વાંચો ગુજરાતી ચિત્રપટની પ્રખ્યાત અભિનેત્રી રોમા માણેક વિષે, આજે દેખાય રહી છે આવી જુઓ તસ્વીરો

0

મિત્રો આજકાલ લોકો ફિલ્મી જગત સાથે એટલા ઓતપ્રોત થઈ ગયા છે કે તેમના ફેવરીટ સુપર સ્ટાર કે અભિનેત્રી ની જીવનશૈલી પોતાના જીવન મા અનુસરતા હોય છે. હાલ ની યુવાપેઢી હિન્દી સિનેમા ના બધા જ પ્રખ્યાત અભિનેતા તથા અભિનેત્રી નો થી જાણકાર હશે. પરંતુ , હાલ , આપને ગુજરાતી સિનેમા જગત વિશે થોડી માહિતી આપીશુ.

મિત્રો આજે અમે તમને લોકોને એક એવી ગુજરાતી પ્રખ્યાત અભિનેત્રીની વાત કરી રહ્યા છીએ કે જેના ગુજરાતની સાથે સાથે બીજા અનેક રાજ્યોમાં પણ ચાહકો છે, હા મિત્રો અમે વાત કરી રહ્યા છીયે ગુજરાતી ફિલ્મની ખુબ જ લોકચાહના મેળવનાર અભિનેત્રી રોમા માણેકની, આ અભિનેત્રી આજ-કાલ ખુબ જ બદલાઈ ગઈ છે.

આ અભિનેત્રી હાલ પણ દેખાય છે ખૂબસુરત. મિત્રો , હાલ ની પેઢી ને તો આમના વિશે એટલી જાણકારી નહી હોય પરંતુ , જણાવી દઈ એ રોમા માણેક એ ગુજરાતી ફિલ્મો ની સુપર સ્ટાર તરીકે ઓળખાય છે.

પ્રખ્યાત ટીવી સીરિયલ ‘મહાભારત’ માં માદ્રીનો રોલ ભજવીને લોકચાહના પ્રાપ્ત કરનાર રોમા માણેકે ‘દેશ રે જોયા દાદા પરદેશ રે જોયા’ અને ‘ઉંચી મેડીના ઊંચા મોલ’ ગુજરાતી ફિલ્મથી ખુબ જ લોકપ્રિય થઈ હતી. ત્યારબાદ રોમા માણેકે અનેક ગુજરાતી ફિલ્મ્સમાં કામ કર્યું છે. રોમા માણેકે ગુજરાતી ફિલ્મો પેહલા હિન્દી ફિલ્મ જગતમાં પણ કામ કર્યું છે.

મિત્રો જેવી રીતે બોલિવૂડમાં શાહરુખ અને કાજોલ ની જોડી સુપર ડુપર હિટ હતી તેવી જ રીતે ઢોલિવૂડમાં રોમા માણેક અને હિતેન કુમારની જોડી ખુબજ પ્રસિદ્ધ પ્રાપ્ત કરી હતી. માત્ર હિતેન કુમાર જ નહીં રોમા માણેકે નરેશ કાનોડિયા સાથે પણ અનેક હિટ ફિલ્મો આપી છે.

ગુજરાતી હીરોઇનની વાત આવે એટલે મનમાં ઘણી બધી અભિનેત્રીઓના ચિત્ર નજર સામે આવી જાય. તેમાની એક છે રોમા માણેક, આજે તેમની ઉંમર લગભગ ૫૧ વર્ષની છે, તેમ છતાં પણ રોમા માણેક આજે ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં સક્રિય છે.

આ અભિનેત્રી નો શ્રુંગાર અને સૌદર્ય જે પહેલા હતુ તે હાલ પણ જળવાઈ રહેલુ છે. તેમા કોઈપણ જાત નુ પરિવર્તન નથી. હાલ ઘણા અભિનેતા તથા અભિનેત્રીઓ પોતાની જાત ને શ્રેષ્ઠ દેખાડવા માટે અનેક મેડિસીનો લે છે તથા ઓપરેશનો કરાવે છે. ત્યારે રોમા માણેકે હાલ પણ પોતાનુ કુદરતી સૌંદર્ય જાળવી રાખ્યુ છે.

હાલના સમયમાં રોમા માણેક મુંબઈમાં વસવાટ કરે છે અને આજે પણ ઢોલિવૂડ એટલે કે ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં સક્રિય છે.

મિત્રો આજકાલ અર્બન ગુજરાતી ફિલ્મ્સનો જમાનો છે. ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રીઝમાં નવા નવા સ્ટાર્સ પોતાનું નસીબ અજમાવવા આવી રહ્યા છે. જોકે, વિતેલા જમાનાના ઘણા એવા સ્ટાર્સ છે, જેનો એક સમયે દબદબો હતો. અમુક સ્ટાર્સે આ દુનિયાને અલવિદા કહી છે, તો ઘણા સ્ટાર્સ એકલવાયું જીવન જીવી રહ્યા છે. જયારે ગણ્યાંગાઠ્યાં કલાકારો હિન્દી ફિલ્મોમાં કામ કરી રહ્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here