જો તમે પણ ફટાફટ પાતળા થવા અને તમારી બોડી ને સ્લીમ બનાવવા ઈચ્છતા હોય તો અપનાવો આ ચમત્કારીક આયુર્વેદિક નુસ્ખા

0

શું તમે પણ મોટાપા ની સમસ્યા થી ત્રસ્ત છો? શું તમે પણ પાતળા દેખાવવા ઈચ્છો છો? શું તમે પણ તમારા શરીર માં રહેલી વધારા ની ચરબી ને દૂર કરવા ઈચ્છો છો? તો આજે આ લેખ માં તમને એક એવા આયુર્વેદિક ચમત્કારિક નૂસ્ખા વિશે જણાવીશું જે તમારી આ સમસ્યાઓ નું નિવારણ લાવશે. તમે જયારે પણ આહાર ગ્રહણ કરીને ઉભા થાવ એટલે એક ગ્લાસ પાણી નું અવશ્ય સેવન કરવું પરંતુ , હા આ પાણી નું સેવન જમ્યા બાદ ના દોઢ કલાક પશ્ચાત કરવું.

પાણી નું સેવન સામાન્ય રીતે બધા જ કરતાં હોય છે પરંતુ , આ પાણી નું સેવન કેવી રીતે અને કયાં સમયે કરવું તે અત્યંત વિશેષ તથા મહત્વનું છે. સામાન્ય રીતે દરેક વ્યક્તિ પાણી ને એક જ ઘૂંટડા માં ગટ-ગટ કરીને પી જવાનો પ્રયાસ કરે છે પરંતુ , આ પાણી પીવાની આ પદ્ધતિ સદંતર ખોટી છે. મિત્રો , જો તમે પણ એક જ ઘૂંટડા માં ગટ-ગટ પાણીનું સેવન કરવાની આદત ધરાવો છો તો તમે તમારા શરીરમાં ત્રણ બીમારીઓ થી તો અવશ્ય પીડાશો.

આ બીમારીઓ છે એપેન્ડિસાઈટિસ , હર્નિયા અને હાઈડ્રોસેલે. આ ઝડપ થી પાણી પીવાના કારણે ફેલાતા ત્રણ પ્રકાર ના રોગો છે. તેમાં હાઈડ્રોસેલે એ મુખ્યત્વે પુરૂષો માં જોવા મળે છે તથા હર્નિયા સ્ત્રીઓ માં જોવા મળે છે. આ તમામ ચર્ચા કરવાનો તાત્પર્ય ફકત એટલો જ છે કે એક સાથે પાણી નું સેવન કરવું યોગ્ય નથી. હાલ તમને રાજીવભાઈ દિક્ષિત દ્વારા પાણી નું સેવન કરવા માટે જણાવેલી શ્રેષ્ઠ પદ્ધતિઓ વિશે જણાવીશું.

આયુર્વેદ માં જણાવ્યું છે કે જેમ તમે ગરમ ચા , કોફી , દૂધ નું એક-એક સીપ લઈને સેવન કરો છો તેવી જ રીતે પાણી નું સેવન કરવું જોઈએ. પહેલા પાણી ની એક સીપ લેવી ત્યાર બાદ થોડા સમય બાદ પાણી ની બીજી સીપ લેવી અને આવી રીતે સીપ-સીપ લઈને પાણી નું સેવન કરવું. આયુર્વેદ માં જણાવ્યું છે કે જે વ્યક્તિ સીપ-સીપ લઈને પાણી નું સેવન કરે છે તેમને આજીવન શરીર માં કોઈપણ જાત ની બીમારી ફેલાતી નથી.

જો કોઈપણ વ્યક્તિ સીપ લઈને પાણી નું સેવન કરશે તો તેમના વજન માં પણ કયારેય વૃદ્ધિ થશે નહિ. હવે અન્ય એ મૂંઝવણ ઉદભવે કે જો વજન વધી ગયું હોય તો તેનું શું કરવું? તો તમે જરા પણ તણાવ ના અનુભવશો. આ પદ્ધતિ અનુસાર પાણી નું સેવન કરવાથી તમે ૬-૭ માસ ના સમયગાળા માં ૧૦ કિલો જેટલું વજન ઘટાડી નાખશો. મિત્રો , મોટાપો એકસાથે નહિ પરંતુ , ધીમે- ધીમે પ્રવેશ્યો હતો તેવી જ રીતે મોટાપો જવાની પ્રક્રિયા પણ થોડી ધીમી હશે.

આ જ પ્રકૃતિ નો નિયમ છે. જો તમે પ્રકૃતિ ના નિયમ ની વિપરિત જઈને વજન ઘટાડી લેશો તો જેવો તમે તે વસ્તુ નો ત્યાગ કરશો વજન બે ગણું વધી જશે. તમારા મન માં એક અન્ય મૂંઝવણ પણ ઉદભવશે કે આ રીતે પાણી નું સેવન કરવાથી તમારું વજન વધુ પડતું ઘટી ગયું તો? તો આ અંગે જરા પણ તણાવ ના લેશો આ નુસ્ખા દ્વારા ફકત તમારું વજન જેટલું વધ્યું હશે તેટલું જ ઘટશે અને તમારું વધારા નું વજન ઘટી ગયા બાદ તે સ્થિર થઈ જશે ના તો વજન વધશે , ના તો વજન ઘટશે.

આ પદ્ધતિ થી પાણી નું સેવન કરવાનો અન્ય એક ફાયદો પણ છે કે તમારા ઘૂંટણ નો દર્દ દૂર થઈ જશે. સીપ-સીપ કરીને પાણી પીવાની આદત પાડવાથી ફકત ૭ જ દિવસ માં ૨૫% જેટલો ઘૂટણ નો દર્દ દૂર થઈ જશે અને તે પછી ના ૭ દિવસ નાં આ દર્દ માં ૧૦૦% જેટલી રાહત પ્રાપ્ત થશે. જો તમને સવાર માં ઉઠીને સરદર્દ જેવી સમસ્યા થી પીડાઈ રહ્યા હોવ અથવા તો ચકકર આવી રહ્યા હોય તો પરોઢે ઉઠીને એક ગ્લાસ પાણી નું નરણાં કોઠે સેવન કરી લેવું જેથી આ સમસ્યા માંથી મુક્તિ મળે.

મોટાપો તથા શરીર માં રહેલી વધારાની ચરબી ને દૂર કરતી ત્રણ ચમત્કારિક ઔષધિઓ :

અળસી :

અળસી નું નિયમિત સેવન તમારા પેટ માં રહેલી વધારાની ચરબી ને દૂર કરવા માટે સહાયરૂપ બને છે. કારણ કે , તેમાં ઓમેગા ૩, ફેટી એસિડ અને ફાઈબર ભરપૂર માત્રા માં સમાવિષ્ટ હોય છે જે તમારા શરીર માં રહેલી વધારાની ચરબી દૂર કરવા માટે સહાયરૂપ બને છે.

અજમો :

અજમો એ પેટ સાથે સંકળાયેલી સમસ્યાઓ ને દૂર કરવા માટે ખૂબ જ લાભદાયી સાબિત થાય છે. તદુપરાંત તે શરીર માં રહેલી વધારા ની ચરબી દુર કરવા માટે પણ ઉપયોગી સાબિત થાય છે.

જીરું :

જો તમે તમારું વજન ઘટાડવા ઈચ્છતા હોવ તો નિયમિત સૂકા જીરાંનું સેવન કરો. તે તમારા મેટાબોલિઝમ ને બુસ્ટ કરે છે અને તમારી ઈમ્યુનિટિ સિસ્ટમ ને મજબૂત બનાવે છે. જેથી તમારા શરીર માં રહેલી વધારા ની ચરબી દૂર થાય.

હવે તમને આ વજન ઘટાડવા માટેનું અસરકારક ચૂર્ણ કેવી રીતે બનાવવું તેના વિશે જણાવીએ :

આ ચૂર્ણ બનાવવા માટે સૌપ્રથમ ૩ ચમચી અળસી ના બીજ , ૨ ચમતી જીરું તથા ૨ ચમચી અજમો લ્યો. ત્યાર બાદ આ ત્રણેય ને મિક્સર માં વ્યવસ્થિત રીતે ક્રશ કરી તેમને મિકસ કરી તેનું ચૂર્ણ તૈયાર કરી શકો. આ ચૂર્ણ તમારી પેટ ની ચરબી ને સરળતા થી ઓગાળી નાખે છે.

ચૂર્ણ નું સેવન કરવાની વિધિ :

જો તમે તમારું ભોજન ગ્રહણ કર્યા બાદ નવશેકા પાણી સાથે આ ચૂર્ણ નું સેવન કરો તથા સવારે નાસ્તો કરવાના પૂર્વે ૧ ચમચી ચૂર્ણ નું સેવન કરો તો તમે તુરંત તમારા શરીર મા રહેલી વધારાની ચરબી ને દૂર કરી શકશો. ચૂર્ણ નું સેવન કરતા સમયે એક વાત ની અવશ્ય કાળજી રાખવી કારણ કે , આ ચૂર્ણ માં સમાવિષ્ટ અળસી ગરમ પ્રકૃતિ ધરાવે છે જેથી આ ચૂર્ણ ના સેવન બાદ ઠંડી વસ્તુ નું સેવન અવશ્ય કરવું.

પેટ ની ચરબી ઘટાડવાના અન્ય ઉપાયો :

પરોઢે ઉઠતાની સાથે ભૂખ્યા પેટે કારેલા ના જયુસ નું સેવન કરવામાં આવે તો તમે તમારા શરીર માં રહેલી વધારાની ચરબી ને સરળતાથી ઓગાળી શકો છો.

જો તમે ગરમ પાણીમાં લીંબુ , આદુનો રસ તથા કાળા મરી ઉમેરીને તેનું સેવન કરો તો પણ તમે આ વધારાની ચરબી માંથી મુક્તિ મેળવી શકો.

નિયમિત ૨ કલાક વોકિંગ કરવાની હેબિટ પાડવી. નિયમિત એરોબેટિકસ તથા વેઈટ લિફટિંગ જેવા હળવા વ્યાયામ કરવા જેથી તમારું વજન નિયંત્રણ માં આવી શકે.

આ ઉપરાંત નિયમિત યોગાસન કરવાથી પણ તમે તમારા શરીર મા રહેલી વધારા ની ચરબી ને દૂર કરી શકશો. વક્રાસન , ભુજંગાસન, ગરુડાસન , શલભાસન વગેરે યોગાસનો તમારા શરીર માં રહેલી વધારાની ચરબી ને ઘટાડવા માટે સહાયરૂપ સાબિત થાય છે.

આ ઉપરાંત બહાર ના તીખા-તળેલા આહાર ના સેવન પર નિયંત્રણ રાખવું તો જ આ નુસ્ખા અસર કરશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here