મંગળ નું પરિભ્રમણ થયું મેષ રાશીમાં, જાણો કઈ રાશીની ચમકશે કિસ્મત

0

મિત્રો , હાલ ફેબ્રુઆરી મહિના મા ત્રણ ગ્રહો પોતાની રાશિ પરિવર્તિત કરી રહ્યા છે. આ ત્રણ મંગળ , બુધ અને શુક્ર ગ્રહ રાશિ પરિવર્તન કરી રહ્યા છે. મંગળ ગ્રહ મીન રાશિ મા થી મેષ રાશિ મા ,બુધ ગ્રહ મકર રાશિ મા થી કુંભ રાશિ મા જ્યારે શુક્ર ગ્રહ ધન રાશિ મા થી મકર રાશિ મા પ્રવેશ કરશે. મંગળ ને ઉર્જા આપનાર ગ્રહ ગણાય છે. તો જાણો આ પરિવર્તન શુ અસર લાવશે ?

વૃષભ :

આ રાશી ના જાતકો માટે આવક ના પ્રમાણ મા ખર્ચ વધી જશે. યાત્રા નો યોગ સર્જાઈ શકે. સ્વાસ્થ્ય બાબતે કાળજી લેવી. કોર્ટ-કચેરી ના કાર્યો થી દૂર રહેવુ. નાણા ની લેવડ-દેવડ બાબતે સાવધાની વર્તવી.

મેષ :

આ રાશી ના જાતકો ને મંગળ નુ પરિવર્તન આ રાશિ માટે લાભદાયી રહેશે. ભાગ્ય સાથ આપશે અને સ્વાસ્થ્ય તંદુરસ્ત રહેશે. સ્વભાવ ક્રોધિત રહેશે. વાદ-વિવાદ નુ સર્જન થઈ શકે. જીવનસાથી નો સહકાર મળી રહેશે.

મીન :

આ રાશી ના જાતકો માટે નવી જમીન તથા ઘર ની ખરીદી ના યોગ સર્જાઈ રહ્યા છે. સંતાનો ના સ્વભાવ જિદ્દી થઈ શકે. સ્વાસ્થ્ય અંગે કાળજી રાખવી. વાહન ચલાવતા સમયે સાવધાની વર્તવી.

વૃશ્ચિક :

આ રાશી ના જાતકો માટે કોઈપણ વાહન ચલાવતી વખતે સાવધાની વર્તવી, અકસ્માત ના યોગ સર્જાઈ રહ્યા છે. વિદ્યાર્થી માટે આવનાર સમય લાભદાયી રહે છે. પરંતુ , તેના માટે અથાગ પરિશ્રમ કરવો પડશે. શત્રુઓ સામે વિજય પ્રાપ્ત થશે. યાત્રા ના યોગ સર્જાઈ શકે.

ધન :

આ રાશી ના જાતકો માટે કોઈપણ સંબંધ મા ધીરજ રાખવી, સંતાનો ના જિદ્દી સ્વભાવ નો સામનો કરવો પડી શકે. નાણા નો વપરાશ વધી શકે. આવક ના સ્ત્રોત મા પણ વધારો થશે. વિદેશ યાત્રા ના યોગ સર્જાઈ રહ્યા છે.

કુંભ :

આ રાશી ના જાતકો માટે નાણા ની લેવડ-દેવડ થી બચવુ. શત્રુઓ સામે વિજય પ્રાપ્ત થશે. ધાર્મિક કાર્યો કરવા ના યોગ સર્જાઈ રહ્યા છે. યાત્રા ના યોગ સર્જાશે.

મકર :

આ રાશી ના જાતકો માટે તમારી ઘર ની સંપત્તિ અને વાહન સંબંધિત સફળતા પ્રાપ્ત થશે. ઘર ના સદસ્યો સાથે તાલમેલ બનાવી ને ચાલવુ. કાર્યસ્થળે ઉચ્ચ અધિકારીઓ દ્વારા લાભ મળશે.

મિથુન :

આ રાશી ના જાતકો ની આર્થિક પરિસ્થિતિ સધ્ધર રહેશે. નવા મકાન ની ખરીદી થઈ શકે. સુખ-સમૃધ્ધિ મા વધારો થતા ખર્ચ નુ પ્રમાણ વધશે. સંતાનો તરફ થી શુભ સમાચાર મળી શકે. નવા વ્યક્તિઓ સાથે મુલાકાત ના યોગ સર્જાશે. સ્વાસ્થ્ય ની યોગ્ય કાળજી લેવી.

કર્ક :

આ રાશી ના જાતકો ને કારકિર્દી ક્ષેત્રે સમય શુભ રહેશે. વ્યાપાર ક્ષેત્રે અભૂતપૂર્વ સફળતા પ્રાપ્ત થશે. કોઈ કાર્ય બાબતે ઉતાવળીયા નિર્ણયો ના લેવા. કુટુંબ મા ખુશી નો માહોલ જળવાઈ રહેશે.

સિંહ :

આ રાશી ના જાતકો ને નાણા નો ખોટી જગ્યા એ વ્યય ના કરવો. સહકર્મીઓ નો કાર્ય મા સહકાર મળશે. ધાર્મિક યાત્રા પર જવા ના યોગ સર્જાઈ શકે. અથાગ પરિશ્રમ નુ શુભ ફળ પ્રાપ્ત થશે.

કન્યા :

આ રાશી ના જાતકો ને સ્વાસ્થ્ય અંગે વિશેષ કાળજી રાખવી. રક્ત સંબંધી સમસ્યા નો ઉદ્દભવ થઈ શકે. અણધાર્યો ધન લાભ થઈ શકે. પરિશ્રમ કર્યા પ્રમાણે લાભ પ્રાપ્ત થઈ શકે નહી.

તુલા :

આ રાશી ના જાતકો ને લાઈફ પાર્ટનર સાથે ના સંબંધ મા તણાવ આવી શકે. ક્રોધ પર નિયંત્રણ રાખવો. કાર્યસ્થળે ઉચ્ચ અધિકારીઓ તરફ થી પ્રશંસા મળશે. વ્યાપાર ક્ષેત્રે જોડાયેલા લોકો ને લાભ મળશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here