સતત ૨૪ દિવસ રહેશે આ ૪ ગ્રહોનો ભયંકર સંયોગ, તેનાથી થશે બધી જ રાશિના જાતકોના કરિયર પર સીધી અસર

0

હાલ આવનાર સમય મા શુક્ર ગ્રહ ધનુ રાશિ મા પ્રવેશ કરવા જઈ રહ્યો છે ત્યારે તેની સાથે જ એક અત્યંત રોચક સંયોગ રચાઈ રહ્યો છે. ધનુ રાશિ મા શનિ, બૃહસ્પતિ અને કેતુ પહેલાં થી ઉપસ્થિત જ હતા અને હાલ શુક્ર ના આગમન થી ધનુ રાશિ મા ચાર ગ્રહો નો સંયોગ નો યોગ બની ચુક્યો છે. આ ચાર ગ્રહો નો સંયોગ ૧૫મી ડિસેમ્બર સુધી રહેશે. આ ચતુગ્રહી સંયોગ સમગ્ર વિશ્વ પર વિશેષ પ્રભાવ પાડશે. આ સંયોગ નો પ્રભાવ જુદી-જુદી રાશિઓ પર જુદો-જુદો પડશે. તો ચાલો આ વિશે વિસ્તૃત મા જાણીએ.

મેષ રાશી :

આ રાશિ જાતકો પોતાના કાર્યક્ષેત્ર અંગે પરિવર્તન કરવાનું વિચારી રહ્યા છે જે તેમના માટે લાભદાયી સાબિત થશે. યાત્રા કરતાં પૂર્વે વિશેષ સાવચેતી રાખવી. અમુક માનસિક વિકારો તમારા માનસપટ ને ઘેરી વળશે સતર્ક રહેવું.

વૃષભ રાશી :

આ રાશી જાતકો એ પોતાના સ્વાસ્થ્ય અંગે વિશેષ સાવચેતી રાખવી. આવક કરતાં ખર્ચ માં વૃદ્ધિ થશે. કૌટુંબિક વાદ-વિવાદ થી દૂર રહેવું. આર્થિક સ્થિતિ મધ્યમ રહેશે.

મિથુન રાશી :

આ રાશી જાતકો એ આવનાર સમયમાં વાદ-વિવાદથી દૂર રહેવું. વ્યવસાય અંગે ભારે નુકશાની નો સામનો કરવો પડી શકે. જીવનસાથી સાથે તણાવભર્યો માહોલ બની શકે. કોર્ટ કચેરી ના કાર્યો થી દુર રહેવું.

કર્ક રાશી :

આ રાશી જાતકો કાર્ય ક્ષેત્રે ઉત્તરોતર પ્રગતિ મેળવશે. માનસિક તણાવ માંથી મુક્તિ મેળવશો. સ્વાસ્થ્ય અંગે વિશેષ સાવચેતી રાખવી. વાદ-વિવાદ થી દૂર રહેજો.

સિંહ રાશી :

આ રાશી જાતકો ને સંતાન તરફ થી શુભ સમાચાર પ્રાપ્ત થવાના યોગ સર્જાઈ રહ્યા છે. આકસ્મિક ધનલાભ થવાના યોગ સર્જાઈ રહ્યા છે, બહાર જતી વખતે સાવચેતી રાખવી અકસ્માત થવાના યોગ સર્જાઈ રહ્યા છે.

કન્યા રાશી :

સ્વાસ્થ્ય અંગે વિશેષ સાવચેતી રાખવી. પેટ સંબંધિત કોઈ સમસ્યા થી પીડાઈ શકો. પૈતૃક સંપત્તિ ના વાદ-વિવાદ નો ભોગ બનવું પડી શકે. કાર્યક્ષેત્રે જરાપણ લાપરવાહી ના રાખવી. વ્યવસાય ક્ષેત્રે આકસ્મિક ધનલાભ થવાના યોગ સર્જાઈ રહ્યા છે.

તુલા રાશી :

આ રાશિજાતકો એ યાત્રા કરતાં પૂર્વે સાવચેતી રાખવી અકસ્માત ના યોગ સર્જાઈ રહ્યા છે. કોઈપણ નિર્ણય લેતાં પૂર્વે તેના પર વિચાર-વિમર્શ અવશ્યપણે કરશો.

વૃશ્ચિક રાશી :

આ રાશિજાતકો એ આવનાર સમય માં આર્થિક નુકસાની થી બચવુ, કોઈપણ જગ્યા એ નાણાં નિવેશ કરતાં પૂર્વે અનુભવોની સલાહ અવશ્યપણે લેવી. સ્વાય્થ્ય સાનુકૂળ રહેશે.

ધનુ રાશી :

આ રાશીજાતકો એ આવનાર સમય માં ઘરનો માહોલ તણાવમયી ના બને તે અંગે વિશેષ સાવચેતી રાખવી. માર્ગ પર વાહનને સાવચેતીપૂર્વક ચલાવવું અકસ્માતના યોગ બની રહ્યા છે.

મકર રાશી :

આ રાશિજાતકો આવનાર સમય માં હાડકા અને નેત્રો સંબંધિત સમસ્યા થી પીડાઈ શકે. કૌટુંબિક વાદ-વિવાદ થી દૂર રહેવું. જીવનસાથી સાથેના સંબંધો મજબૂત બનશે. પ્રેમ સંબંધ માટે સાનુકૂળ સમય જણાઈ રહ્યો છે.

કુંભ રાશી :

આ રાશી જાતકો માટે આવનાર સમય માં નાણાંકિય સંબંધિત ખર્ચ માં વૃદ્ધિ થતી જોવા મળશે. સંતાન તરફ થી કોઈ તણાવજનક સમાચાર પ્રાપ્ત થઈ શકે. પરિવાર ના સદસ્યો ધાર્મિક પ્રસંગ માં વ્યસ્ત રહે.

મીન રાશી :

આ રાશિજાતકો એ આવનાર સમય માં પોતાના સ્વાસ્થ્ય અં‌ગે વિશેષ સાવચેતી રાખવી પડશે. વ્યવસાય ક્ષેત્રે ઉત્તરોતર પ્રગતિ થશે. કોઈ અગત્ય ના કાર્ય હેતુસર યાત્રા પર જવાના યોગ સર્જાઈ રહ્યા છે. લાંબા સમયગાળા બાદ તમે તમારા મિત્રો સાથે એક સારો એવો સમય વિતાવી શકશો. કાર્યસ્થળ તમારા ઉચ્ચ અધિકારીઓ તમારા કાર્ય થી પ્રસન્ન રહેશે. આર્થિક સ્થિતિ પ્રબળ રહેશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here