શરીરમાં યુરિક એસિડ વધવા ઉપર શું થાય છે ? જાણો તેના લક્ષણો અને કંટ્રોલ કરવાના ઉપાય

શરીરમાં યુરિક એસિડ વધવા ઉપર શું થાય છે ? જાણો તેના લક્ષણો અને કંટ્રોલ કરવાના ઉપાય

મોટાભાગના લોકો પોતાના સ્વાસ્થ્યને લઈને ખુબ જ ચિંતિત હોય છે. જેમાંથી એક સમસ્યા મોટાભગના લોકોને સતાવતી હોય છે જે છે યુરિક એસિડના લક્ષણો શું હોય છે ?

યુરિક એસિડને કેવી રીતે કંટ્રોલ કરવું ? યુરિક એસિડ કેવી બીમારી છે? યુરિક એસિડને ઓછું કરવા માટે શું ખાવું જોઈએ? આજે આપણે આવા જ બધા પ્રશ્નોનો સમાધાન કરીશું અને તમને યુરિક એસિડ વિશેની તમામ માહિતી આપીશું.

યુરિક એસિડ શું હોય છે?? ચાલો જાણીએ તેમના લક્ષણ અને તેમના ઉપાય

આપણા શરીર માં યુરિક એસિડ શું કરી શકે છે:

જો તમરા શરીરમાં યુરિક એસિડ વધી ગયું છે. તો તે શરીર માટે ખુબ જ નુકશાન કારક બની શકે છે. તેનાથી તમને હાઈ બ્લડ પ્રેશર, સાંધાનો દુખાવો, સોજા, ગઠિયા જેવી સમસ્યાઓ થઇ શકે છે.

યુરિક એસીડ કેવી રીતે બને છે.

યુરિક એસિડ શરીરના સેલ્સ અને આપણા આહારથી બને છે. શરીરમાં યુરિક એસિડ હંમેશા રહેલું હોય છે. તે યુરિન દ્વારા શરીરમાંથી નીકળે છે.

સામાન્ય રીતે કિડની યુરિક એસિડને ફિલ્ટર કરી દે છે. અને ટોયલેટ દ્વારા શરીરમાંથી બહાર કાઢે છે. પરંતુ જયારે શરીરમાં યુરિક એસિડ વધારે બનવા લાગે છે ત્યારે કિડની ફિલ્ટર નથી કરી શકતી ત્યારે લોહીમાં યુરિક એસિડનું લેવલ વધી જાય છે. જે હાડકાની વચ્ચે જમા થઇ અને દુ:ખાવામાં વધારો કરે છે.

શું હોય છે હાઈ યુરિક એસિડ:

શરીરમાં વધેલું યુરિક એસિડ અથવા ગાઉટ ડીઝીઝ એક પ્રકારની ગઠિયા બીમારી છે. વધેલું યુરિક એસિડ ઉઠવા વબેસવાની સમસ્યાનું કારણ બની શકે છે. આવું ત્યારે બનતું હોય છે જયારે શરીરની અંદર યુરિક એસિડનું પ્રમાણ વધી ગયું હોય છે.

યુરિક એસીડ ના લક્ષણો કેવા હોય છે.

શરીરની અંદર યુરિક એસિડનું પ્રમાણ વધવાના કારણે સાંધામાં દુ:ખાવા અને સોજા આવે છે, હાથ પગની અંદર ખૂંચવા લાગે છે અને અસહ્ય પીડા થાય છે. માંશપેશીઓમાં સોજો આવી જાય છે. જેના કારણે માંસપેશીઓમાં દુ:ખાવો ઉત્પન્ન થાય છે.

કમર, ગળું, ઘૂંટણ જેવા સાંધામાં દુ:ખાવો થાય છે. વધારે પ્રમાણ માં યુરિક એસિડ શરીરમાં જમા થવાના કારણે હાડકાની સમસ્યા પણ ઉભી થાય છે.

યુરિક એસિડ વધવાનું મુખ્ય કારણ નીચે મુજબ છે.

યુરિક એસિડ વધવાનું સૌથી મુખ્ય કારણ છે તમારી ખાણીપીણી અને લાઈફ સ્ટાઇલ. ઓછી ઊંઘ, તણાવ, વધારે પડતું તળેલું ખાવું તેનું કારણ બની શકે છે.

ડાયાબિટીસ પણ તેનું એક કારણ છે. ડાયાબિટીસની દવાઓ યુરિક એસિડ વધારવાનું કારણ બને છે.

તમારો આહાર જો વધારે પ્રોટીનથી ભરપૂર છે તો તે પણ એક કારણ યુરિક એસિડ લેવલ વધારવાનું બની શકે છે.

ભોજનની અંદર લાલ માંસ. રાજમાં, મશરૂમ, ગોબી, ટામેટા, વટાણા, સી ફૂડ, દાળ, પનીર, ભીંડા, ચોખાનું વધારે પ્રમાણ તેનું કારણ બની શકે છે.

જો તમે યોગ્ય સમયે નથી જમતા, કે પછી તમે વધારે વ્રત અને ઉપવાસ રાખો છો તો તે પણ યુરિક એસિડના લેવલમાં બદલાવ કરી શકે છે.

કયારેક બ્લડ પ્રેશર, દર્દ નાશક દવાઓ અને કેન્સર રોધી ધવાઓ પણ યુરિક એસિડને પ્રભાવિત કરી શકે છે.

યુરિક એસિડને કેવી રીતે કંટ્રોલ કરી શકાય?:

યુરિક એસિડને કંટ્રોલ કરવા માટે ફિઝીકલી ફિટ રહેવું જોઈએ. તેના માટે કસરત કરવી, યોગ કરવા કે પછી ચાલવા માટે જવું.

યુરિક એસિડને કંટ્રોલ કરવા માટે શરીરમાં પાણીની ઉણપ ના થવા દેવી. વધારે પ્રમાણમાં પાણી પીવું જોઈએ.

યુરિક એસિડને કંટ્રોલ કરવા માટે પોતના આહાર ઉપર પણ ખાસ ધ્યાન આપવું જોઈએ. પ્યુરિન પ્રોટીન યુક્ત ભોજનને પોતાના ડાયટમાં ના ઉમેરવા.

પોતાના જમવામાં પણ વધારે અંતર ના રાખવું. દર બે કલાકે કંઈક હેલ્દી ખાઈ લેવું.

પોતાના ડોક્ટર સાથે વાત કરવી અને જરૂરિયાત પ્રમાણે તેમની સલાહ લેવી.

Gujju Baba

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *