Spread the love

ફિલમી લાઇફ: 14 નવેમ્બર, 2018 ના રોજ અભિનેતા રણવીર સિંહ સાથે લગ્ન કરનાર બોલિવૂડ અભિનેત્રી દીપિકા પાદુકોણ લગ્ન પહેલા રણવીર કપૂર સાથે ડેટ કરી રહી હતી. તમે જાણતા જ હશો કે, જ્યારે રણબીર કપૂર સાથેના સંબંધમાં હતો ત્યારે તેણે ગળા પર આર.કે. નામનુ ટેટુ બનાવ્યું હતું.

ત્યારે દીપિકા પાદુકોણના ગળા પર બનેલો આ ટેટુ તેના ચાહકોને ગમ્યું હતું. પરંતુ તાજેતરના ફોટા જોતાં દીપિકા પાદુકોણે તેના જૂના પ્રેમની યાદો ભૂંસી નાખી હોય તેવું લાગે છે.

ખરેખર દીપિકા પાદુકોણ તાજેતરમાં જ ટીવી સિંગિંગ રિયાલિટી શો ઇન્ડિયન આઇડોલ 11 માં પહોંચી હતી. જ્યારે તે એક તરફ તેની રંગબેરંગી સાડી વિશે ચર્ચામાં હતી, તો બીજી તરફ ગળા પર આર.કે.નું ટેટૂને હટાવવાની ચર્ચામાં હતી.

જેની વધુ સુંદર તસવીરો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહી છે. જેનાં કેટલાક બેકલેસ ફોટા પણ લોકો ખૂબ જ પસંદ કરતા હતા. આ તસવીરોમાં તે નોંધપાત્ર એ વાત હતી કે દીપિકાના ગળા પરનું ટેટૂ ગાયબ હતું.

તેની આ તસવીરો જોઈને લાગે છે કે લગ્ન પછી તેણે પોતાના જૂના પ્રેમની યાદો માટે બનાવેલા ટેટુને કાયમ માટે દૂર કરી દીધું છે.

કેટલાક લોકો કહે છે કે, દીપિકા પાદુકોણે લેસરનો ઉપયોગ કરીને તેના ગળા પરના આરકેનું ટેટુ કાઢી નાખ્યું છે. તો કેટલાક લોકોનું માનવું છે કે, દીપિકાએ આર.કે.નું ટેટુ ટેમ્મેરીય મેકઅપની મદદથી છુપાવ્યું છે.

કામની વાત કરીએ તો દીપીકા પાદુકોણ ટૂંક સમયમાં ફિલ્મ છાપકમાં જોવા મળશે. જે આ દિવસોમાં તેની ફિલ્મનું જોરદાર પ્રમોશન પણ કરી રહી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here