આ છે બૉલીવુડ ની બેસ્ટ ફ્રેન્ડ ની જોડીઓ, એકબીજા માટે જીવ આપવા પણ રહે છે હંમેશા તૈયાર

બોલિવૂડમાં એવા ઘણા કલાકાર છે, જે પોતાની મિત્રતા સંપૂર્ણ નિષ્ઠાથી નિભાવે છે. વળી ફિલ્મ ઇન્ડસ્ટ્રીની મિત્રતા ખૂબ જ મશહૂર હોય છે. મોટા પડદા પર સાથે કામ કરતાં અમુક સ્ટાર પડદા પાછળ પણ પોતાની મિત્રતા જાળવી રાખે છે.
આજની આ સ્ટોરીમાં અમે તમને મિત્રતાની વાત એટલા માટે કરી રહ્યા છીએ, કારણ કે આજે અમે તમને ફિલ્મ ઇન્ડસ્ટ્રીના અમુક એવા મિત્રો સાથે મુલાકાત કરાવીશું, જેમની મિત્રતા ખૂબ જ ખાસ છે અને તેઓ એકબીજા માટે કંઈ પણ કરવા માટે તૈયાર રહે છે.
કરીના કપૂર અને મલાઈકા અરોરા
કરીના કપૂર અને મલાઈકા અરોડાની મિત્રતા બોલિવૂડમાં ખૂબ જ ફેમસ છે. બંને લાંબા સમયથી એકબીજાને જાણે છે અને એટલા માટે જ તેમની આ દોસ્તી ચાલતી રહી છે. બંને એક સાથે સોશિયલ મીડિયા પર અવારનવાર પોતાની તસ્વીરો શેર કરતી રહે છે. હાલમાં જ ધર્મશાળા ની બંનેની એક તસ્વીર સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ હતી.
આલિયા ભટ્ટ અને અકાંક્ષા રંજન કપૂર
આલિયા ભટ્ટને અકાંક્ષા રંજન કપૂર બાળપણથી મિત્ર છે. બંને એક સાથે સ્કૂલમાં અભ્યાસ કરતી હતી. બાળપણથી લઈને અત્યાર સુધી બંને એકબીજાની બેસ્ટ ફ્રેન્ડ છે. આલિયાનાં સોશિયલ મીડિયા એકાઉન્ટ પર અવારનવાર અકાંક્ષાની અને અકાંક્ષાનાં સોશિયલ મીડિયા પર અવારનવાર આલિયાનાં ફોટો જોવા મળે છે.
સુહાના ખાન અને અનન્યા પાંડે
શાહરુખ ખાનની લાડલી સુહાના ખાન અને ચંકી પાંડેની દીકરી અનન્ય પાંડે વચ્ચે ઊંડી મિત્રતા છે. આ બંનેની મિત્રતા જોઈને લાગે છે કે જય-વીરૂની ટેગ આપી દેવામાં આવે. બંને અવારનવાર એક સાથે હરતી-ફરતી અને પાર્ટી કરતી સ્પોટ કરવામાં આવે છે.
જ્હાન્વી કપૂર અને તનિષા સંતોષી
જ્હાન્વી કપૂર અને તનિષા સંતોષી એકબીજાની પાકી મિત્ર છે. તનિષા સંતોષી રાજકુમાર સંતોષીની દીકરી છે. બંનેની એકસાથે ઘણી તસ્વીરો સોશિયલ મીડિયા પર જોવા મળી આવે છે.
ટાઇગર શ્રોફ અને રિનજિંગ ડેંજોગપા
થોડા સમયમાં જ ટાઈગર શ્રોફ બોલિવૂડનાં જાણીતા એક્ટર બની ગયા છે. ટાઈગર શ્રોફનાં બેસ્ટ ફ્રેન્ડ ની વાત કરવામાં આવે તો તે પોતાના જમાનાના મશહૂર એક્ટર રહી ચુકેલ ડેની ડેંજોગપા ના દિકરા રિનજિંગ ડેંજોગપા ની સાથે સ્ટ્રોંગ બોન્ડ શેર કરે છે. બંનેની મિત્રતા બાળપણથી છે.
સારા અલી ખાન, ઇશિકા શ્રોફ અને વેદિકા પિન્ટો
બોલિવૂડ એક્ટ્રેસ સારા અલી ખાન, ઈશિકા શ્રોફ અને વેદિકા પિન્ટો પરસ્પર પક્કી મિત્ર છે. સારા અલી ખાન પોતાના બંને મિત્રોને ખૂબ જ નજીક છે. તે અવારનવાર કોઇને કોઇ ફંકશનમાં તેની આ બંને મિત્રો સાથે જોવા મળી આવે છે.
દીપિકા પાદુકોણ, સ્નેહા રામચંદ્રર અને દિવ્યા નારાયણા
બોલિવૂડની મસ્તાની એટલે કે દીપિકા પાદુકોણની મિત્રતા લોકો માટે એક ઉદાહરણ સેટ કરે છે. બોલિવૂડ ઈન્ડસ્ટ્રીઝમાં ખ્યાતિનાં શિખર પર પહોંચ્યા બાદ પણ દીપિકા પોતાની મિત્રો સ્નેહા રામચંદ્રર, દિવ્યા નારાયણાની ખૂબ જ નજીક છે. તે અવારનવાર સમય મળવા પર પોતાના મિત્રોને મળવા માટે પહોંચી જાય છે. દીપિકા, સ્નેહા અને દિવ્યાની મિત્રતા એકદમ પાક્કી માનવામાં આવે છે.