Spread the love

27 વર્ષીય એલી, જે બ્રિટનનો છે: દુનિયા ઘણી મોટી છે અને તેમાં તમામ પ્રકારના લોકો જોવા મળે છે. અહીં લોકો માત્ર રંગ અને દેખાવમાં જ ભિન્ન હોય છે આવું નથી, પરંતુ તેમની વિચારસરણી પણ એક બીજાથી ઘણી અલગ હોય છે. હા, તમને એ જાણીને આશ્ચર્ય થશે કે કેટલાક લોકો ખૂબ જ અલગ વિચારો ધરાવે છે. આવા લોકો હંમેશાં દુનિયામાં કંઈક અલગ કરવા માગે છે. ઘણી વખત આ , તેઓ એવું કંઈક કરે છે કે જે જોઈને તમને તમારીઆંખો પર વિશ્વાસ નહીં થાય.

શરીર ના કેટલાક ખાસ ભાગ પર કરાવે છે ટેટૂ :

ઘણીવાર તમે લોકોને વિવિધ પ્રકારના કામ કરતા જોયા હશે . કેટલાક લોકોને પ્રખ્યાત થવાની ખૂબ ઇચ્છા હોય છે તે માટે તેઓ પરિણામ નો વિચાર કર્યા વિના કઇપણ કરી નાખે  છે, આને કારણે તેમને પાછળથી પસ્તાવું પડે છે. જો કે, અહીં કોઈ પસ્તાવાની વાર્તા નથી જાણવાની . આજના સમયમાં, લોકોને ટેટૂ બનાવવાનો ખૂબ શોખ છે, તેમને જોયું હશે કે જે ટેટૂઝના દિવાના છે. કેટલાક લોકોને શરીરના કોઈ ખાસ ભાગ પર ટેટૂ કરાવે છે, તો કેટલાક લોકો આખા શાએરે ટેટૂ કરાવે છે.

જ્યાં ટેટૂઝ ન હોય તેવો કોઈ ભાગ બાકી નથી:

કેટલાક લોકો એવી જગ્યાઓ પર ટેટૂ પણ કરાવે છે જ્યાં તમે તમારા સ્વપ્નમાં પણ ક્યારેય તેના વિશે વિચાર્યું ન હોય. આજે અમે તમને આવા જ એક વ્યક્તિના જુસ્સાની કહાની કહેવા જઈ રહ્યા છીએ, જેના કારણે આજે તે કોઈ ભૂત કરતાં ઓછું નથી લાગતો . હા, અમે બ્રિટનમાં રહેતા 27 વર્ષીય એલી વિશે વાત કરી રહ્યા છીએ. તમને જણાવી દઈએ કે, એલીને ટેટૂઝનો એવો ચસ્કો લાગ્યો છે કે તેના શરીર નો કોઈ એ ભાગ બાકી નથી જ્યાં ટેટૂ ન હોય.

કેટલાક લોકો એલીને ગાંડો કહી રહ્યા છે:

ત્યાં સુધી કે અલગ દેખાવા માટે એલીએ તેની આંખો અને પેઢા પર પણ ટેટૂ કરવી દીધું છે. અલગ દેખાવાના ચક્કરમાં, એલીએ તેના શરીરના દરેક ભાગને કાળી શાહીથી રંજીઆઇ નાખ્યો છે. આ સમયે એલીને વિશ્વની સૌથી ટેટુવાળી વ્યક્તિ કહેવામાં આવી રહ્યો છે. માહિતી માટે, તમને જણાવી દઈએ કે એલી ઇંક નામના વ્યક્તિએ કહ્યું છે કે તે છેલ્લા 10 વર્ષથી તેના શરીર પર ટેટૂ કરાવે છે. આનાથી એલીને તેના વ્યક્તિત્વની અનુભૂતિ થાય છે. એલી હાલમાં તેના શોખને કારણે ચર્ચામાં છે. જો કે કેટલાક લોકો તેને ગાંડો પણ કહી રહ્યા છે.

દરેક વખતે શરીર પર એક નવું ટેટૂ હતું:


કેટલાક લોકો તો એમ પણ કહે છે કે, એલીનો આ શોખ કોઈ દિવસ તેનો જીવ પણ લઈ શકે છે. એલીએ એક વીડિયોમાં જણાવ્યું હતું કે તેને બાળપણ માજ ટેટુ પ્રત્યે લગાવ થઇ ગયો હતો. એલીએ કહ્યું કે જ્યારે તેણે બાળપણમાં તેના એક કાકાને જોયા ત્યારે તે ખૂબ પ્રભાવિત થયો હતો. જ્યારે પણ તે સ્પેનથી પાછો ફરતો, ત્યારે તેના શરીર પર એક નવું ટેટુ કરાવેલું હોતું . આ જોઈને મને પણ ટેટૂ કરવાની ઇચ્છા થઈ. એલીએ જણાવ્યું કે લોકો તેમના દેખાવ વિશે શું કહે છે તેની તેને પરવાહ નથી. હું જ ફક્ત આ પરિવર્તન વિશે સમજી શકું છું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here