શું તમને પણ વાળમાં ખોડાની સમસ્યા સતાવે છે? તો અપનાવો આ સરળ પાંચ ઉપાય

0

મિત્રો આજે દરેક લોકોના માથા માં ખોડો થતો હોય છે. આ એક સર્વ સામાન્ય સમસ્યા છે. ખાસ કરીને આ વસ્તુ શિયાળાના સમયમાં વધારે જોવા મળે છે.

નાના બાળકોથી લઈને મોટા વડીલો સુધી દરેક લોકોને આ સમસ્યા સતાવતી હોય છે. જેને કારણે વાળ પણ ખરવા લાગે છે. તો મિત્રો આજે અમે આ સમસ્યાનો ઉકેલ લાવવા જઈ રહ્યા છીએ. જેનાથી એકદમ સરળ રીતે તમે તમારા માથામાં થતો ખોડો દૂર કરી શકો છો.

આ માટે સૌથી બેસ્ટ હોય તો તે છે નાળિયેર તેલ. નાળિયેર તેલ ખોડો દૂર કરવા માટેનું બ્રમ્હાસ્ત્ર કહેવામાં આવે છે. જે લોકો એક અઠવાડિયાની અંદર બે થી ત્રણ વખત નાળિયેર તેલ થી પોતાના વાળને મસાજ કરે છે તે લોકોને ખોડાની સમસ્યાથી હંમેશને માટે છુટકારો મળે છે.

આજે માર્કેટમાં સુંદર થવા માટે ઘણી બધી બ્યુટી પ્રોડક્ટ મળે છે પરંતુ પહેલાંના સમયમાં સુંદરતા માટે દહીંનો ઉપયોગ કરવામાં આવતો. આ માટે તમારે બેથી ત્રણ દિવસ જુના રહીને તમારા વાળની અંદર મૂળ સુધી પહોંચે તે રીતે લગાવીને ૨૦ મિનિટ સુધી રાખી મુકો. ત્યારબાદ વાળને શેમ્પૂથી સાફ કરી લો. આવું કરવાથી ધીમે-ધીમે ખોડો દૂર થશે.

આયુર્વેદમાં સૌથી બેસ્ટ વસ્તુ હોય તો તે છે આદુ.જેને હિન્દીમાં લોકો અદરક તરીકે પણ ઓળખે છે. તમારે ખોડો દૂર કરવા માટે આદુને તલના તેલમાં મિક્સ કરીને માથામાં લગાવો.

ખોડાને દૂર કરવા માટે સફરજન પણ એક ઉત્તમ ઉપાય કહી શકાય. આ માટે તમારે સફરજનની પેસ્ટ તૈયાર કરીને તેની અંદર થોડું પાણી ઉમેરીને માથામાં લગાવવાનો છે. આ પેસ્ટને તમારા માથા પર લગભગ પંદર-વીસ મિનિટ સુધી રાખીને ત્યારબાદ શેમ્પૂથી માથું ધોવાથી તમારા માથા રહેલો ખોડો દૂર થશે.

વાળને લગતી કોઈપણ સમસ્યા માટે આંબળા એક ઉત્તમ ઉપાય છે. આમળાને તુલસીના પાનની સાથે મિક્સ કરીને તમારા વાળની અંદર મસાજ કરવાથી અને ત્યારબાદ થોડો સમય માટે રાખ્યા પછી વાળને શેમ્પૂથી ધોઇ નાખવાથી વાળમાં રહેલ ખોડો ઝડપથી દૂર થાય છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here