આ કામ કિન્નર સમુદાય તેમના ‘ગુરુ’ માટે કરે છે, અને જો તેમા નિષ્ફ્ળ જાય તો થાય છે. આવુ કઇક

ગુરુપૂર્ણિમાનો દિવસે દરેક તેમના ગુરુનો આભાર માંને છે તેમને ભેટ આપે છે અને આશીર્વાદ લે છે. આજે અમે તમને કિન્નર સમુદાયના ગુરુ વિશે કેટલીક રસપ્રદ વાતો જણાવીશું.
કિન્નર એ એવા લોકો છે જેમને પુરુષો અને સ્ત્રીઓનું મિશ્ર સ્વરૂપ કહેવામાં આવે છે. તેઓને ત્રીજી લિંગ કેટેગરીમાં મૂકવામાં આવ્યા છે. જો કે દરેક સમયે આ કિન્નર સમુદાય સાથે ઝગડો થાય છે, પરંતુ તેમના વિશે વિગતવાર ઘણા ઓછા લોકો જાણે છે.
લોકો સામાન્ય રીતે તેમને ટાળવાનો પ્રયાસ કરે છે જેથી તેઓએ તેમના ખિસ્સામાંથી પૈસા પડાવી ના લે . પરંતુ તેમનો સમુદાય પણ ખૂબ રસપ્રદ છે. તેમના પોતાના નિયમો અને કાયદા છે જેનો તેઓ કડક પાલન પણ કરે છે.
કિન્નર સમાજના લોકો જુદા જુદા જૂથો બનાવે છે. આ જૂથો પ્રદેશ અનુસાર વિભાજિત થાય છે. તેઓના દરેક જૂથમાં ગુરુ (નેતા) હોય છે. કિન્નર લોકો તેમના ગુરુનો ખૂબ આદર કરે છે. તેઓ જે બોલે છે તે બધું પાળે છે.
તેમના માટે તેમના ગુરુ માતા અને પિતા પણ છે. જ્યારે પણ કોઈ નવું વ્યક્તિ પોતાનું લિંગ બદલીને આ જૂથમાં જોડાવા માંગે તે પહેલાં તે વ્યક્તિએ ગુરુની પરવાનગી લેવી પડે છે . જો ગુરુ હા પાડે તો કિન્નર લોકો પણ આ કાર્યમાં કરવામાં તેમની મદદ કરે છે.
દરેક જૂથમાં હાજર રહેલા ગુરુઓના પોતાના કાયદા અને નિયમો હોય છે. આ નિયમો બાકીના ગુરુઓ કરતા થોડો અલગ હોઈ શકે છે. ગુરુની ફરજ છે કે તે તેના સમૂહના બધા લોકોને ને સાથે રાખે. તેમની વચ્ચે કોઈ લડાઈ ન થવી જોઈએ. ગુરુ તેમની સુવિધાઓ અને સલામતીની જવાબદારી પણ રાખે છે. કેમ કે આ લોકો તેમના ગુરુ ની વાતને ક્યારેય નકાળતાં નથી.
ગુરુ માટે કિન્નરો આ કામ કરે છે
ગુરુ કિન્નર સમુદાયના દરેક લોકોને એક વિશેષ કામ આપે છે. ઉદાહરણ જેમ કે મોટાભાગના કિન્નરો નિશ્ચિત રકમ લાવવાનું લક્ષ્યાંક આપવામાં આવે છે.કિન્નરો નિશ્ચિત સમયમાં નિશ્ચિત રકમ લઈને ગુરુને આપવી પડે છે. જો કોઈ આમ કરવામાં સફળ ન જાય તો પછી તેને સજા તરીકે આ કામથી દૂર કરવામાં આવે છે અને તેમને સેવા, ઘરેલું કામ સંબંધિત કામ આપવામાં આવે છે.
ગુરુ કિન્નરે બનાવેલા કાયદા ખૂબ કડક છે. જો કોઈ કિન્નર વારંવાર તેમનું ઉલ્લંઘન કરે છે તો ગુરુ કોઈ વાત સાંભળતા નથી અને તેમને સજા કરવામાં આવે છે. એકપણ વ્યકિત સરળતાથી જીવન જીવી શકતા નથી, તેને આ સમાજમાં સારી રીતે જીવવા માટે ગ્રુપની જરૂર છે. આ જ કારણ છે કે કિન્નર તેના ગુરુની દરેક બાબતો અને નિયમોનું પાલન કરે છે.