સવારે ઉઠતાજ હથેળી સામે જોઈને બોલો આ મંત્ર, જીવનમાં ક્યારે નહીં રહે પૈસાની કમી

0

મિત્રો આજે આપણે જીવનમાં ઉપયોગી એવા વાસ્તુનાં નિયમ વિશે વાત કરવા જઈ રહ્યા છીએ. વાસ્તુશાસ્ત્ર અનુસાર સવારે વહેલા ઊઠીને અમુક શ્લોકો અથવા મંત્ર બોલવાથી જીવનમાં રહેલી બધી સમસ્યાઓ દૂર થાય છે તથા ધન લાભ પણ થાય છે. પરંતુ એક વસ્તુનું ધ્યાન રહે કે સવારે ઊઠીને અહીં જણાવેલી આ અમુક વસ્તુઓને ક્યારે પણ ન જોવી. આમ કરવાથી નુકસાન થઈ શકે છે. શાસ્ત્રોમાં જણાવ્યું છે કે જો દિવસની શરૂઆત શુભ હશે તો આખો દિવસ શુભ મંગલ રહેશે. પણ ઘણી વખત કોઈ ખરાબ વસ્તુ જોઈ જવાથી દિવસ ખરાબ જતો હોય છે.

આપણા જીવનમાં એવી ઘણી બધી વસ્તુઓ છે જે નાની છે તેથી આપણે તેના પર ધ્યાન નથી આપતા. પરંતુ તમને જણાવી દઇએ કે આ નાની દેખાતી વસ્તુઓ આપણા જીવનમાં ખૂબ મોટો પ્રભાવ પાડી શકે છે. પરંતુ વાસ્તુશાસ્ત્રમાં અમુક એવા નિયમો જણાવ્યા છે જેનો ઉપયોગ કરીને તમે તમારા જીવનમાં આવેલા સંકટને દૂર કરી શકો છો. અને તમારા દિવસને એક ઉત્તમ દિવસ બનાવી શકો છો.

મિત્રો તમને જણાવી દઈએ કે વાસ્તુશાસ્ત્રની અંદર સૌથી પહેલો નિયમ એ છે કે સવારે ઊઠીને ક્યારે પણ અરીસા સામે ન જોવું. જો તમે સવારે ઊઠીને અરીસા સામે તમારું મૌ જોશો તો તમારો આખો દિવસ નકારાત્મક વસ્તુઓ થી પીડાતો રહેશે. તમે દિવસ દરમ્યાન દુઃખી રહેશો અને દરેક કામમાં ભૂલ કરશો. તેથી સવારે ઊઠીને ક્યારે પણ અરીસા સામે ન જોવું જોઈએ.

વાસ્તુશાસ્ત્ર ની અંદર એવું પણ જણાવવામાં આવ્યું છે કે બની શકે તો સવારે ઊઠીને કોઈનો પણ ચહેરો ન જ જોવો જોઈએ. કારણકે અમુક લોકોના ચહેરાના દર્શન આપના માટે અશુભ પણ સાબિત થઈ શકે છે. તો આ સમસ્યાને દૂર કરવા માટે તમે જ્યારે સવારે ઉઠો ત્યારે સૌથી પહેલા તમારી આંખો ખોલીને તમારી દ્રષ્ટિ તમારા બે હાથ ખુલ્લા રાખીને તેના પર પાડવી જોઈએ. ત્યારબાદ તમારે “કરાગ્રે વસતે લક્ષ્મી કર મધ્યે સરસ્વતી, કરમૂલે તૂ ગોવિંદ પ્રભાતે કર દર્શનમ” મંત્ર બોલવો જોઈએ.

જો બની શકે તો તમારા દિવસની શરૂઆત તમે જે દેવતામાં શ્રદ્ધા રાખો છો તેવા તમારા ઇષ્ટદેવ ના દર્શન કરીને જ શરૂ કરવી જોઈએ. જેના કારણે તમારો આખો દિવસ સકારાત્મક રહેશે અને કોઈ દૃષ્ઠ શક્તિનો પ્રભાવ તમારા પણ ન પડે.

જો સવારમાં ઊઠીને તમારા કાનમાં શંખ અથવા તો મંદિરના ઘંટનો અવાજ સંભળાય તો તેને ખૂબ જ શુભ માનવામાં આવે છે. તેનું કારણ એ છે કે આ અવાજના કારણે તમારી આજુબાજુ રહેલી નકારાત્મક ઊર્જા દૂર થાય છે. અને આ અવાજના કારણે તમારા શરીરમાં પણ સ્ફૂર્તિ બની રહે છે. જેથી સવારમાં ઉઠીને એવી વસ્તુઓ જૂઓ કે જેનાથી સકારાત્મકતા આવે જેમ કે નારીયેલ, શંખ, મોર, ફળ, ફૂલ વગેરે.

જીવનમાં સારો પ્રભાવ પાડવા માટે સવારે ઉઠતા જ તમારે તમારી બંને હથેળીઓને ખુલ્લી રાખીને બંને હાથ આંખો સામે રહે તે રીતે રાખી સામે જોવું જોઈએ. આ કામ તો કોઈ લોકોની નિયમિત દિનચર્યાનો એક ભાગ પણ હોય છે. આપણે સૌથી પહેલા પથારી પરથી ઉઠીને હાથ જોઇને પ્રાત: સ્મરણ મંત્ર બોલવો જોઈએ. ત્યાર બાદ હાથને ખોલીને હથેળીઓને ધ્યાનથી જોવી જોઈએ.

ઘણા લોકો એવું કહેતા હોય છે કે શા માટે સવારે ઊઠીને હથેળી સમક્ષ જોવું જોઈએ? તો તેનું કારણ એ છે કે આપણે આપણા હાથોથી કર્મ કરીએ છીએ અને તે જ આપણને આપણા કર્મોનું ફળ અપાવે છે અને તે જ કારણ છે કે આપણે આપણા હાથોને જોઈએ તો આખો દિવસ સારો જાય છે. મિત્રો જો આટલી વસ્તુ તમે તમારા જીવન માં ઉતારી દેશો તો ક્યારેય પણ જીવનમાં દુઃખી નહીં થાવ. અને તેને સંબંધિત કોઈપણ સમસ્યા તમારા જીવનમાં પ્રવેશ નહી..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here