મર્યા પછી દીકરાઓ ને કરોડપતિ બનાવી ગયા કાદર ખાન,પોતાના પાછળ છોડીને ગયા આટલી બધી મિલકત

0

મિત્રો ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝ ની અંદર કોમેડિયન એવા કાદરખાન ને તો દરેક લોકો જાણતા જ હશે. જેનું મૃત્યુ 31 ડિસેમ્બરના રોજ થયું હતું. તેઓ બોલીવુડ ની અંદર એક દિગ્ગજ અભિનેતા ઓ માના એક હતા. જ્યારે પણ તેમને યાદ કરવામાં આવે છે ત્યારે દરેક લોકોના ચહેરા પર હસી આવી જાય છે.

તેનો બોલિવૂડની ફિલ્મની અંદર એક અલગ જ કિરદાર હતો. તેમના દ્વારા ભરવામાં આવેલા દરેક પાત્રો યાદ કરીને હસવુ આવી જાય છે. કાદરખાન નો જાદુ ૯૦ ના દશકામાં ખૂબ જ ચાલ્યો હતો. ખાસ કરીને કાદર ખાન ની ગોવિંદા સાથેની જોડી ખૂબ જ મશહૂર છે. આ બંને અભિનેતાઓએ ભેગા મળીને ઘણી બધી ફિલ્મો કરી છે જેમાં હીરો નંબર 1, રાજા બાબુ, દુલ્હે રાજા, આંખે મુખ્ય ગણવામાં આવે છે.

પરંતુ લોકોને હસાવવા કાદરખાન હવે આ દુનિયામાં રહ્યા નથી. તેના મૃત્યુના કારણે તેના ચાહકોમાં એક મોટો ઝટકો લાગ્યો છે. નવા વર્ષના પહેલા દિવસે જ કાદરખાન ના મૃત્યુ ના સમાચાર સાંભળીને ઘણા લોકોની આંખો ભીની થઈ ગઈ હતી. તેઓને થોડા દિવસો પહેલા જ તેમને ક્રીટીકલ કંડીશન માં કેનેડા ની હોસ્પિટલ માં ભરતી કરાવવામાં આવ્યા હતા. જણાવી દઈએ 81 વર્ષ ની ઉંમર માં કાદર ખાન નું નિધન થયું છે.

છોડીને ગયા આટલા કરોડ રૂપિયા

મીડિયામાં જણાવ્યા અનુસાર તેઓ છેલ્લા ઘણા સમયથી પોતાને એકલા અનુભવ કરવા લાગ્યા હતા. આટલા સમય સુધી બોલિવૂડ ની અંદર કામ કરવા છતાં પણ કોઈ બોલીવુડ ના લોકો તેનો હાલચાલ પૂછવા પણ નથી આવ્યા. પોતાના કેરિયરની અંદર કાદર ખાને ઘણી બધી સુપરહીટ ફિલ્મોમાં કામ કર્યું છે.

કાદરખાન માત્ર અભિનેતા જ નહોતા પરંતુ તેઓ સારા સ્ક્રીપ્ટ રાઈટર અને ડાયરેક્ટર પણ હતા. પોતાની જીંદગીની અંદર તેઓએ 300થી વધારે ફિલ્મો ની અંદર કામ કર્યું છે. તેઓ 70 કરોડના માલિક હતા. આ બધી રકમ તેણે પોતાના પાછળ છોડી છે.

રાખવામાં આવ્યા હતા વેન્ટીલેટર પર

થોડા દિવસ પહેલાં જ્યારે તેની તબિયત ખરાબ થઈ ત્યારે તેઓને હોસ્પિટલમાં વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા હતા. આ ઉપરાંત પ્રોગ્રેસીવ સુપ્ર્યાન્યુક્લીયર પાલ્સી ડીસઓર્ડર ના કારણે તેમના મગજ એ પણ કામ કરવાનું બંધ કરી દીધું હતું. તેને શ્વાસ લેવામાં ખૂબ તકલીફ થતી હતી જેથી કરીને તેને વેન્ટીલેટર ઉપર રાખવામાં આવ્યા હતા.

મૃત્યુ સમયે તેઓ 81 વર્ષના થયા હતા. આટલી ઉંમર ના કારણે તેમને બોલવામાં પણ તકલીફ થતી હતી. તેમની વાતો તેના દીકરા અને તેમની વહુ સમજી શકતા. પ્રોગ્રેસીવ સુપ્રાન્યુક્લીયર પાલ્સી એક સામાન્ય મસ્તિષ્ક વિકાર છે જે શરીર ની ગતી, શરીર ના સંતુલન, બોલવા, દેખવા, મનોદશા,અને વ્યવહાર ની સાથે વિચાર ને પ્રભાવિત કરે છે.

આ ફિલ્મો માં કર્યું કામ

કાદર ખાને પોતાની પૂરી જિંદગીમાં બૉલીવુડ ની અંદર કુલ 300 થી વધારે ફિલ્મો કરી છે. જેમાં સૌથી સારી અને સુપરહિટ ફિલ્મમાં અમુક ફિલ્મો જેવી કે કુલી નંબર 1, હીરો નંબર 1, આંટી નંબર 1, રાજા બાબુ, દુલ્હે રાજા, જુદાઈ, તકદીરવાલા, સાજન ચલે સસુરાલ, રાજાજી, આંખે, બોલ રાધા બોલ, ઘર હો તો એસ જેવી સુપરહિટ ફિલ્મો માં કમાલ નો અભિનય કર્યો છે.

તેમની છેલ્લી ફિલ્મ વર્ષ 2015 માં આવી ‘હો ગયા દિમાગ ક દહીં’ હતી. જણાવી દઈએ ગોવિંદા અને શક્તિ કપૂર ની સાથે તેમની જોડી સૌથી વધારે મશહુર હતી. તેમને શક્તિ કપૂર ની સાતેહ લગભગ 100 ફિલ્મો માં કામ કર્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here