આજે જ ઘરે બનાવો કાઠીયાવાડ ના પ્રખ્યાત સ્વાદિષ્ટ અને લિજ્જતદાર વણેલા ગાઠિયા, જાણો રેસીપી

આજે જ ઘરે બનાવો કાઠીયાવાડ ના પ્રખ્યાત સ્વાદિષ્ટ અને લિજ્જતદાર વણેલા ગાઠિયા, જાણો રેસીપી

મિત્રો , આપણે સૌ જાણીએ છીએ કે કાઠિયાવાડ ની પ્રજા મુખ્યત્વે બે બાબત માટે જાણીતી છે. એક તો હરવા-ફરવા માટે અને બીજી ખાણી‌-પીણી માટે. આપણા કાઠિયાવાડી લોકો ની પરોઢ ચા અને ગાઠિયા ના નાસ્તા થી થાય છે. હાલ આપણે વાત કરીએ તો ફક્ત રાજકોટ શહેર નુ જ તમે એનાલીસીસ કરો તો તમે રવિવારે ફરસાણ ની દુકાનો મા ગરમા-ગરમ ગાઠિયા લેવા માટે લોકો ની લાંબી લાઈન ની પડાપડી જોઈ શકશો.

આપણા દરેક શહેર કે પ્રાંત મા ગાઠિયા નો એક અલગ જ જમાનો હોય છે. એમા પણ રાજકોટ મા તો એક અનોખી પરંપરા તો જોવા મળે છે કે પરોઢે ફાફડા ખાવા ના અને રાત્રિ દરમિયાન વણેલા ગાઠિયા જ મળે. તમે રાત્રે ૧૨-૩૦ , ૧-૩૦ , ૨-૩૦ અને સવારે ૪-૦૦ વાગ્યે પણ લારી પર ઊભા રહો અને કહો કે ભાઈ , ૨૦૦ ગ્રામ ફાફડા કરી દે.

એટલે લારી વાળો તેના માથે થી પરસેવો લૂછતા કહે , ભાઈ થોડી વાર લાગશે. વણેલા તૈયાર છે જોઈ તો બોલો અને એક તરફ મરચા તળી ને તેના પર મીઠુ ભભરાવી ને સંભારો તૈયાર કરશે. હાલ આપણે આ ગાઠિયા ઘેરબેઠા બનાવવા ની પધ્ધતિ વિશે ચર્ચા કરીશુ.

 

ગાઠિયા બનાવવા માટે ઉપયોગી વસ્તુઓ :

ચણા નો લોટ – ૧ બાઉલ , અજમા – ૧ ચમચી , નમક – જરૂર મુજબ , મરી નો પાવડર – ૧ ચમચી , સોડા – અડધી ચમચી , હિંગ – અડધી ચમચી , ઓઈલ – જરૂરીયાત મુજબ..

ગાઠિયા તૈયાર કરવા માટે સવ થી પેહલા ચણા ના લોટ ને એક પાત્ર મા લઈ તેમા એક ચમચી જેટલું તેલ ઉમેરો. પછી તેમા અજમો, નમક, ખાવા મા વપરાતો સોડા, હિંગ અને મરી નો ભુક્કો ઉમેરી ને બધી વસ્તુઓ વ્યવસ્થિત રીતે મિક્સ કરો. હવે આ મિશ્રણ મા થોડુ પાણી ઉમેરો અને વ્યવસ્થિત રીતે લોટ બાંધવો. એ વાત નુ ધ્યાન રાખવુ કે આ લોટ વધુ પડતો મુલાયમ કે વધુ પડતો કડક ના બનવો જોઈએ.

ત્યારબાદ આ લોટ ને પંદર મિનિટ સુધી ઢાંકી ને સાઈડ મા રાખી દેવો. ત્યારબાદ આ લોટ ના ગોયણા વાળી ને તેને એક સાવ સપાટ પાટલો લઇ હળવા હાથે આંકા પડે તેવી રીતે ગાઠિયા વણી લેવા. ત્યારબાદ આ ગાઠિયા ને ધીમા તાપે ચૂલ્લા પર તળી લેવા. ધ્યાન રાખવુ કે તળતી વખતે ગાઠિયા વધુ પડતા લાલ ના થઈ જાય. ત્યારબાદ ગાઠીયા પર હિંગ નો પાવડર છાંટી ગરમાગરમ સર્વ કરો. તો તૈયાર છે સ્વાદિષ્ટ ગાઠિયા.

Moni Patel

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *