જો તમે તમારા વાળને કાળા, ઘાટા, લાંબા અને આકર્ષક બનાવવા ઈચ્છતા હોય તો આ હેર ઓઈલ છે તમારા માટે સૌથી શ્રેષ્ઠ

0

મિત્રો , વર્તમાન સમય માં દર બીજો વ્યક્તિ વાળ ને લગતી સમસ્યાઓ થી પીડાતો હોય છે. ભાગ્યે જ કોઈ એવો વ્યક્તિ હશે જેને વાળ ને લગતી કોઈ સમસ્યા ના હોય. હાલ , લોકો નું જીવન એટલું બધુ આધુનિક અને વ્યસ્તતા ભરેલું બની ગયું છે કે તે પોતાના વાળ ની યોગ્ય રીતે સાર-સંભાળ લઈ શકતો નથી. આ વાળ ને લગતી સમસ્યાઓ ને દૂર કરવા માટે ટી.વી. પર આવતી અનેકવિધ પ્રકાર ની પ્રોડકટસ નો ઉપયોગ કરવામાં આવે છે પરંતુ , તેનાથી કોઈ જ ફરક નથી પડતો.

હાલ આજના લેખ માં તમને આ વાળ ની સમસ્યા ને દૂર કરવા માટે એક હેર ઓઈલ લાવ્યો છું. આ હેર ઓઈલ બનાવવા માટે અનેકવિધ પ્રકાર ની સામગ્રી નો ઉપયોગ કરવામાં આવે છે. ફકત એક જ વાર આ ઓઈલ બનાવી લો અને ત્યાર બાદ આ ઓઈલ ને તમે ૧ વર્ષ સુધી સંગ્રહ કરી શકો છો અને તમે તેનો ઉપયોગ પણ કરી શકો છો. આ હેર ઓઈલ એટલું ચમત્કારીક છે કે તેને લગાવ્યા બાદ તમારી વાળ ની તમામ સમસ્યાઓ દૂર થઈ જશે.

આ હેર ઓઈલ લગાવ્યા બાદ તમને તમારા વાળ માં એક અલગ જ પ્રકાર નું પરિવર્તન જણાશે. આ હેર ઓઈલ નો વપરાશ કોઈપણ ઉંમર નો વ્યક્તિ કરી શકે છે. આ હેર ઓઈલ વાળ પર લગાવવા થી થતાં લાભો :

વાળ ખરી જવાની સમસ્યા માંથી મુક્તિ મળે.

વાળ માં ખોડો થવાની સમસ્યા થઈ જવી , વાળ બરછટ થઈ જવા , ગુમળાં ની સમસ્યા વગેરે દૂર થઈ જાય છે.

વાળ અકાળે ધોળાં થઈ જવા , ટાલ પડી જવી , વાળ નો ગ્રોથ અટકી જવો વગેરે સમસ્યાઓ દૂર થાય છે.

વાળ ની મજબુતાઈ માં વધારો થાય છે તથા વાળ ઘટ્ટ બને છે.

વાળ આકર્ષક તથા સોફ્ટ બને છે.

ઉનાળામાં વધુ પડતાં તડકા થી વાળ ને જે હાનિ પહોંચે છે તેનાથી રક્ષણ આપે છે.

આ ઓઈલ માં અનેકવિધ પ્રકાર ના પોષકતત્વો સમાવિષ્ટ છે જે વાળ ને અનેક પ્રકારના લાભ પહોંચાડે છે. આ હેર ઓઈલ બનાવવા માટે જુદી-જુદી અનેકવિધ સામગ્રીઓ નો ઉપયોગ થાય છે. હવે આ હેર ઓઈલ ઘરે બનાવવા માટે કઈ સામગ્રી કેટલા પ્રમાણમાં જોશે તેના વિશે જણાવીએ.

અહીં દર્શાવેલી તમામ સામગ્રીઓ ૧ વર્ષ માટે નું ઓઈલ બનાવવા ના અંદાજ થી તે પ્રમાણે લેવામાં આવી છે.

આ ચમત્કારીક હેર ઓઈલ બનાવવા માટેની આવશ્યક સામગ્રી :
શુદ્ધ કોકોનટ ઓઈલ : ૧ લીટર , સફેદ અથવા કાળા તલનું ઓઈલ : ૨૫૦ મિ.લિ. , દિવેલ : ૨૫૦ મિ.લિ. , બદામનું ઓઈલ : ૨૫૦ મિ.લિ. , ઓલિવ ઓઈલ : ૨૫૦ મિ.લિ. , છીણેલી દૂધી : ૧ નંગ , સૂકાં આમળા નો પાવડર : ૧૫૦-૨૦૦ ગ્રામ , ગુલાબ ની પાંદડીઓ : ૧૫-૨૦ નંગ , લીમડાના પર્ણો : ૧ બાઉલ

વિધિ :

સૌથી પહેલા એક મોટા પાત્ર માં કોકોનટ ઓઈલ , દીવેલ નું ઓઈલ તથા તલ નું ઓઈલ વ્યવસ્થિત રીતે મિકસ કરો. ત્યાર બાદ આ મિશ્રણ માં છિણેલી દૂધી ઉમેરો. હવે આ બધી વસ્તુઓ ને વ્યવસ્થિત રીતે ગરમ કરીને ઉકાળી લ્યો. ત્યાર બાદ આ ઓઈલ મિશ્રણ ને ઢાંકી ને એક દિવસ માટે સાઈડ માં રાખી મૂકો એટલે તેમાં બધી સામગ્રી વ્યવસ્થિત રીતે મિશ્ર થઈ જાય. હવે પાછુ આ મિશ્રણ ને ઉકાળો અને તેમાં ગુલાબ ની પાંદડીઓ ઉમેરો અને તેને વ્યવસ્થિત રીતે મિકસ કરો.

ત્યાર બાદ તેમાં લીમડા ના પર્ણો ઉમેરીને ૧ મિનિટ સુધી આ મિશ્રણ ને ઉકાળો અને ત્યાર બાદ ગેસ બંધ કરી દો. હવે પુન: આ ઓઈલ ને ઢાંકી ને એક દિવસ માટે સાઈડ માં રાખી દો. પછી પાછું ત્રીજા દિવસે જયાં સુધી લીમડાં ના પર્ણો નો રંગ ના બદલાય ત્યાં સુધી તેને મધ્યમ આંચ પર ગેસ પર ઉકાળો. હવે તેને એક સાઈડ ઠંડુ થવા માટે મૂકી દો. આ ઓઈલ ઠંડુ પડી જાય એટલે સુતરાઉ કાપડ ને બેવળું કરી ને અન્ય પાત્ર માં આ ઓઈલ ને ગાળી લો.

આ સુતરાઉ કાપડ ની એક પોટલી બનાવી ને બધુ જ ઓઈલ અન્ય પાત્ર માં નિતારી લેવું. છેલ્લે જયારે બધું જ ઓઈલ નીતરી જાય એટલે આ પોટલી ને ફેંકી દો. જયારે આ ઓઈલ વ્યવસ્થિત રીતે અન્ય પાત્ર માં ગળાઈ જાય ત્યાર બાદ તેમાં ઓલિવ ઓઈલ તથા બદામ નું ઓઈલ મિકસ કરી ને આ ઓઈલ નો એક બોટલ માં વ્યવસ્થિત રીતે સંગ્રહ કરી લેવો અને આવશ્યકતા મુજબ આ બોટલ માંથી વપરાશ માટે ઓઈલ બહાર કાઢવું.

આ ઓઈલ લગાવવા ની રીત :

સૌપ્રથમ એક પાત્ર માં આ ઓઈલ કાઢીને તેને હુંફાળું ગરમ કરી લ્યો. ત્યાર બાદ રૂ ના નાના પૂંમડા ની સહાયતા વડે આ ઓઈલ ને વાળ ના મૂળ માં લગાવો અને ૧૦ મિનિટ સુધી આ ઓઈલ વડે માથા ની હળવી માલિશ કરવી. ત્યાર બાદ ૧ કલાક સુધી આ ઓઈલ ને રાખી ત્યાર બાદ શેમ્પુ વડે વાળ વોશ કરી નાખો.

વિશેષ નોંધ :

જો તમારી પાસે એલોવેરા ઉપલબ્ધ હોય તો દૂધી અને આમળા ના પાવડર સાથે તેને ઉમેરી શકો છો. તેનાથી તમારા વાળ ચમકીલા અને આકર્ષક બને છે.

જો તમે આ મિશ્રણ માં બદામ નું ઓઈલ ના ઉમેરો તો પણ ચાલે. આ ઉપરાંત આમળા ની સીઝનમાં તમે આમળાના પાવડરની જગ્યાએ આમળા ને ક્રશ કરી તેના મિશ્રણ નો આ ઓઈલ માં ઉપયોગ કરી શકો.

દૂધી તથા ગુલાબ ની પાંદડીઓ માથા ને ખૂબ જ ઠંડક આપે છે જેથી તમે તણાવમુકત રહી શકો.

આ ઓઈલ ને વધુ પડતું ઉકાળવું નહી કારણકે તેમ કરવાથી ઓઈલ બળી જાય છે.

આ ઓઈલ ને ગાળ્યા બાદ જો તમને નીચે પાણી નો જરા પણ ભાગ દેખાય તો તેને અલગ કાઢી તેનો પહેલા ઉપયોગ કરી લેવો.

આ ઓઈલ નો નિયમિત વપરાશ તમારા વાળ ને કાળા , ઘટ્ટ , લાંબા , સોફ્ટ તથા આકર્ષક બનાવશે માટે એકવાર આ ઓઈલ નો અવશ્ય ઉપયોગ કરવો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here