરતા પણ વધારે છે,
કવિતા કૌશિક
એક્ટ્રેસ કવિતા કૌશિક નો હાલ ૩૯ વર્ષના છે તે આ દિવસોમાં બિગ બોસની ૧૪મી સિઝનમાં ધમાલ મચાવી રહી છે. તેમની ઊંચાઈ જાણીને તમે પણ આશ્ચર્યચકિત થઈ જશો. જણાવી દઈએ કે કવિતા પ ફૂટ ૮ ઈંચ ઊંચાઈ ધરાવે છે અને આટલી લંબાઈ હોવાને કારણે કવિતા ક્યારેય પોતાનાં જેટલી હાઇટનાં યુવકોને ડેટ કરી શકી નથી.
કવિતા એક ઇન્ટરવ્યુંમાં જણાવ્યું હતું કે બાળપણમાં યુવકો તેને “ખંભે જેસી ખડી હૈ” ગીત ગાઈને ખૂબ જ ચીડવતા હતા. જણાવી દઈએ કે કવિતા ધારાવાહિક એફઆઇઆરમાં પણ કામ કરી ચૂકી છે. કવિતાનાં જણાવ્યા અનુસાર આ સીરિયલના શૂટિંગ દરમિયાન તેમના કો-સ્ટાર તેમને કુતુબમિનાર ની દીકરી કહીને બોલાવતા હતા.
2.કરિશ્મા તન્ના
ગુજરાતી છોકરી કરિશ્મા તન્ના નું નામ આપણે બધા જ લોકોએ સાંભળ્યું છે,તે નાગિન -૩ માં કામ કરી ચૂકેલ એક્ટ્રેસ કરિશ્મા તન્નાની ઊંચાઈ પણ અન્ય અભિનેત્રીઓની સરખામણીમાં ખૂબ જ વધારે છે. તેમની ઊંચાઇ ૫ ફૂટ ૯ ઇંચ છે. ઇન્ડસ્ટ્રીની સૌથી લાંબા કદની અભિનેત્રીઓમાં ટોપ પર શામેલ છે.
પોતાની આ લાંબી હાઈટને કારણે કરિશ્માએ પોતાની કારકિર્દીની શરૂઆતના દિવસમાં ખૂબ જ પરેશાનીઓનો સામનો કરવો પડ્યો હતો. હકીકતમાં વધારે હાઇટ હોવાને કારણે કરિશ્માને કોઈ કામ આપવાનું પસંદ કરતું ન હતું. એટલું જ નહીં પરંતુ તેમની મજાક પણ ઉડાવી આવતી હતી. જોકે હવે કરિશ્મા તન્ના ઇન્ડસ્ટ્રીની જાણીતી ઍક્ટ્રેસ બની ચૂકી છે.
2.શ્રધ્ધા મુસાલે
સીઆઇડી ફેમ શ્રધ્ધા મુસાલે પણ આ લિસ્ટમાં સામેલ છે. યાદ અપાવી દઇએ કે શ્રદ્ધા સીઆઇડીમાં ડૉક્ટર તારીકા નો રોલ પ્લે કરે છે. વળી તેમની ઊંચાઇ ૫ ફૂટ ૧૦ ઇંચ છે અને તેના કારણે તે જ્યાં પણ જાય છે ત્યાં બિલકુલ અલગ નજર આવે છે. જણાવી દઈએ કે સીઆઇડી સિવાય શ્રધ્ધા મુસાલે ધારાવાહિક પોરસ માં પણ નજર આવી હતી, જેમાં તેનો જબરદસ્ત લુક જોવા મળ્યો હતો.અને શ્રધા મુસાલે એક ગુજરાતી ફેમેલી થી બીલોંગ કરી છે,
3.ઐશ્વર્યા સખુજા
ધારાવાહિક સાસ બિના સસુરાલ માં કામ કરી ચૂકેલ એક્ટ્રેસ એશ્વર્યા સખુજાની હાઈટ પણ આશ્ચર્યજનક છે. તેમની હાઇટ ૫ ફૂટ ૧૦ ઇંચ છે અને તેના કારણે તેમને તેમના મિત્રો ફિમેલ અમિતાભ કહીને બોલાવે છે.
આ વાતનો ખુલાસો એશ્વર્યાએ જાતે કેબીસીના શૂટિંગ દરમિયાન કર્યો હતો. તેમણે આ વાત અમિતાભ બચ્ચનને જણાવી હતી. જણાવી દઈએ કે એશ્વર્યા સખુજા ઇન્ડસ્ટ્રીની સૌથી હોટેસ્ટ એક્ટ્રેસ પણ કહેવામાં આવે છે.એશ્વરીય સખુજા હાલ સ્ટાર પ્લસ પર આવતી સીરીયલ યે હે ચાહતે માં જોવા મળે છે તેમાં તેમનો રોલ નેગેટીવ છે,
4.પવિત્રા પુનિયા
હાલના દિવસોમાં બિગ બોસમાં નજર આવી રહેલ એક્ટ્રેસ પવિત્રા પુનિયા ની હાઈટ પણ ખૂબ જ સારી છે. પવિત્રા પ ફૂટ ૬ ઇંચ હાઈટ ધરાવે છે અને આ શાનદાર હાઇટને કારણે પવિત્રા ખૂબ જ સુંદર અને ગ્લેમરસ લાગે છે. પવિત્રાએ નાગીન, યે હૈ મોહબત અને બાલવીર જેવા ઘણા શ્રેષ્ઠ ધારાવાહિકમાં કામ કર્યું છે. તેમની સુંદરતા અવારનવાર સોશિયલ મીડિયામાં ચર્ચામાં છવાયેલી રહે છે.
5.દીપિકા કક્કડ
ટીવીની દુનિયાની સંસ્કારી વહુનાં લિસ્ટમાં સામેલ દીપિકા કક્કડ પણ શાનદાર હાઈટની માલિક છે. તે પણ પોતાની હાઇટથી અન્ય અભિનેત્રીઓને ટક્કર આપે છે. જણાવી દઈએ કે દીપિકાની હાઇટ ૫ ફૂટ ૫ ઇંચ છે. સારી હાઇટ હોવાને કારણે દીપિકા ખૂબ જ ગ્લેમરસ લાગે છે.
જણાવી દઈએ કે દીપિકાએ સીરીયલ સસુરાલ સિમર કા માં જબરદસ્ત એક્ટિંગ કરીને ફેન્સની વચ્ચે પોતાની અલગ ઓળખ બનાવી છે. એટલું જ નહીં દીપિકા રિયાલિટી શો બિગ બોસની ૧૨મી સિઝનમાં પણ નજર આવી ચૂકી છે.
6.કામ્યા પંજાબી
ટીવીની સૌથી ખૂંખાર વિલન કામ્યા પંજાબી પણ લંબાઇની બાબતમાં કોઈના થી ઓછી નથી. તેની હાઈટ પ ફૂટ ૭ ઇંચ છે અને આટલી હાઈટ હોવાને કારણે કામ્યાને ઘણી વખત પરેશાનીઓનો સામનો કરવો પડ્યો છે. જણાવી દઈએ કે ટીવી શોનાં શૂટિંગ દરમિયાન ઘણી વખત કામ્યાને હાઈટ ને કારણે ખૂબ જ પરેશાની થાય છે.
કારણ કે તેની સામે અન્ય કો-સ્ટાર ખૂબ જ નાના લાગે છે. કામ્યાએ એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે શૂટિંગ સેટ માં ઘણા લોકો મારી હાઇટની મજાક ઉડાવે છે. અમુક લોકો ઝીબ્રા કહે છે, તો અમુક લોકો મને થાંભલો કહે છે.
7.ગૌહર ખાન
ટીવી ઈન્ડસ્ટ્રીની સૌથી સુંદર અને હોટ એક્ટ્રેસ ગૌહર ખાન પણ હાઈટ ની બાબતમાં કોઈ થી પાછળ નથી. તે ફક્ત પોતાની સુંદરતા માટે નહીં પરંતુ શાનદાર હાઈટ માટે પણ ઓળખવામાં આવે છે.
જણાવી દઈએ કે તેની હાઈટ પ ફૂટ ૭ ઇંચ છે અને આ શાનદાર હાઇટની સાથે ગૌહર ખૂબ જ જબરજસ્ત નજર આવે છે. જણાવી દઈએ કે ગૌહર ફક્ત ટીવી ધારાવાહિકોમાં નહીં, પરંતુ ફિલ્મોમાં પણ કામ કરી ચુકેલ છે.થોડા સમય પહેલા જ તેમના લગ્ન જેદ દરબાર જોડે થયા છે,જેદ દરબાર ગોહર ખાનથી 8 વર્ષ નાના છે,તેમના લગ્ન ૨૫ ડિસેમ્બરે થયા છે,
8.એરિકા ફર્નાન્ડિઝ
ટીવીની મશહૂર ધારાવાહિક કસોટી જિંદગી કી-૨ માં નજર આવી ચુકેલ એરિકા પણ હાઈટ ની બાબતમાં કોઈ થી ઓછી નથી. તેની હાઈટ ૫ ફૂટ ૫ ઇંચ છે, જે તેના લુકને ગ્લેમરસ બનાવે છે.
પોતાના જબરજસ્ત ફિગરને કારણે એરિકા ખૂબ જ લાંબી દેખાય છે. જણાવી દઈએ કે એરિકા સાઉથ સીને વર્લ્ડની પણ એક જાણીતી અભિનેત્રી છે. તેવામાં તેણે ફક્ત ધારાવાહિકોમાં કામ નથી કર્યું, પરંતુ સાઉથની ઘણી ફિલ્મોમાં પણ કામ કર્યું છે.