પાપના દોષોને દૂર કરવા અને પુણ્યની પ્રાપ્તિ મેળવવા પૂનમના દિવસે આ રીતે રાશિ પ્રમાણે કરો ઉપવાસ અને દાન, નહિં ખૂટે ક્યારે ઘરમાં પૈસા

પૂનમ તિથિ સુદપક્ષની 15મી તિથિ એ હોય છે. સુદ પક્ષનો છેલ્લો દિવસ. આ દિવસે ચંદ્ર પૂર્ણ રીતે ખીલેલો હોય છે. આ તિથિને ધર્મગ્રંથોમાં પર્વ કહેવામાં આવે છે.
આ તિથિએ ભગવાન વિષ્ણુ અને શ્રીકૃષ્ણની પૂજા કરવામાં આવે છે. આ દિવસે તીર્થ અથવા પવિત્ર નદીઓમાં સ્નાન કરવામાં આવે છે. આ દિવસે કરવામાં આવતાં દાન અને ઉપવાસથી અક્ષય ફળ પ્રાપ્ત થાય છે.
પૂનમ નું મહત્વ શું છે.
પૂનમના દિવસે કરવામાં આવેલ દાન કે પુણ્ય નું ફળ ખૂબ જ સારું મળે છે. સૂર્યથી ચંદ્રનું અંતર જ્યારે 169 થી 180 સુધી હોય છે, ત્યારે પૂનમની તિથિ આવે છે. જેના સ્વામી સ્વયં ચંદ્રદેવ જ છે. પૂર્ણિમાના દિવસે સૂર્ય અને ચંદ્ર એકદમ સામ-સામે હોય છે. આ બંને ગ્રહોની સ્થિતિથી સમસપ્તક યોગ બને છે. પૂર્ણિમાના દિવસે કરવામાં આવતા શુભ કામનું પૂર્ણ ફળ પ્રાપ્ત થાય છે. જ્યોતિષ ગ્રંથોમાં પૂર્ણિમા તિથિની દિશા વાયવ્ય જણાવવામાં આવી છે.
દર મહિને પૂર્ણિમાએ કોઇને કોઇ પર્વ જરૂર ઉજવવામાં આવે છે. આ દિવસનું ભારતીય જનજીવનમાં વધારે મહત્ત્વ છે. દર મહિનાની પૂનમે એક સમય ભોજન કરવામાં આવે છે. આ દિવસે ચંદ્રદેવ અથવા ભગવાન સત્યનારાયણનું વ્રત કરવામાં આવે તો દરેક પ્રકારના સુખ પ્રાપ્ત થાય છે. સાથે જ, સમૃદ્ધિ અને પદ-પ્રતિષ્ઠા પણ મળે છે.
ચૈત્ર મહિનાની પૂનમે હનુમાન જયંતી ઉજવાય છે.
વૈશાખ મહિનાની પૂનમે બુદ્ધિ પૂર્ણિમા ઉજવાય છે.
જેઠ મહિનાની પૂનમે વટ સાવિત્રી વ્રત ઉજવાય છે.
અષાઢ મહિનાની પૂનમે ગુરૂ પૂર્ણિમા ઉજવાય છે.
શ્રાવણ મહિનાની પૂનમે રક્ષાબંધન ઉજવાય છે.
ભાદરવા મહિનાની પૂનમે ઉમા માહેશ્વર વ્રત કરવામાં આવે છે.
આસો મહિનાની પૂનમે શરદ પૂર્ણિમા ઉજવાય છે.
કારતક મહિનાની પૂનમે પુષ્કર મેળો અને ગુરૂ નાનક જયંતી ઉજવાય છે.
માગસર મહિનાની પૂનમે શ્રીદત્તાત્રેય જયંતી ઉજવાય છે.
પોષ મહિનાની પૂનમે શાકંભરી જયંતી ઉજવાય છે.
મહા મહિનાની પૂનમે સંત રવિદાસ, શ્રી લલિતા અને ભૈરવ જયંતી ઉજવાય છે. તેને માઘી પૂનમ પણ કહેવાય છે.
ફાગણ મહિનાની પૂનમે હોળિકા દહન કરવામાં આવે છે.
આજે એટલે 8 એપ્રિલે હનુમાન જયંતી છે અને આજના દિવસે હનુમાનજી ને પ્રસન્ન કરવા માટે કેટલાક પુણ્યના કામ કરવા જોઈએ જે તમારા જીવનમાં ખુશી લાવે છે. હનુમાન જયંતીના દિવસે કરવામાં આવતા દાન અથવા તો ઉપવાસનું ફળ ખૂબ જ સારું અને અક્ષય પુણ્ય મળે છે.
આજે કઈ રાશિના જાતકોએ કેવું દાન કરવું જોઈએ જેથી તેને તેનું ફળ ખૂબ સારું મળે.
રાશિ અનુસાર આ વસ્તુનો દાન કરવાથી તમે શુભ ફળ મળશે.
મેષ રાશિ
મેષ રાશિના જાતકો પૂર્ણિમાના દિવસે તાંબાના વર્તન જલ દાન ખૂબ જ શુભ માનવામાં આવે છે.
વૃષભ રાશી
જ્યોતિષશાસ્ત્ર અનુસાર વૃષભ રાશિના જાતકોએ સ્ટીલના પાત્રમાં જળ ભરીને તેનું દાન કરવું જોઈએ.
મિથુન રાશિ
શાસ્ત્રોનો સાર માનવામાં આવે છે કે મિથુન રાશિના જાતકોએ માટીના ઘડામાં જળ ભરીને દાન કરવાથી શુભ માનવામાં આવે છે.
કર્ક રાશિ
પૂર્ણિમાના દિવસે કર્ક રાશિવાળા જાતકોએ ચાંદીના ગલાસમાં પાણીનો દાન કરવુ ખૂબ જ ફાયદાકારક છે.
સિંહ રાશિ
સિંહ રાશિવાળા જાતકોએ તાંબાના પાત્રમાં જળ ભરીન દાન કરવુ શુભ માનવામાં આવે છે.
કન્યા રાશિ
જ્યોતિષશાસ્ત્ર અનુસાર કન્યા રાશિવાળા જાતકોએ માટીના ઘડામાં જલ દાન ખૂબ જ ફળદાયી માનવામાં આવે છે.
તુલા રાશિ
તુલા રાશિના જાતકોએ પૂર્ણિમાના દિવસે ચાંદિના વાસણમાં જળ ભરીને તેને દાન કરવાથી શુભ ફળ પ્રાપ્ત થાય છે.
વૃષીક રાશિ
વૃશ્ચિક રાશિના જાતકો એ તાંબાના પાત્રમાં જળ ભરીને દાન કરવાથી શુભફળ પ્રાપ્ત થશે.
ધનુ રાશિ
ધનુ રાશિના જાતકોએ પૂર્ણિમાના દિવસે તાંબાનો વર્તનમાં જળ કોઈ જરૂરમને દાન કરવાથી તેમજ ધાર્મિક પુસ્તકનું દાન કરવાથી લાભદાયી રહેશે.
મકર રાશિ
મકર રાશિના જાતકોએ આ દિવસે લોખંડની બાલ તેમજ દાન કરવું જોઈએ.
કુંભ રાશિ
કુંભ રાશિના જાતકોમાં આ દિવસે લોખંડના પાતમાં જળ ભરી તેનું દાન કરવું જોઈએ.
મીન રાશિ
મીન રાશિવાળા જાતકોએ પૂર્ણિમાના દિવસે તાંબાના પાત્રમાં જળ નું દાન કરવાથી શુભ ફળ પ્રાપ્ત થશે તેમજ તમે આ દિવસે કોઈ ધાર્મિક પુસ્તકનું દાન કરી શકો છો