લસણ, હળદર અને લવિંગની આ આયુર્વેદીક પેસ્ટ તૈયાર કરીને તમે મેળવી શકો છો આ સાત બીમારીઓ માંથી મુક્તિ..

મિત્રો , હાલ પ્રવર્તમાન સમય ની જીવનશૈલી એવી બની ગઈ છે કે લોકો અવારનવાર કોઈ ને કોઈ સમસ્યા થી પીડાતા હોય છે. આ સમસ્યાઓ નાની અને સામાન્ય હોય છે જેના કારણે આપણે દાકતર પાસે જઈને મોંઘી દવાઓ લેવાનું ટાળતા હોઈએ છીએ.
કારણકે હાલ ની દવાખાના ની દવાઓ તથા સારવાર એટલી બધી મોંઘી થઈ ગઈ છે કે સામાન્ય માનવી આ દવાઓ ને તથા સારવાર ને એફોર્ડ ના કરી શકે. આ ઉપરાંત આ એન્ટીબયાટીક મેડીસીન્સ નું સેવન આપણાં શરીર માટે અત્યંત હાનિકારક સાબિત થાય છે.
આ મેડિસીન્સ ના સેવન થી તમને થોડા સમય માટે રાહત અનુભવાય છે પરંતુ , આ સમસ્યા જડમૂળ થી દૂર નથી થતી. આ દવાઓ નું સેવન કરવાથી શરીર ની રોગપ્રતિકારક શક્તિ નબળી પડે છે તથા તેની આડઅસરો શરીર ને વધુ પડતી હાનિ પહોંચાડે છે.
આ સમસ્યાઓ ને જડમૂળ થી દૂર કરવા માટે ના ઉપચાર આયુર્વેદ માં છુપાયેલા છે. આયુર્વેદ એ એક એવું સમૃદ્ધ શાસ્ત્ર છે કે જેમાં દરેક બીમારી નું સચોટ નિદાન છુપાયેલું છે. હા , આયુર્વેદિક ઉપચાર થી નિદાન માં થોડો સમય લાગે છે પરંતુ , આ આયુર્વેદિક ઉપચાર તમારી સમસ્યા ને જડમૂળ થી દૂર કરે છે.
આ ઉપરાંત આયુર્વેદિક ઉપચારો ની કોઈપણ જાત ની આડઅસરો હોતી નથી જેથી શરીર ને કોઈપણ પ્રકાર ની હાનિ પણ પહોંચતી નથી. હાલ તમને એક એવા આયુર્વેદિક ઉપચાર વિશે જણાવીશું જે તમને તમારી શારીરિક તથા માનસિક સમસ્યાઓ દૂર કરવા માટે ઉપયોગી પુરવાર થશે.
આયુર્વેદિક ઉપચાર તૈયાર કરવા માટે આવશ્યક સાધન-સામગ્રી :
લસણ : ૩ કળી , હળદર : ૨ ચમચી , લવિંગ : ૩ નંગ
વિધિ :
સૌપ્રથમ એક પાત્ર માં લસણ , હળદર અને લવિંગ ઉમેરો. ત્યાર બાદ આ વસ્તુઓ ને મિકસર માં વ્યવસ્થિત રીતે ક્રશ કરી નાખો. આ મિશ્રણ નો પાવડર તૈયાર થઈ જાય એટલે તેનો એક ડબ્બી માં સંગ્રહ કરીને રાત્રે સૂતા પૂર્વે ૧ ચમચી પાવડર ૧ ગ્લાસ ગરમ દૂધ અથવા તો ૧ ગ્લાસ પાણી સાથે સેવન કરવું.
આ મિશ્રણ ના સેવન થી શરીર ને આ સમસ્યાઓ માંથી મેળવી શકાય મુક્તિ :
જો નિયમિત લસણ , લવિંગ અને હળદરનું તૈયાર કરેલ આ મિશ્રણ નું સેવન કરવામાં આવે તો તમે સાયનસ ની સમસ્યા માંથી મુક્તિ મેળવી શકો. આ મિશ્રણ ના સેવન થી બલ્ગમ ની જમાવટ દૂર થાય છે અને તમને રાહત મળે છે.
આ મિશ્રણ ના સેવન થી પેટમાં ઉદભવતી એસિડિક અસરો દૂર થાય છે. આ ઉપરાંત ગેસ , અપચો , પેટ ફુલી જવું , કબજિયાત વગેરે જેવી સમસ્યાઓ માંથી રાહત મેળવી શકાય છે.
આ મિશ્રણ માં એન્ટીઇન્ફલેમેન્ટરી ગુણતત્વો સમાવિષ્ટ હોય છે જે તમારા શરીર માં ઉદભવતા ઈન્ફેકશન , સોજો તથા શરીર માં ઉદભવતી બળતરા વગેરે જેવી સમસ્યાઓ માં રાહત અપાવે છે.
આ મિશ્રણ ના સેવન થી તમે ડાયાબીટિસ ની સમસ્યા માંથી પણ મુક્તિ મેળવી શકો. ટાઈપ-૧ ડાયાબીટીસ ની સમસ્યા થી પીડાતા વ્યક્તિઓ માટે આ મિશ્રણ નું સેવન અત્યંત લાભદાયી સાબિત થાય છે.
આ મિશ્રણ નું સેવન તમારા શરીર માં રહેલી વધારાની ચરબી ને ઓગાળી નાખે છે જેથી તમારા શરીર માં કોલેસ્ટ્રોલ નિયંત્રિત રહે છે. જો આ મિશ્રણ ના નિયમિત સેવન ની સાથોસાથ ખાણી-પીણી અંગે થોડી કાળજી લેવામાં આવે તથા નિયમિત થોડો હળવો વ્યાયામ કરવામાં આવે તમારું સ્વાસ્થ્ય સ્વસ્થ અને તંદુરસ્ત રહે છે.
આ મિશ્રણ નું કાર્ય પ્રાકૃતિક એન્ટીબાયોટીક જેવું છે જે તમારા શરીર માં સ્કીન તથા શ્વાસ ને લગતી સમસ્યાઓ દૂર કરે છે.