છોટે નવાબ તૈમુર ના પણ છે આટલા બધા હમશકલ, આ તસવીરો જોઈને તમને પણ વિશ્વાસ નહિ થાય, એક બે નહિ પરંતુ છે આટલા………

સૈફ અલી ખાન અને કરીના કપૂરનો લાડલો તૈમૂર નાની ઉંમરે સેલિબ્રિટી બની ગયો છે. તૈમુરના જન્મથી જ અત્યાર સધી જયારે તામુર ઘરની બાહર નીકળે છે ઇન્ટરનેટ પર છવાઈ જાય છે.તૈમુર ઘણો ક્યૂટ છે, તૈમૂરના મિત્રોમાં ફોટોગ્રાફર્સનો પણ સમાવેશ થાય છે. ફક્ત તૈમુર જ નહીં કપૂર ખાનદાનમાં બાળપણમાં બધા જ આવા ક્યૂટ હતા.
તાજેતરમાં રીમા જૈનના પુત્ર અરમાન જૈનની બાળપણની તસવીર વાયરલ થઈ રહી છે જેમાં તે તૈમૂર જેવો દેખાઈ રહ્યો છે. અરમાન કરીનાનો ફઈનો દીકરો છે.

તે માત્ર કપૂર પરિવાર જ નહીં પણ તૈમૂરના દેખાવ પટૌડી ખાનને પણ મળે છે. કરીનાએ સૈફના બાળપણની તસવીર શેર કરી હતી, જેમાં સૈફ અને તૈમૂર એક સમાન જોવા મળી રહ્યા છે.

કરીના કપૂરના લાડલાના બાળપણની વાત આવે અને તસ્વીર ના આવે. બેબો બાળપણમાં ખૂબ જ સુંદર હતી. તેની તસવીરો બેબી તૈમૂરની જેમ મળતી આવે છે.

જ્યારે તૈમૂરનો જન્મ થયો તેનો ચહેરો તેના નાના રણધીર કપૂર જેવો લાગતો હતો. રણધીરનું બાળપણની તસ્વીર પણ જોવાની જરૂર નથી. તે તૈમૂરનો બુઝુર્ગ કોપી લાગે છે.

અરમાન જ નહીં, તૈમૂરનો ચહેરો કપૂર પરિવારના ઘણા લોકો સાથે ભળી ગયો છે. ઋષિ કપૂરના બાળપણની તસવીર જોતા તમને લાગશે કે ત્યાં તૈમૂરનું ઓલ્ડ વર્ઝનની તસ્વીર છે.

ઋષિ કપૂરના ‘મેરા નામ જોકર’ સમયના ફોટાઓની તૈમૂર સાથે ઘણી વખત તુલના કરવામાં આવી છે.

સારા અલી ખાનની બાળપણની તસવીરો ખૂબ વાયરલ છે. પાપા સૈફ સાથે રમતી નાનકડી સારાની કેટલીક તસવીરો વાયરલ થઈ હતી જેમાં તે તૈમૂર જેવી લાગી હતી.

તૈમૂર પછી જન્મેલા સોહા અલી ખાનની પુત્રી ઇનાયાનો લુક તૈમૂર જેવો જ મળતો આવે છે. તેમના જન્મ પછી બંનેના ફોટાની તુલના કરીને તસ્વીર વાયરલ થઇ હતી.
