તારક મહેતા માં જો બૉલીવુડ ની હસ્તી ને લેવામાં આવે તો કોને કયો રોલ મળશે? આ ને ચોક્કસ બબીતા નો જ રોલ મળે એ નક્કી છે……..જાણો

તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા સબ ટીવી પર આવતો એક કોમેડી શો છે. પાછલા ઘણા વર્ષોથી આ સીરિયલ દર્શકોને મનોરંજન કરતી આવી રહી છે. ટીઆરપીનાં લિસ્ટમાં પણ આ સીરિયલ ટોપ ટેનમાં સામેલ હોય છે. આ સીરિયલ કોમેડીનાં ક્ષેત્રમાં પોતાની એક અલગ ઓળખ બનાવી છે,
આ સિરિયલનું દરેક કેરેક્ટર અનોખું છે. તેના દરેક કેરેકટરની એક અલગ ખાસિયત છે. જ્યાં જેઠાલાલ દરેક સમયે પરેશાનીમાં ઘેરાયેલા રહે છે અને આપણને હસવા માટે મજબૂર કરી દેતા હોય છે. વળી આત્મારામ તુકારામ ભિડેનો ઠપકો આપણને બધાને પ્રેમાળ લાગે છે.
ડોક્ટર હાથીની દરેક વાત પર “સહી બાત હૈ” કહેવું આપણને પસંદ આવે છે, તો પોપટલાલનું દરેક વાત પર ચિડાઇ જવું પણ આપણને હાસ્ય અપાવે છે. આ સિરિયલનું દરેક પાત્ર કમાલ છે અને આપણને હસવા માટે મજબૂર કરી દે છે. આ સિરિયલનું નામ સાંભળતા જ ચહેરા પર મુસ્કાન આવી જાય છે.
જેમકે તમે બધા જાણો છો કે બોલિવૂડમાં કામ કરતા ઘણા સિતારા નાના પડદા પર ડેબ્યૂ કરી ચૂક્યા છે અને તેમને સફળતા પણ મળી છે.
પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે ટીવી સિરિયલમાં બોલિવુડ સિતારા કામ કરે તો સ્ટાર કાસ્ટ કેવી હોય? આજની આ પોસ્ટમાં અમે તમને તારક મહેતા શોનાં કલાકારોને બોલિવુડ સિતારા સાથે રિપ્લેસ કરીશું. તમે પણ જુઓ કે જો આ ફિલ્મી સિતારા આ સીરિયલમાં કાસ્ટ હોય તો કોના પર કેવો રોલ સૂટ થાય છે.