તમને પણ સતત મળી રહ્યા છે આવા સંકેત, તો જાણી લો કે શનિદેવ તમારાથી ખુશ છે કે નાખુશ

0

મિત્રો, જયારે પણ કોઈ મનુષ્ય પર શનિ ની ઉલટી દશા ચાલી રહી હોય ત્યારે તે મનુષ્ય ને સિવાય કષ્ટ કંઈ જ પ્રાપ્ત નથી થતું. ન્યાય ના દેવ શનિ મહારાજ તેની અન્તર્દશા, મહાદશા, સાડાસાતી તથા ઢૈયા મા જાતક ને અસહ્ય પીડા આપે છે. પરંતુ, તમને જાણીને આશ્ચર્ય થશે કે શનિ ની આ દશાઓ અમુક વ્યક્તિ ને શુભ ફળ પણ આપે છે. શનિ ક્યારે અને કઈ પરિસ્થિતિ મા શુભ ફળ આપે છે અને ક્યારે તે અશુભ ફળ આપે છે તેનો સંપૂર્ણ ઉલ્લેખ જ્યોતિષશાસ્ત્ર મા કરેલો છે.

તો ચાલો આજે આ લેખ મા આ વિશે વિસ્તૃત માહિતી મેળવીએ અને જાણીએ કયા-કયા છે આ સંકેત. જો તમને એકાએક વ્યસનો તરફ રુચિ વધવા માંડે તો સમજવું કે શનિ નો તમારા પર નકારાત્મક પ્રભાવ પડી રહ્યો છે. આ સિવાય જો કોઈ વ્યક્તિ ના શુઝ કે ચપ્પલ ની ચોરી થાય તો તે પણ નકારાત્મકતા નો જ એક સંકેત છે. આ ઉપરાંત જો તમારા ઘર ની દિવાલો પર તિરાડ પડેલી હોય અથવા તો એકાએક દિવાલ તુટી પડે તો તે પણ અશુભ સંકેત છે.

કાન મા અને પગ મા કોઈપણ અસહ્ય સમસ્યા ઉદભવે તો તે પણ શનિ ના પ્રભાવ ના કારણે જ થાય છે. જો તમારા ઘર કે દુકાન મા એકાએક આગ લાગી આવે તો તે પણ શનિ ના અશુભ પરિણામ ના જ સંકેત છે. કોઈ અવૈધ પ્રેમસંબંધ નો પ્રારંભ પણ શનિ ના આ દુષ્પ્રભાવ ના કારણે જ થાય છે. ઘર મા પાળેલા પ્રાણી કે પક્ષી નું આકસ્મિક રીતે અવસાન થઈ જવું તથા આપણી આવક કરતાં ખર્ચ વધી જાય તો તે પણ શનિ પ્રભાવ નો જ સંકેત છે.

જો તમે પણ ઉપરોકત સમસ્યાઓ થી પીડાઈ રહ્યા હોવ તો તમારા શનિ ને શાંત કરવા માટે ‌અજમાવો આ ઉપાયો

જો તમે આ શનિ ના દુષ્પ્રભાવ ને ઘટાડવા ઈચ્છતા હોવ તો સ્નાન ના પાણી મા કાળા તલ ઉમેરી સ્નાન કરવું. આ ઉપરાંત શ્રીકૃષ્ણ ની પ્રતિમા ને દૂધ અને કાળા તલ થી અભિષેક કરાવવો. આ સિવાય તમે શ્રીકૃષ્ણ ની પ્રતિમા પર બદામ, ફુલ, કાળા મરી, મિસરી અને તુલસી પત્ર અર્પણ કરીને પણ તમારો શનિદોષ દૂર કરી શકો.

આ સિવાય તમારા આ શનિ ના દુષ્પ્રભાવ ને દૂર કરવા માટે દર શનિવારે શનિદેવ ના મંદિરે જઈને તેલ નો દીવો પ્રજ્વલિત કરવો અને તુલસી ના પાન હાથ મા લઈ “શ્રીં શ્રીધરાય ત્રૈલોક્યમોહનાય નમોસ્તુતે” મંત્ર નું મંત્રોચ્ચારણ કરવું જેથી તમારી તમામ સમસ્યાઓ નો અંત આવી જશે.

નિરંતર ૪૩ દિવસ સુધી પ્રભુ શ્રી કૃષ્ણ ના મંદિરે જઈને ૭-૭ બદામ અર્પણ કરવી અને તે પછી ના ૮ દિવસ સુધી પીપળા ના વૃક્ષ નીચે તલ ના તેલ નો ચાર વાટવાળો દીપક પ્રજવલિત કરવો. આમ કરવાથી તમારી આર્થિક સ્થિતિ પ્રબળ બને છે તથા તમારી તમામ સમસ્યાઓ નો અંત આવશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here