Spread the love

કંકાળી માતા મંદિર એક પ્રાચીન મંદિર છે, જે મધ્યપ્રદેશ રાજ્યમાં આવેલું છે. આ મંદિર મહાકાળી માતાને સમર્પિત છે. અહીં સ્થાપિત મહાકાળીની મૂર્તિ જોવા માટે દૂર-દૂરથી ભક્તો આવે છે. અહીં મહાકાળી માતાની મૂર્તિનું ગળું 45 ડિગ્રી નમેલું છે.

મહાકાળી માતાની આ પ્રતિમા દેશભરમાં એકમાત્ર એવી પ્રતિમા છે, જેનું ગળું નમેલું છે. આશ્ચર્યની વાત એ છે કે આ મૂર્તિનું ગળું પોતાની જાતે જ સીધુ થઇ જાય છે. કંકાળી માતાનું મંદિર લગભગ ઇ.સ. 1731ની આસપાસ બનાવવામાં આવ્યું હતું. તાજેતરના વર્ષોમાં ખોદકામ દરમિયાન આ મંદિર મળી આવ્યું છે. ત્યાર બાદ તેનું સારી રીતે બાંધકામ કરવામાં આવ્યું.

મંદિરનો ઇતિહાસ

આ મંદિર સાથે અનેક માન્યતાઓ જોડાયેલી છે. કેટલાક લોકો માને છે કે અહીંના સ્થાનિક રહેવાસી હર લાલ મેડાને મંદિર વિશે એક સપનું આવ્યું હતું. જેના પછી અહીં ખોદકામ કરવામાં આવ્યું અને આ મંદિર મળી આવ્યું.

જ્યારે મંદિર ટ્રસ્ટના ખજાનચી અમરસિંહ મીણાએ આ મંદિર વિશે માહિતી આપતાં જણાવ્યું હતું કે, યુપીના એક બાબા બ્રિજમોહનદાસ અહીં આવ્યા હતા અને અહીં આવીને તેમણે એક ઝૂંપડી બનાવી હતી. ઝૂંપડી બનાવતી વખતે જ્યારે તેમણે અહી ખોદકામ કર્યું. ત્યારે તેમને મહાકાળીની પ્રતિમા મળી આવી. ત્યાર બાદ તેમણે આ સ્થળે માતાની મૂર્તિ સ્થાપિત કરી દીધી. પાછળથી આ સ્થાન ઉપર એક મંદિર બનાવવામાં આવ્યું.

ક્ષેત્રફળ

આ મંદિર લગભગ 23 હજાર ચોરસ ફૂટમાં બનાવવામાં આવ્યું છે. આ મંદિરના અંદરના ભાગમાં 10,000 ચોરસ ફૂટમાં એક હોલ બનાવવામાં આવ્યો છે. ખાસ વાત એ છે કે આ હોલમાં એક પણ થાંભલો નથી.

થઈ જાય છે માતાનું ગળું સીધુ

મંદિરમાં સ્થાપિત કરાયેલી માતાની મૂર્તિનું ગળું આખા વર્ષ દરમિયાન નમેલું હોય છે. જો કે નવરાત્રી દરમિયાન ગળું સીધુ થઈ જાય છે. મંદિરના પૂજારીના જણાવ્યા મુજબ, વર્ષમાં નવરાત્રીના કોઈ એક દિવસે પ્રતિમાનું ગળું થોનડા સમય માટે સીધુ હોય છે. જો કે, અત્યાર સુધી કોઇએ આવુ થતા જોયુ નથી પણ હાં, જો કોઈ માતાજીની પ્રતિમા સીધી થતા જોઈ લે, તો તે ખૂબ જ ભાગ્યશાળી ગણાય છે અને માતા તેની દરેક ઇચ્છા પૂરી કરી દે છે.

દરેક ઇચ્છા પૂરી થાય છે પૂરી

આ મંદિરમા આવતા ભક્તો પોતાની ઇચ્છા પૂર્તિ માટે અહીં દોરી બાંધીને જાય છે. જો આ મંદિરમાં આવીને દોરી બાંધતી વખતે કોઈ ઇચ્છા માંગવામાં આવે છે, તો માતા તેને પૂરી કરી દે છે. જો નિ:સંતાન મહિલા અહીં આવીને પૂજા કરે. તો તેને બાળકની પ્રાપ્તિ થઇ જાય છે.

બાળકની પ્રાપ્તિ માટે મહિલાઓ મંદિરમાં ઉંધા હાથેથી છાણા છાપે છે, અને બાળક થયા પછી સીધા હાથનું નિશાન બનાવે છે.

કઇ રીતે પહોંચશો

આ મંદિર ભોપાલથી 18 કિમી દૂર રાયસેન જિલ્લાના ગુદાવલ ગામે આવેલું છે. ભોપાલ રેલ્વે, રસ્તા અને હવાઈ માર્ગે પહોંચી શકાય છે. ભોપાલ પહોંચ્યા પછી મંદિર જવા માટે બસ ટ્રેન સરળતાથી મળી જશે. મંદિરમાં ધર્મશાળા પણ બનાવવામાં આવી છે. જ્યાં તમે રોકાઈ શકો છો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here