મેડીકલ સ્ટોર પર મળતી આ કેપ્સ્યુલ જેના ઉપયોગથી વાળ બનશે ઘાટા કળા અને લાંબા

મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે વિટામિન ઈ દ્વારા વાળ ચહેરો કે પછી સ્કિનને હેલ્ધી અને ગ્લોઇંગ બનાવી શકાય છે. આ દરેક વસ્તુ માટે શ્રી ની અંદર પૂરતી માત્રામાં વિટામિન ઇ હોવું ખૂબ જ જરૂરી છે. આજે આપણે વિટામિન ઈ ઓઈલ ના 5 ફાયદા વિશે જાણીશું.
તમને વિટામિન ઈ ની આ કેપ્સુલ તમારા નજીકના કોઈ પણ મેડિકલ સ્ટોર પાસેથી મળી જશે. આ કેપ્સુલ તમને તે બે ફોર્મ 400mg અને 800mg માં મળશે. 400mg વાળી કેપ્સ્યુલ સાઈઝમાં નાની અને ઘાટ્ટા લીલા રંગની હશે. તે 800mg વાળી કેપ્સ્યુલ આછા લીલા રંગની હશે.
વધારે ફાયદો મેળવવા માટે તમારે સૌથી નાની કેપ્સુલ નો ઉપયોગ કરવો જોઈએ. કેપ્સુલ ની અંદર રહેલ ઓઇલ ને બહાર કાઢવા માટે સોય નો ઉપયોગ કરવો જોઈએ. તો ચાલો જાણીએ તેના કેટલાક ફાયદાઓ.
નાઈટ ક્રીમની જેમ
તમારા ફેસ ને એકદમ સ્મૂધ અને સોફ્ટ બનાવવા માટે વિટામિન ઈ કેપસૂલ માં અડધી ચમચી કુવારપાઠુ મિક્સ કરીને તૈયાર થતી પેસ્ટને તમારા ચહેરા પર બે મિનિટ સુધી મસાજ કરો. આ પેસ્ટને તમારે દરરોજ રાત્રે સુતા પહેલા લગાવવાની રહેશે. આમ કરવાથી તમારી સ્કિન એકદમ સોફ્ટ બની જશે.
વાળ માટે
આજની ખાણીપીણીના કારણે લોકો મા વાળને લગતી ખુબ મોટી સમસ્યાઓ જોવા મળે છે. જેમ કે વાળનું ખરવું, આછા વાળ અને વાળ માંથી ચમક દૂર થઈ જવી જેવા અનેક પ્રોબ્લેમ થતા હોય છે ધંધો તમે વિટામીન ઈ ની ૨ કેપ્સ્યુલ સાથે દહી મિક્સ કરીને એક પેસ્ટ તૈયાર કરો. તેની અંદર પાંચ ટીપા નાળિયેર તેલ નાખીને આ પેસ્ટને તમારા માથા પર લગાવો.
કાળા કુંડાળા દુર કરવા માટે
તમે જોયું હશે કે ઘણા લોકોની આંખો ની નીચે કાળા કુંડાળા ઓછા થઈ જતા હોય છે. આમ થવાનું કારણ કોમ્પ્યુટર કે પછી મોબાઈલનો વધુ પડતો ઉપયોગ કરવો, ટીવી ને નજીક થી જોવી કે પછી વિટામીન ઈ ની ઉણપ હોવી હોઈ શકે છે.
આ કુંડાળાને દૂર કરવા માટે એક ચમચી બદામના તેલમાં એક વિટામીન ‘ઈ’ કેપ્સ્યુલ ભેળવો. આ મિશ્રણને રોજ રાત્રે સુતા પહેલા અંદર આવેલ ભાગની મસાજ કરો. તમને એક જ અઠવાડિયામાં તેનું પરિણામ જોવા મળશે.
સ્ક્રબની જેમ કરો ઉપયોગ
તમારા ચહેરાને એકદમ ક્લીન અને ગોરો બનાવવા માટે અઠવાડિયામાં બેથી ત્રણ વખત વિટામિન ઈ કેપ્સુલ ની અંદર કોફી પાવડર મિક્સ કરીને ચહેરા પર સ્ક્રબ કરો. આમ કરવાથી ચહેરા પર રહેલી બધી જ ગંદકી દૂર થઈ જશે. અને તમારો ચહેરો એકદમ ક્લીન અને ગ્લોઈંગ બની જશે.
અઈબ્રોજ ઘાટ્ટો બનાવવા માટે
જેવી રીતે વિટામિન ઈ વાળ માટે ખૂબ જ ફાયદાકારક છે તેવી જ રીતે તે શરીર પરના નાના નાના વાળ માટે પણ ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. વિટામીન ઇ ની અંદર વાળનો ગ્રોથ વધારવાના ગુણ હોય છે. બરોબર આવી જરીતે આ વિટામીન ‘ઈ’ અઈબ્રોજ ના વાળને પણ ઘાટ્ટા કરે છે. તેના માટે રાત્રે સુતા પહેલા સીધા આ ઓઈલ થી અઈબ્રોજ નું મસાજ કરો.