Spread the love

અચલગઢ રાજસ્થાનના માઉન્ટ આબુમાં આવેલું એક સ્થળ છે. તે વિશ્વનું એકમાત્ર એવું સ્થળ છે, જ્યાં ભગવાન શિવના અંગૂઠાની પૂજા કરવામાં આવે છે. ભારતના તમામ શિવના મંદિરમાં શિવલિંગની પૂજા કરવામાં આવે છે પરંતુ અહીં ભગવાન શિવના અંગૂઠાની પૂજા કરવામાં આવે છે.

જીં હા ખરેખર, ભગવાન શિવના અંગૂઠાની છાપ આજે પણ અહીં જોઇ શકાય છે. અહીંના મંદિરમાં ભગવાન શિવજીના નાના મોટા બીજા 108 મંદિરો આવેલા છે. માટે આ જગ્યાને અર્ધકાશી તરીકે પણ ઓળખવામાં આવે છે.

મનોકામના થાય છે પૂરી

માઉન્ટબાબુની ટેકરીઓ પર આવેલ અચલગઢ મંદિર એક પૌરાણિક મંદિર છે. આ મંદિરમાં દર્શને આવતા લોકોનું માનવુ છે કે ફક્ત એક મુવાકાતમાં જ તેમની બધી જ માન્યતાઓ પૂરી થાય છે. અહીં , માનવામાં આવે છે કે મહાશિવરાત્રીના દિવસે ભગવાન શિવના મંદિરમાં ભગવાન શંકર ભક્તોની ઇચ્છા પૂરી કરે છે અને તેમની ગરીબી દૂર થાય છે.

નંદી સાથે જોડાયેલુ રહસ્ય

આ મંદિરની પૌરાણિક કથા જોડાયેલી છે, જે મુજબ જ્યારે અર્બુદા પર્વત પર સ્થિત નંદિવર્ધન ધ્રુજવા માંડ્યો, ત્યારે હિમાલયમાં તપશ્ચર્યા કરી રહેલા ભગવાન શંકરની તપસ્યા ભંગ થઈ ગઈ હતી. કારણ કે, ભગવાન શિવની પ્રિય ગાય નંદી પણ આ પર્વત પર હતી.

તેથી નંદી ગાયને પર્વતથી બચાવવા માટે ભગવાન શંકરે હિમાલયથી પોતાનો અંગૂઠો લાંબો કર્યો અને અર્બુદા પર્વતને ઠીક કર્યા. આમ કરવાથી નંદી ગાય બચી ગઈ અને પર્વત પણ સ્થિર થયો.

પાણીનું રહસ્ય

ભગવાન શિવજીના અંગુઠાની નીચે અહીં એક ખાડો છે, આ ખાડામાં  લોકો પાણી ચઠાવે છે આ ખાડામાં ગમે તેટલુ પાણી નાખવામાં આવે પાણી અહીં અંદર જ સમાઇ જાય છે. આ પણ અહીંનું એક રહસ્ય છે.

શિવજી અહીં સાક્ષાત છે

સ્કંદ પુરાણ મુજબ ભગવાન શંકર અને વિષ્ણુ એક રાત્રે આખા અર્બુદા પર્વતની મુલાકાત લે છે. તેની ગુફાઓમાં આજે પણ સેંકડો સાધુઓ ધ્યાન કરે છે, કહેવાય છે કે ભગવાન શંકર આજે પણ આ ગુફાઓમાં રહે છે અને પ્રસન્ન થઈ લોકોને દર્શન પણ આપે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here