4 વર્ષ પછી આવી દેખાય છે બજરંગી ભાઇજાન ફિલ્મની નાની મુન્ની, થઈ ગઈ છે મોટી અને ખૂબસૂરત

4 વર્ષ પછી આવી દેખાય છે બજરંગી ભાઇજાન ફિલ્મની નાની મુન્ની, થઈ ગઈ છે મોટી અને ખૂબસૂરત

બાળ કલાકારોએ હંમેશાં બોલિવૂડ પર પ્રભુત્વ જમાવ્યું છે અને એવા ઘણા સ્ટાર્સ પણ છે જેમણે મોટા થયા પછી પણ પોતાની એક અલગ ઓળખ બનાવી લીધી છે. બાળપણમાં કરવામાં આવેલ અભિનયથી ખ્યાલ આવે છે કે આ પાત્ર કેટલું આગળ વધી શકશે.

હર્ષાલી મલ્હોત્રા, જેમણે ફિલ્મ બજરંગી ભાઈજાનમાં મુન્નીની ભૂમિકા ભજવી હતી. જેમણે ફિલ્મમાં તેજસ્વી પ્રદર્શન કર્યું હતું. પરંતુ આટલા વર્ષ પછી હવે બજરંગી ભાઈજાનની નાનકડી મુન્ની બોલિવૂડની શ્રેષ્ઠ હિરોઇન બની શકે તેવી થઈ ગઈ છે.

4 વર્ષ પછી બજરંગી ભાઈજાનની નાની મુન્ની આવી દેખાય છે

વર્ષ 2015 માં આવેલી સલમાન ખાન અને કરીના કપૂરની સુપરહિટ ફિલ્મ બજરંગી ભાઈજાનને ભારત અને પાકિસ્તાન સહિત વિશ્વભરમાં પસંદ કરવામાં આવી હતી. આ ફિલ્મ મુખ્યત્વે નાની બાળકી મુન્ની પર આધારિત હતી જે આકસ્મિક રીતે પાકિસ્તાનથી ભારત આવી જાય છે.

ત્યારબાદ તેને ઘણી ખોટી બાબતોમાંથી પસાર થવું પડે છે અને તેનો સામનો સલમાન ખાન એટલે કે બજરંગી સાથે થાય છે. આ ફિલ્મ એટલી જ સુંદર છે. હર્ષાલી હવે 11 વર્ષની થઈ ગઈ છે અને જેમ જેમ તે મોટી થાય છે તેમ તેમ તેની સુંદરતામાં પણ વધારો થઈ રહ્યો છે. હવે હર્ષાલી તેની આગામી ફિલ્મની તૈયારી કરી રહી છે, જેના વિશે તમને ટૂંક સમયમાં ખબર પડી જશે.

હર્ષાલી ઘણી ઇવેન્ટ્સમાં દેખાઇ ચૂકી છે અને ઘણી મોટી હસ્તીઓએ હર્ષાલીના અભિનયની પ્રશંસા કરી છે. તે એક ટીવી બાળ અભિનેત્રી છે જેણે ફિલ્મ બજરંગી ભાઈજાનથી ખૂબ લોકપ્રિયતા મેળવી હતી.

હવે ચાર વર્ષમાં હર્ષાલી 11 વર્ષની થઈ ગઈ છે અને આજે તેની તસવીરો સાવ જુદી છે. ફિલ્મમાં સરળ વિચારોવાળી મુન્નીનો રોલ કરનારી હર્ષાલી વાસ્તવિક જીવનમાં ખૂબ સારી રીતે બોલે છે અને તેની નખરાંની શૈલી ફિલ્મની મુન્નીથી સાવ જુદી છે. હર્ષાલી હજી અભ્યાસ કરે છે અને અભ્યાસ પૂરો કર્યા પછી તે બોલિવૂડમાં કામ કરશે અને ઘણાં ફિલ્મ નિર્માતાઓ તેની પુખ્ત વયની રાહ જોઈ રહ્યા છે.

ફિલ્મ બજરંગી ભાઈજાનથી હિટ બન્યા પછી, ઘણા લોકોએ ટ્વિટર, ફેસબુક અને અન્ય સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર તેનું એકાઉન્ટ બનાવ્યું છે પરંતુ તમને જણાવી દઈએ કે હર્ષાલી પાસે કોઈ ઓફિશિયલ એકાઉન્ટ નથી.  હર્ષાલી હજી ખૂબ જ નાની છે અને 11 વર્ષની ઉંમરે તે સોશિયલ મીડિયાને હેન્ડલ કરી શકતી નથી. હર્ષાલીએ ક્રિતી સેનન સાથે એક જાહેરાત પણ કરી છે અને અહીંથી જ તેની અભિનયની શરૂઆત થઈ હતી.

Moni Patel

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *