શું તમે પણ પૈસા ની તંગી ના કારણે પરેશાન છો? તો જરૂર અજમાવો આ ત્રણ માંથી એક ઉપાય

0

મિત્રો , માનવી નુ જીવન એ તદ્દન વિચિત્ર પ્રકાર નુ હોય છે તેમના જીવન મા નિરંતર ઉતાર-ચઢાવ ની પરિસ્થિતિ સર્જાયેલી હોય છે જેમા ક્યારેક સુખ નુ વાતાવરણ હોય છે તો ક્યારેક દુઃખ ના વાદળો છવાયેલા હોય છે. આ જીંદગી મા અમુક એવા પણ વિકટજનક સમય આવી જાય છે કે જયારે આપણે કોઈ પાસે થી ઊછી ના નાણા લેવા પડે છે અને આ નાણા આપણા જીવન પર સાપ ની જેમ વિટળાય જાય છે. જેમા થી બચવુ ખુબ જ અઘરુ હોય છે.

આ ઋણ જ્યા સુધી ચુકતે ના થાય ત્યા સુધી આપણે શાંતિ થી જીવન વ્યતીત ના કરી શકીએ અને તણાવ નુ વાતાવરણ સર્જાય છે. મોટાભાગે ધંધા અને ખેતી સાથે સંકળાયેલા લોકો ને ઊછી ના નાણા લેવા ની આવશ્યકતા પડતી હોય છે. પરંતુ , જ્યારે સામાન્ય વર્ગ નો માનવી કરજ લે છે અને તેના ચક્ર મા સલવાય જાય છે. તો તેમા થી બહાર નીકળવુ લગભગ અશકય બની જાય છે.

જો તમે નીતિ ના રસ્તે ચાલતા હશો તો આ સમસ્યા મા થી બહાર નિકળવુ કઈ અઘરૂ નથી. આજે તમને આ સમસ્યા મા થી બહાર નિકળવા માટે ના અમુક સરળ તથા સચોટ ઉપાયો રજુ કરીશુ. જે તમને આ સમસ્યા ના નિરાકરણ માટે ના યોગ્ય માર્ગ જણાવશે. કોઈપણ વ્યક્તિ કરજ ત્યારે જ લે છે જ્યારે તે કોઈ આપત્તિજનક સમસ્યા મા ફસાયેલા હોય.

ઉપાય – ૧ :

આ ઉપાય કરવા માટે સૌપ્રથમ એક શ્રીફળ લેવુ. ત્યારબાદ એક રક્ષાસુત્ર લેવુ કે જે તમારા ઘર ના સદસ્યો મા સૌથી વધુ ઊંચાઈ ધરાવતા વ્યક્તિ ના સાઈઝ પ્રમાણે હોવું જોઈએ. ત્યારબાદ એક પાત્ર મા કંકુ લેવુ. તેમજ તેમા થોડુ દેશી ઘી ઉમેરવુ. આ કંકુ દ્વારા શ્રીફળ પર સાથીયો બનાવવો.

ત્યારબાદ આ શ્રીફળ પર રક્ષાસુત્ર બાંધી દેવુ અને આ રક્ષાસુત્ર બાંધતા સમયે તમારા મન ની ઈચ્છા વ્યક્ત કરવી. ત્યારબાદ આ શ્રીફળ ને સ્વચ્છ પાણી મા પધરવી દેવુ. આ ઉપાય મંગળવાર ના દિવસે અજમાવવો અને જો શક્ય હોય તો આ દિવસે સાત વખત હનુમાનઅષ્ટક નુ પઠન કરવુ. જેથી તમે લીધેલા કરજ મા થી તમને મુક્તિ મળી જશે.

ઉપાય – ૨ :

આ સિવાય નો બીજો ઉપાય એ છે કે અઠવાડીયા મા સોમવાર ના દિવસે પરોઢે વહેલા જાગી ને પ્રભુ શિવ ના શિવલીંગ પર પાણી અર્પણ કરવુ અને ઘી નો દીવડો પ્રજ્વલીત કરવો તથા આ દિવસે ઉપવાસ કરવો. જેથી તમારા લીધેલા કરજ માથી વહેલી મુક્તિ મળે છે.

ઉપાય – ૩ :

આ ઉપાય અનુસાર જો તમારી કુંડળી મા ગ્રહો ની સ્થિતિ યોગ્ય ન હોય અને તેના કારણે તમારા જીવન મા આર્થિક અસ્થિરતા સર્જાઈ રહી હોય તો તેના નિવારણ માટે ગ્રહ શાંતિ ના પ્રયાસ કરો. આ ઉપરાંત તમે મંગલાસ્ત્રોત નુ પઠન કરો તો પણ તમે ઋણ મા થી મુક્તિ મેળવી શકો તથા જીવન મા આવતા તમામ સંઘર્ષો નો તમે સરળતા થી ઉકેલ લાવી શકો

આ ઉપાયો અજમાવતા ની સાથોસાથ એક વાત ની કાળજી રાખવી કે જો તમારે જીવન મા કરજ લેવા ની જરૂરીયાત પડે તો બુધવાર ના દીવસે જ લેવુ. આ તમારા માટે લાભદાયી ગણાશે અને ઓછા સમય મા તમારુ કરજ ચુકતે પણ થઈ જશે. આ ઉપરાંત જે દિવસે કરજ લીધુ હોય તે જ દિવસે કરજ ચુકવવુ તે પણ તમારા માટે લાભદાયી ગણાય.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here