સુપરસ્ટાર સાથે લગ્ન કર્યા પછીથી ખુલી ગઈ આ મહિલા ની કિસ્મત, પહેલા હતી એક સામાન્ય પરિવાર ની વહુ, જાણો કોણ છે આ એક્ટ્રેસિસ

સુપરસ્ટાર સાથે લગ્ન કર્યા પછીથી ખુલી ગઈ આ મહિલા ની કિસ્મત, પહેલા હતી એક સામાન્ય પરિવાર ની વહુ, જાણો કોણ છે આ એક્ટ્રેસિસ

આપણે બધા જાણીએ છીએકે કોના નસીબ માં શું લખ્યું છે,પણ આજે આપણે એક બોલીવુડ કપલ વિષે જણાવવા જૈરહિયા છીએ કે સામાન્ય મુસ્લિમ પરિવાર માંથી આવતી એક છોકરી આજે છે અબજોપતિ બોલીવુડ સ્ટાર ની પત્ની તો ચાલો જાણીએ.

બૉલીવુડ સાથે જોડાયેલા દરેક વ્યક્તિ વિષે જાણવા માટે લોકો ઉત્સુક હોય છે. બોલીવુડના સિતારાઓ તેના પરિવારજનો કોઈને કોઈ કારણે ચર્ચામાં રહે છે. સિતારાઓની પત્ની પણ ઘણી વખત લાઇમલાઇટમાં રહે છે. પરંતુ આજે અમે તમને એવા જ એક બૉલીવુડ એક્ટરની પત્ની વિષે જણાવીશું.

સંજય દતની પત્ની માન્યતા દત્ત વિષે તો આપણે સૌ જાણીએ છીએ પરંતુ આજે અમે તમને  એવી વાત જણાવીશ કે આ પહેલા તમે કયારે પણ ના જાણી હોય. માન્યતાનો જન્મ 22 જુલાઈ 1978માં મુસ્લિમ પરિવારમાં થયો હતો. માન્યતાનું નામ દિલનવાજ શેખ હતું. જ્યારે માન્યતા બોલિવૂડમાં આવી ત્યારે તેણે તેનું નામ સારા ખાન રાખ્યું. તે ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં આ નામથી જાણીતી હતી.

પરંતુ પ્રકાશ ઝાની ગંગાજલમાં આઇટમ નંબર કર્યા બાદ પછી તેણે તેનું નામ બદલીને માન્યતા કરી લીધું હતું. ફિલ્મના આઈટમ સોંગ ‘અલ્હાર જવાની’ માં માન્યતાએ જોરદાર ડાન્સ પરફોર્મન્સ આપ્યો હતો. માન્યતા બોલિવૂડમાં કારકિર્દી બનાવવા માંગતી હતી પરંતુ પિતાના અવસાન પછી ઘરની સંભાળ લેવાની જવાબદારી માન્યતા પર આવી ગઈ હતી.અહીંથી જ તેની ફિલ્મ કારકીર્દિને બ્રેક મળી.

Sanjay Dutt misses wife Manyata and kids, shares adorable family picture | Celebrities News – India TV

તે તેના પારિવારિક વ્યવસાય પર વધુ ધ્યાન કેન્દ્રિત કરી રહી હતી. માન્યતા એક સફળ એક્ટ્રેસ બનવા માંગતી હતી. પરંતુ તેને ક્યારેય કોઈ મોટી ફિલ્મની ઓફર મળી નથી. જેના કારણે માન્યતાએ બી અને સી ગ્રેડની ફિલ્મોમાં કામ કરવાનું શરૂ કર્યું. માન્યતાને લાગ્યું કે કદાચ તે પ્રકાશ ઝાની ફિલ્મમાં આઇટમ નંબર કર્યા પછી ફિલ્મો મેળવવાની શરૂઆત કરશે. પરંતુ આવું કંઈ થયું નથી.

માન્યતાનું નસીબ ત્યારે જ બદલ્યું જ્યારે સંજય દત્તે 20 લાખ રૂપિયામાં સી ગ્રેડ ફિલ્મ Lovers Like Us ના રાઇટ્સ ખરીદ્યા હતા. આ મિટિંગમાં સંજય દત્ત અને માન્યતા પ્રથમ વખત મળ્યા હતા. આ દરમિયાન સંજય જુનિયર આર્ટિસ્ટ નાદિયા દુરાની સાથે ડેટ કરી રહ્યો હતો.

માન્યાતા કોઈને કહ્યા વિના સંજયને મળવા માટે જાવા લાગી હતી, જ્યારે પણ નાદિયા શહેરની બહાર નીકળતી ત્યારે માન્યતા સંજય દત્તને મળવા તેના ઘરે પહોંચી હતી. તે ઘણી વાર સંજય દત્તને પોતાનું જ ખોરાક ખવડાવતી. એક બાજુ નાદિયા હતી જે હંમેશાં સંજયના ક્રેડિટ કાર્ડ પર ખરીદી કરતી હતી. બીજી બાજુ માન્યતા હતી જેણે સંજય પાસેથી ક્યારેય કંઈ માંગ્યું ન હતું. આ જ કારણ હતું કે સંજયનો ઝુકાવ માન્યતા તરફ વળ્યો હતો.

વર્ષ 2008માં સંજયે માન્યતા સાથે લગ્ન કર્યા હતા. તે સમયે માન્યતા માત્ર 29 વર્ષની હતી. જ્યારે સંજય 50 વર્ષનો હતો. સંજયના પરિવારજનો દ્વારા બંનેના લગ્નનો ભારે વિરોધ કરવામાં આવ્યો હતો. કારણ કે તેમની ઉંમરમાં લગભગ 20 વર્ષનો તફાવત હતો.

જણાવી દઈએ કે, માન્યતા સંજયની પુત્રી ત્રિશલા કરતા 9 વર્ષ મોટી છે. આવી સ્થિતિમાં કોઈએ માન્યતા સ્વીકારી ન હતી. પરંતુ સંજયને માન્યતામાં પૂરો વિશ્વાસ હતો. 2010માં માન્યતાએ બે જોડિયા શરણ અને ઇકરાને જન્મ આપ્યો. હવે સંજય અને માન્યતા તેમની ખુશહાલ જિંદગી પસાર કરી રહ્યા છે.

જણાવી દઈએ કે, માન્યતાએ બીજી વખત સંજય દત્ત સાથે લગ્ન કર્યા છે. અગાઉ તેણે મુસ્લિમ છોકરા નીરજ ઉર રેહમાન સાથે લગ્ન કર્યાં હતાં પરંતુ કૌટુંબિક સમસ્યાને કારણે બંનેના છૂટાછેડા થઈ ગયા હતા.

માન્યતા તે સમયે સંજય દત્ત પ્રોડક્શનના સીઈઓ છે. તે સંજયનું તમામ કામ સાંભળતી હતી. સંજય દત્ત અને માન્યતા એક બીજાને ખૂબ ચાહે છે અને માનતાએ દરેક મુશ્કેલીમાં સંજય દત્તને ટેકો આપ્યો છે અને તે હંમેશાં તેની સાથે રહે છે.

બૉલીવુડ અભિનેતા સંજય દત્તનું જીવન ઘણા વિવાદોથી ભરેલું રહ્યું છે. ક્યારેક પોતાના લગ્નને લઈને તો ક્યારેક અફેર અને જેલ જવા સુધી તેના જીવનમાં ઘણા ઉતાર-ચઢાવ આવ્યા છે.તેના જીવનમાં સૌથી ખાસ તેની પત્ની માન્યતા દત્ત છે જેણે ખરાબ સમયમાં હંમેશા સંજય દત્તનો સાથ આપ્યો છે. એવામાં આજે અમે તમને માન્યતા-સંજય વચ્ચેના પ્રેમ અને બંન્નેની એકબીજા પ્રત્યેની બોન્ડિંગ વિશે જણાવીશું.

માન્યતાનું સાચું નામ ‘દિલનવાજ શેખ’ છે, તેનો જન્મ 22 જુલાઈ 1979 ના રોજ મુંબઈમાં થયો હતો. જો કે તેનું બાળપણ દુબઈમાં વીત્યું હતું, પણ ફિલ્મોમાં અભિનય માટે તે મુંબઈ આવી ગઈ હતી

.

માન્યતા સોશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે અને સંજય દત્ત સાથેની રોમેન્ટિક તસ્વીરો શેર કરતી રહે છે. માન્યતા ખુબ જ સુંદર છે અને સંજય દત્તને ખુબ જ પ્રેમ કરે છે.

સંજય દત્ત જ્યારે જેલમાં હતા ત્યારે ઘર-પરિવાર, બાળકો અને બિઝનેસની પુરી જવાબદારી માન્યતાએ જ સંભાળી હતી.

એક ઇન્ટરવ્યૂમાં માન્યતા વિશે વાત કરતા સંજય દત્તે કહ્યું કે,”માન્યતા જેવી પત્ની હોવી મારા માટે ખુબ ગર્વની વાત છે. તેનું ધ્યાન હંમેશા પોતાના ઘર, બાળકો અને કામ પર જ હોય છે. હું ક્યારેય તેના કામમાં દખલ નથી કરતો, કેમ કે હું જાણું છું કે તે ખુબ જ સારી રીતે બિઝનેસ હેન્ડલ કરી શકે તેમ છે”.

માન્યતાએ પણ સંજય વિશે વાત કરતા કહ્યું હતું કે,”લોકો વિચારે છે કે હું તેની કવચ છું, હું જણાવી દઉં કે તે મારા માટે અને બાળકો માટે હંમેશા મજબૂતીથી ઉભા રહે છે. જ્યારે તે જેલમાં હતા ત્યારે પણ તે અમારી ખુબ ચિંતા કરતા હતા”.

એક સમયે ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં માન્યતા સારા ખાનના નામથી ઓળખવામાં આવતી હતી. વર્ષ 2003 માં પ્રકાશ ઝા ની ફિલ્મ ગંગાજલમાં તેને એક આઈટમ નંબર કરવાનો મૌકો મળ્યો હતો જેના પછી તેણે પોતાનું નામ માન્યતા કર્યું હતું.

સંજય અને માન્યતાની મુલાકાત વર્ષ 2006 માં થઇ હતી. 2002 માં બીજી પત્ની સાથેના છૂટાછેડા પછી સંજયનું નામ પાકિસ્તાની મૉડલ નાડિયા સાથે પણ જોડાયું હતું. સંજયે માન્યતા સાથે વર્ષ 2008 માં 8 ફેબ્રુઆરીના રોજ લગ્ન કર્યા હતા.

બંન્નેએ પોતાના જુડવા બાળકો શહરાન અને ઈકરા વિશે પણ વાત કરી હતી. માન્યાએ કહ્યું કે તેની દીકરી ઈકરા ખુબ જ સારી આર્ટિસ્ટ છે. તેની બનાવેલી પેન્ટિંગ દરેક વર્ષે સ્કૂલમાં પસંદ કરવામાં આવે છે.

માન્યતા દીકરી ઈકરા માટે એક્ઝિબિશન લગાવા માટેનો પણ વિચાર કરી રહી છે. જ્યારે શહરાન સ્પોર્ટમાં ખુબ જ દિલચસ્પી ધરાવે છે. તે ફૂટબોલ, ક્રિકેટ અને તાઈક્વાન્ડો જેવી રમતો રમે છે.

જણાવી દઈએ કે માન્યતા દત્ત સંજય કરતા 20 વર્ષ નાની છે. છતાં પણ બંન્નેના પ્રેમમાં કોઈ જ અંતર નથી. બંનેના લગ્નને 10 વર્ષ જેટલો સમય થઇ ચુક્યો છે.

31 જુલાઈ 2007 ના રોજ સંજય દત્તને ગેરકાનૂની હથિયાર રાખવાના આરોપમાં છ વર્ષની સજા આપવામાં આવી હતી. સંજયને પુણેની યરવાડા જેલમાં મોકલવામાં આવ્યા હતા. જ્યારે સંજયને મુંબઈથી પુણે લઇ જવામાં આવી રહયા હતા ત્યારે માન્યતા પણ તેની પાછળ પાછળ પુણે પહોંચી હતી.

3 અઠવાડિયા પછી સંજયને અમુક દિવસો માટે જમાનત મળી હતી, આ દરમિયાન તેઓ ઘણા મંદિરોમાં ગયા હતા જ્યા માન્યતા પણ તેની સાથે હાજર રહી હતી. સંજય-માન્યતાના લગ્ન પછી સૌથી મોટો હલ્લો મચી ગયો હતો, તે સમયમાં એક વ્યક્તિએ એવું કહીને સનસની મચાવી દીધી કે તે માન્યતાનો પહેલો પતિ છે.

તે વ્યક્તિએ કહ્યું હતું કે માન્યતા તેની પત્ની છે અને તેઓનો એક દીકરો પણ છે. એવામાં સંજય-માન્યતાના લગ્ન ગેરકાનૂની છે, તેણે માન્યતા સાથેના લગ્નની તસ્વીરો પણ દેખાડી હતી. આ સિવાય તે સમયમાં એ ખબર પણ આવી હતી કે સંજય અને માન્યતાએ ગોવામાં રજીસ્ટર લગ્ન પણ કર્યા હતા જેમાં માન્યતાએ પોતાની ઓળખ ખોટિ આપી હતી.

હાલ માન્યતા સંજય દત્ત, બાળકો અને પરિવાર સાથે ખુબ ખુશ છે અને બધા ખુશહાલ જીવન વિતાવી રહ્યા છે. સંજય દત્તએ લાંબા સમય પછી પોતાના પ્રોડકશન હાઉસ વર્જિન ટ્રી ની ફિલ્મ ‘પ્રસ્થાનમ’ દ્વારા કમબેક કર્યું છે. તેની પત્ની માન્યતા દત્ત આ ફિલ્મની પ્રોડ્યુસર છે.

આ સિવાય સંજય દત્ત ફિલ્મ ‘પાનીપત’ માં પણ જોવા મળશે. ફિલ્મમાં અભિનેતા અર્જુન કપૂર પણ મુખ્ય ભૂમિકામાં હશે. એવામાં માન્યતા દત્ત વ્યક્તિગત જીવનથી અલગ પ્રોફેશનલના સ્વરૂપે એક નવી શરૂઆત કરવા જઈ રહી છે. માન્યતા એક પ્રોડ્યુસરના સ્વરૂપે પોતાના કેરિયરની શરૂઆત કરવા જઈ રહી છે.

જણાવી દઈએ કે માન્યતા દત્ત ઇંન્ડસ્ટ્રીમાં પહેલા બી ગ્રેડ ફિલ્મો માટે ઓળખવામાં આવતી હતી. તેના સિવાય 2008 માં આવેલી પ્રિયદર્શનની કૉમેડી ફિલ્મ ‘મેરે બાપ પહેલે આપ’ માં જોવા મળી હતી.

તેણે અભિનેતા નિમિતની સાથે ‘લવર્સ લાઈફ અસ’ જેવી ફિલ્મમાં કામ કર્યું હતું. માન્યતા સાથે લગ્ન કર્યા પછી સંજય દત્તએ 20 લાખ રૂપિયામાં આ ફિલ્મના રાઇટ્સ ખરીદી લીધા હતા.

માન્યતાએ વર્ષ 2008 માં સંજય દત્ત સાથે ગોવામાં લગ્ન કર્યા હતા. બંનેની જોડીને બોલીવડુમા ખુબ પસંદ કરવામાં આવે છે. હાલ બંન્નેના બે બાળકો શાહરાન અને ઈકરા છે. સંજય દત્તની ફિલ્મ ‘પ્રસ્થાનમ’ અમુક જ દિવસોમાં રિલીઝ થવા જઈ રહી છે.

ફિલ્મથી માન્યતા દત્ત એક પ્રોડ્યુસરના સ્વરૂપે ડેબ્યુ કરવા જઈ રહી છે. આ ફિલ્મ વર્ષ 2010 માં રિલીઝ થયેલી તેલુગુ ફિલ્મ પ્રસ્થનામનું જ રીમેક છે.

pinal patel

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *