જાણો ડોક્ટર શા માટે સલાહ આપે છે કીવી ખાવાની? શું તમે જાણો છો કીવી વિષે સત્ય હકીકત, જાણો અને જણાવો

મિત્રો , આપણો દેશ એ ખેતીપ્રધાન દેશ છે. અહી વિવિધ જાત ના શાકભાજીઓ તથા ફળો ઉગાડવા મા આવે છે. જો ફળો મા આપણે ચર્ચા કરીએ તો મુખ્યત્વે કેરી અને નારિયેળ ની ખેતી આપણે ત્યા વધુ પ્રમાણ મા થતી હોય છે.
પરંતુ હાલ એક વિદેશી ફળ કિવી વિશે ચર્ચા કરીશુ. જે મૂળ ન્યૂઝિલેન્ડ અને ઈટલી નુ છે. પરંતુ , હાલ આપણા હિમાચલ મા આ ફળ ની ખેતી કરવા મા આવે છે. હાલ કિવી ફળ હિમાચલ ના વાતાવરણ ને અનૂકુળ આવી ગયુ છે.
આપણા દેશ મા હિમાચલ ઉપરાંત જમ્મુ-કાશ્મીર , ઉત્તરાખંડ , ઉત્તરપ્રદેશ , સિક્કિમ , મેઘાલય , અરુણાચલ , કર્ણાટક અને કેરળ મા પણ કિવી પ્રાપ્ત થાય છે. હિમાચલ ના ખેડુતો તથા ત્યા ના બાગ-બગિચાઓ ના માલિકોએ આર્થિક સધ્ધર બનવા માટે કિવી ઉગાડવા નુ શરૂ કર્યુ.
સિરમોર , કૂલ્લુ , સોલન , મંડી અને શિમલા ના પહાડી એરીયા મા કિવી ની વધુ પડતી ખેતી કરવા મા આવતી. હિમાલય મા હેવર્ડ , એબોર્ટ , એલિસન , મોંટી , ટુમયુરી અને બુનો જેવા વિવિધ જાત ના કિવી ઉગાડવા મા આવે છે. માર્કેટ મા હેવર્ડ જાત ના કિવી ની માંગ વધુ છે.
માર્કેટ મા હિમાચલ કિવી નુ મુલ્ય ૧૦૦ રૂપિયા થી લઈ ને ૩૫૦ રૂપિયે કિલો આપવા મા આવે છે. આ ઉપરાંત ખેતર અને બાગ-બગીચા મા ૧૫ સપ્ટેમ્બર થી ૧૫ નવેમ્બર ના સમય સુધી જ કિવી તોડવા મા આવે છે. સિરમોર , રાજગઢ અને માનગઢ તથા નારગ ના વિસ્તારો મા થી કિવી દિલ્હી તથા મહારાષ્ટ્ર ના માર્કેટ મા વહેચવા માટે મોકલવા મા આવે છે.
હાલ છેલ્લા ૫ વર્ષ ના સમયગાળા થી શહેરો મા તથા મહાનગરો મા કિવી ની માંગ બહોળા પ્રમાણ મા વધી રહી છે. કિવી મા ઘણા ઔષધીય ગુણતત્વો રહેલા છે. ડેન્ગ્યુ , સ્ક્રબ ટાયફસ , હ્રદય ના રોગો જેવી જીવલેણ બિમારીઓ મા દાક્તરો પણ કિવી ખાવા ની સલાહ આપતા હોય છે. કિવી મા ભરપૂર પ્રમાણ મા વિટામિન્સ સમાયેલા છે જે શરીર મા અઢળક ઉર્જા નો સંચાર કરે છે.
ખેડૂતો અને બાગ ના માલિકો એવુ કહે છે કે હાઈ ગુણવત્તા ના કિવી ના છોડ મળવા હાલ દુર્લભ છે. ડૉ. વાઈ. એસ. પરમાર વાનિકી અને બાગબાન યુનિવર્સિટી નોણીએ સંશોધન કર્યુ છે કે છેલ્લા ૩ વર્ષ થી કિવી ની બજાર મા જેટલી માંગ છે તેટલી સંતોષી શકાતી નથી.
હિમાચલ મા કિવી ના રોપ ને જાન્યુઆરી અને ફેબ્રુઆરી માસ મા લગાવવા મા આવે છે. એક રોપ એ ૫વર્ષ ના સમયગાળા મા ફળ આપવા ની શરૂઆત કરે છે. મે માસ મા કિવી ના પોલીનેશન નુ કાર્ય કરવા મા આવે છે. કિવી મા પોલીનેશન નુ મુખ્ય કાર્ય એ છે કે મેલ અને ફિમેલ ફુલ ને ટચ કરાવી ને ફળ તૈયાર કરવુ. બાગ મા મેલ અને ફીમેલ પ્રકાર ના રોપ ને જુદી-જુદી જગ્યાએ ઉગાડવા મા આવે છે અને પોલીનેશન ની પ્રક્રિયા બાદ જુલાઈ અને ઓગસ્ટ માસ મા કિવી ના ફળ પ્રાપ્ત થાય છે.
હિમાચલ મા ૨૦૦૩ ના વર્ષ મા ખેડૂઓએ પ્રયોગાત્મક રીતે કિવી નુ ઉત્પાદન શરૂ કર્યુ. એ સમયે આ ફળ વિશે સૌ અજાણ હતા તથા તેનુ કોઈ ખરીદનાર પણ ન હતુ. પરંતુ , ૧૫ વર્ષ બાદ આ હિમાચલ કિવી ની માંગ દિલ્હી , પંજાબ , મુંબઈ , ચેન્નઈ જેવા ક્ષેત્રો મા ઊભી થઈ અને હાલ એટલી વધી છે કે તેને પૂરતા પ્રમાણ મા સંતોષી શકાતી નથી.