હિંગનો આ અસરકારક નૂસ્ખો અજમાવવાથી તમારા ઘરમાં પ્રવર્તતી તમામ સમસ્યાઓ માંથી મળશે મુક્તિ

0

મિત્રો , ભાગ્યે જ કોઈ ઘર એવું હશે કે જેમના ઘર ના રસોઈઘર માં હિંગ ના હોય. પ્રાચીન કાળ થી આયુર્વેદ માં હિંગ ને એક રામબાણ ઔષધ તરીકે માન્યતા આપવામાં આવે છે. હિંગ નું સેવન કરવાથી તમારા શરીર માં પ્રવર્તતી અનેકવિધ સમસ્યાઓ માંથી તમે મુક્તિ મેળવી શકો.

હિંગ નું સેવન એ આપણાં શરીર ના સ્વાસ્થય માટે અત્યંત લાભદાયી ગણવામાં આવે છે. હિંગ નું નિયમિત સેવન કરવાથી કબજીયાત , અપચો , ગેસ , એસીડિટી , દમ , કફ વગેરે જેવી સમસ્યાઓ માંથી મુક્તિ મળે છે. પરંતુ , શું તમને ખ્યાલ છે કે તમે હિંગ ના ઉપયોગ દ્વારા ફકત સ્વાસ્થ્ય સંબંધિત જ નહી પરંતુ , જીવન માં ચાલી રહેલી સમસ્યાઓ માંથી પણ મુક્તિ મેળવી શકો.

આજે તમને હિંગ સાથે સંકળાયેલા અમુક નુસ્ખાઓ વિશે જણાવીશું જેથી તમને નીચે મુજબ ના લાભ મળશે.

તમામ કાર્યો સફળતાપૂર્વક પૂર્ણ થશે :

જો તમે કોઈપણ કાર્ય માં સફળતા મેળવવા ઈચ્છતા હોવ તો હિંગ તમારા માટે ઉપયોગી સાબિત થઈ શકે છે. આ માટે તમારે જયારે પણ તમે કોઈ કાર્ય કરવા માટે બહાર નીકળો ત્યારે થોડી હિંગ લઈને તેને પોતાના માથા પર થી ઉતારીને ઉત્તર દિશા માં ફેંકી દેવી અને ત્યાર બાદ ઘરની બહાર જવું. આમ કરવાથી તમને તમારા દરેક કાર્યો માં અભૂતપૂર્વ સફળતા પ્રાપ્ત થશે.

કોઈની બુરી નજર ના લાગે :

જો તમે એક પાત્ર માં લસણ , હિંગ અને કપૂર ને સપ્રમાણ ભાગ માં લઈ તેને પીસી ને તેનો લેપ તૈયાર કરીને જયારે તે લેપ સુકાઈ જાય ત્યારે નિયમિત આ લેપ નું એક તિલક કાન ની પાછળ ના ભાગ માં લગાવી દેવું. આ ઉપાય અજમાવવાથી તમને કયારેય પણ કોઈની બુરી નજર નહી લાગે.

મન સકારાત્મક બને :

જો તમે નિયમિત એક ગ્લાસ ગરમ પાણી માં થોડી હિંગ ઉમેરીને તે પાણી ના કોગળા કરો તો તમારા મન માં રહેલા તમામ નકારાત્મક વિચારો દૂર થાય છે અને તમારું મન સકારાત્મક બને છે. આ નુસ્ખો પૂનમ ના દિવસે અજમાવવો. પુનમ ના દિવસે આ નુસ્ખો અજમાવવા થી ત્વરિત અસર જોવા મળશે.

કરજ માંથી મુક્તિ મળે :

જો તમે કરજ ના બોજ તળે દબાયેલા છો તો તમે નિયમિત તમારા સ્નાન કરવાના પાણી માં હિંગ ઉમેરી ૧૫ મિનિટ સુધી આ પાણી ને એ જ અવસ્થા માં રહેવા દેવું અને ત્યાર બાદ આ પાણી થી સ્નાન કરવું જેથી તમારા પર રહેલા તમારા કરજ માંથી મુક્તિ મળશે. આ સિવાય જો હિંગ અને દાળ નું મંગળવાર ના દિવસે દાન કરશો તો તમને કરજ માંથી ત્વરિત મુક્તિ મળશે.

ઘર માં સકારાત્મકતા ફેલાશે :

જો તમારા ઘર માં નકારાત્મકતા ની અસર જણા રહી હોય તો તમે હિંગ , કપૂર અને કાળા મરી ને એક પાત્ર માં પીસી ને તેનો પાવડર બનાવી લ્યો. ત્યાર બાદ આ પાવડર માં થોડું પાણી ઉમેરીને તેની ગોળી બનાવી લ્યો અને આ ગોળીઓ ને નિયમિત સવારે તથા સાંજે ઘરમાં સળગાવવી. એક વીક સુધી નિરંતર આ નૂસ્ખો અજમાવવા થી તમારા ઘરમાંથી નકારાત્મકતા દૂર થશે અને તમારા ઘર માં સકારાત્મકતાભર્યુ વાતાવરણ રહેશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here