Spread the love

કાનની અંદર દુખાવો થવો ખુબ જ ગંભીર બાબત છે. ઘણી વાર આ દુખાવો મગજ સુધી પહોંચી જાય છે. અને રાત્રે શાંતિથી સુવા પણ નથી દેતો. અને આ દુઃખાવો ઘણીવાર એવા સમયે થાય છે જ્યારે આપણે કોઈ દવા પણ નથી લઇ શકતા. પરંતુ આ દુઃખાવાને ઘરમાં જ પડેલી કેટલીક વસ્તુઓ દ્વારા બહુ જ સરળતાથી બંધ કરી શકાય છે. ચાલો જોઈએ કેવી રીતે…!!!

1. લસણ:
લસણની અંદર એન્ટી બેક્ટીરિયલ ગુણો રહેલા છે. જે કાનની અંદર થયેલા સંક્ર્મણમાં મદદગાર સાબિત થાય છે. માટે કાનમાં જ્યારે દુઃખાવો થાય ત્યારે તમે લસણનો પ્રયોગ કરી શકો છો. જો તમને રોજ દુઃખાવો થતો હોય તો નિયમિત લસણ ખાવાની આદત પાડવી જેના કારણે રાહત મળશે. આ ઉપરાંત કાનની અંદર લસણનો રસ પણ નાખી શકો છો. રસ બનવવા માટે લસણને બરાબર કચલી લો અને જે રસ નીકળે તેને રૂની મદદથી કાનમાં નાખો. તમે તેમાં તેલ પણ ભેળવી શકો છો.

2. સરસવનું તેલ:
કાનમાં દુઃખાવો થાય ત્યારે સરસવનું તેલ પણ ખુબ જ ફાયદાકારક છે. તેના માટે તેલને ગરમ કરીને તેની અંદર લસણની એક કળી નાખી દેવી. તેલને ગરમ કર્યા બાદ થોડું ઠંડુ કરી લેવું. ત્યારબાદ કોટનની મદદથી તેને કાનમાં નાખવું. આ પ્રક્રિયા વારંવાર કરવાથી કાનનો દુખાવો દૂર થઇ જશે.

3. આદુ:
કાનના દુખાવામાં આદુ પણ કારગર સાબિત થાય છે. આદુની અંદર પણ એન્ટી ઈફ્લેમેટરી ગન રહેલા છે. જે દુખાવાને શાંત કરે છે. દુખાવો શાંત કરવા માટે આદુને નાના નાના ટુકડામાં કાપી લેવું. ત્યારબાદ સરસવનું તેલ ગરમ કરી તેની અંદર આદુના ટુકડા નાખી દેવા. તેલ ગરમ થયા બાદ થોડું ઠંડુ થવા દઈને કોટનની મદદથી કાનમાં નાખવું. અને કોટન કાનની ઉપર જ રાખી લેવું.

4. આઇસપેક:
જયારે જયારે કાનની અંદર દુખાવો થાય ત્યારે જે કાનમાં દુખાવો થતો હોય ત્યાં તમે આઇસપેક રાખી શકો છો. જેના કારણે દુખાવો શાંત થશે. આ ઉપરાંત તમે હિટ પેડ પણ કાન ઉપર રાખી શકો છો, જો તમારી પાસે હિટ પેડ ના હોય તો તમે એક કપડાને ગરમ કરીને પણ કાન ઉપર રાખી શકો છો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here