અંબાણી પરિવારની ‘નાની વહુ’ બનવાની છે,તે ખુબજ સુંદર અને ક્યૂટ છે, જુઓ તસ્વીરો મા

ક્યુટનેસ મામલે બોલીવુડની અભિનેત્રીઓને ટક્કર આપે છે અંબાણી પરિવારની થનારી ‘નાની વહુ’ છે મુકેશ અંબાણી અને નીતા અંબાણીના મોટા દીકરા આકાશ અંબાણીના લગ્ન 9 માર્ચના રોજ હીરાના વેપારી રસેલ મહેતાની દીકરી શ્લોકા મહેતા સાથે થયા હતા. આ પ્રસંગે દેશ-વિદેશની મોટી-મોટી હસ્તિઓએ હાજરી આપી હતી.
પરંતુ આ બધામાં એક એવી છોકરી હતી જે અંબાણી પરિવારની ખૂબ જ નજીક જણાઈ આવતી હતી. એ રાધિકા મર્ચન્ટ હતી. કહેવાય રહ્યું છે કે રાધિકા મર્ચન્ટ મુકેશ અંબાણીના નાના દીકરા અનંત અંબાણીની ગર્લફ્રેન્ડ છે.
રાધિકા મર્ચન્ટ
અંબાણી પરિવારના દરેક પ્રસંગોમાં જોવા મળે છે. એ જ રીતે એ આકાશ-શ્લોકાનાં લગ્નમાં પણ છવાયેલી હતી. લગ્નના એક મહિના પછી રાધિકાની કેટલીક લગ્નના ફંક્શનની તસવીરો વાયરલ થઇ રહી છે. મહેંદીના ફંક્શનની એક તસ્વીર છે
,
જેમાં રાધિકા લાલ રંગના ડ્રેસમાં જોવા મળી રહી છે અને તેની સાથે મહેંદી ક્વીન વીના નાગડા પણ જોવા મળે છે. આ તસ્વીરમાં રાધિકા ખૂબ જ સુંદર દેખાઈ રહી છે.
રાધિકા બિઝનેસમેન વીરેન મર્ચન્ટની દીકરી છે. વીરેન મર્ચન્ટ એન્કર હેલ્થકેરના સીઈઓ અને વાઇસ ચેરમેન છે. રાધિકાની એક બહેન છે અંજલિ, જે પણ અત્યારે આ જ કંપનીમાં ડાયરેક્ટર છે. રાધિકા અને અનંત લાંબા સમયથી મિત્રો છે. એ પછી બંને વચ્ચે સંબંધની ખબરો આવી હતી.
મુકેશ અંબાણીનું સામ્રાજ્ય દિવસે-દિવસે વધી રહ્યું છે. તેની દીકરી ઈશા અંબાણી અને આકાશ અંબાણી પરિવારની જવાબદારી સંભાળી રહ્યા છે.
બંને જિયો પ્લેટફોર્મ અને રિલાયન્સ રિટેલનું કામકાજ જોઈ રહ્યા છે. તો નાના દીકરા અનંત અંબાણીને પણ ફેમિલી બિઝનેસની જવાબદારી આપવામાં આવી છે.
હવે લોકો અનંત અંબાણીના લગ્નની રાહ જોઈ રહ્યા છે. આ લગ્ન તો ફક્ત હવે ઐપચારિકતા જ રહી ગઈ છે. જેનો ખુલાસો આકાશ અંબાણીની સગાઈના સમયે જ થઇ ગયો હતો. જયારે અનંતે તેની ગર્લફ્રેન્ડ રાધિકા મર્ચન્ટને ઇન્વાઇટ કરી હતી. આ બાદ રાધિકા અંબાણી પરિવારમાં થતા ફંક્શનમાં જોવા મળે છે. નીતા અને મુકેશ અંબાણી પણ તેને વહુ જ માને છે.
રાધિકા પણ હવે ફેમિલી બિઝનેસથી જોડાયેલી જવાબદારી નિભાવી રહી છે. રાધિકા પણ નીતા અંબાણી, ઈશા અંબાણી, શ્લોકા મહેતાની જેમ ફેશન સ્ટેટમેન્ટ અને સોશિયલ એક્ટિવિટીના કારણે લાઇમલાઇટમાં રહેતી હોય છે. રાધિકા મર્ચન્ટની તસ્વીર પણ વારંવાર સોશિયલ મીડિયામાં શેર થતી રહે છે.
રાધિકાના ફેન પેજ પર તેની બાળપણની તસ્વીર પણ છે. આ તસ્વીરમાં રાધિકા અને તેની બહેન અંજલિ બહુ જ ક્યૂટ જોવા મળી રહી છે.
આટલું જ નહીં રાધિકાની એક તસ્વીર મુકેશ અંબાણી સાથે પણ છે. અહીં પણ રાધિકાની સ્માઈલ બધાનું દિલ જીતી લે છે.
આ સિવાય રાધિકાની થોડા વર્ષ પહેલાની એક તસ્વીર જોઈ શકાય છે જેમાં તે લાલ સાડીમાં જોવા મળે છે.
અંબાણી પરિવારના એક ફંકશનમાં રાધિકા મર્ચન્ટ. જેમાં મુકેશ અંબાણી, નીતા અંબાણી, ઈશા અંબાણી અને રાધિકા તેના થનારા પતિ અનંત અંબાણી સાથે છે. આ તસ્વીરથી કહી શકાય કે, રાધિકા મર્ચન્ટ અંબાણી પરિવારનો હિસ્સો બની ચુકી છે.
રાધિકા મર્ચન્ટ તેની થનારી સાસુ નીતા અંબાણી સાથે આઇપીએલની મેચમાં પણ જાય છે. મુંબઈ ઇન્ડિયન્સ નીતા અંબાણીની આઇપીએલની ટિમ છે.
રાધિકા મર્ચન્ટ બોયફ્રેન્ડ અનંત અંબાણી સાથે આઉટિંગ પર જોવા મળે છે.