શુક્ર ગ્રહનુ પરિભ્રમણ થયું મંગળ રાશિમાં, જાણો કઈ રાશી પર શું પડશે અસર અને તેના ઉપાયો

મિત્રો, જ્યોતિષશાસ્ત્ર એ એટલુ સમૃધ્ધ શાસ્ત્ર છે કે જેમાં રાશિજાતકો ના આવનાર ભાવિ વિશે જાણી શકાય છે. હાલ શુક્ર ગ્રહ ધનુ રાશિ મા થી મકર રાશિ મા પરિવર્તિત થઇ રહ્યા છે. શુક્ર ગ્રહ ને સુખ સમૃધ્ધિ નો કારકગ્રહ માનવા મા આવે છે. તમારા જીવન મા આવતા ઉતાર-ચઢાવ નુ જવાબદાર પરિબળ એ શુક્ર ગ્રહ છે. ચાલો જાણીએ આ શુક્ર ગ્રહ નુ પરિવર્તન રાશિજાતકો ના જીવન પર કેવી અસરો કરે છે.
વૃષભ :
આ રાશિ પરિવર્તન રાશિજાતકો માટે ધાર્મિકયાત્રા નો યોગ સર્જી રહ્યો છે. સ્વાસ્થય અંગે ખાસ કાળજી લેવી. ખોટી જગ્યાએ નાણા નો વ્યય કરવા થી બચવુ.
ઉપાય :- શુક્ર ને બળવાન બનાવવા માટે લાલ આસન પર બિરાજમાન થઇ ને શ્રીસુકતનુ પઠન કરવુ.
મિથુન :
આ રાશિ ના જાતકો માટે આ રાશિપરિવર્તન અત્યંત શુભ ગણાઇ રહ્યુ છે. સ્વાસ્થય બગડી શકે છે. વાહન મા મુસાફરી કરતી વખતે સાવચેતી વર્તવી, કોઇ સ્ત્રી ના લીધે ધન નો વ્યય થઇ શકે છે.
ઉપાય :- શુક્ર ને બળવાન કરવા માટે દેવી દુર્ગા ને ગુલાબી પુષ્પો ની માળા અર્પણ કરવી.
કર્ક :
આ રાશિ ના જાતકો માટે આ રાશિપરિવર્તન પ્રેમ સંબધ મા મધુરતા લાવશે. વૈવાહિક જીવન સુખમયી બનશે. આર્થિક સ્થિતિ સધ્ધર બનશે તથા અધુરા કાર્યો પુર્ણ થશે.
ઉપાય :- શુક્ર ને બળવાન કરવા ભોળાનાથ ને સફેદ ફુલ અર્પણ કરવા.
મેષ :
આ રાશિ ના જાતકો નો સ્વામી ગ્રહ મંગળ છે. શુક્ર રાશિ પરિવર્તન એ આ રાશિ માટે અત્યંત લાભદાયી છે. સાસરા પક્ષ તરફ થી શુભ સમાચાર પ્રાપ્ત થશે. નોકરી ક્ષેત્રે સંકળાયેલા વ્યકિતઓ ને ઉચ્ચ હોદ્દો પ્રાપ્ત થઇ શકે વિદ્યાથીઓ માટે અભ્યાસ ક્ષેત્રે સાનુકુળ સમય જણાશે.
ઉપાય :- શુક્ર ને બળવાન બનાવવા સફેદ ચંદન નુ તિલક લગાવવુ.
સિંહ :
આ રાશિ ના જાતકો માટે આ રાશિ પરિવર્તન થોડુ ખર્ચાળ સાબિત થશે. સ્વાસ્થય કથળવા ના યોગ સર્જાઇ રહ્યા છે. વાદ-વિવાદ સર્જાવવા ની શકયતા છે. કાર્યક્ષેત્રે સમય સાનુકુળ રહેશે.
ઉપાય :- શુક્ર ને બળવાન કરવા માટે મિષ્ટાન્ન નુ દાન કરવુ તથા પરણેલી સ્ત્રીઓ એ લાલ કપડા નુ દાન કરવુ.
કન્યા :
આ રાશિ પરિવર્તન આ રાશિ ના જાતકો માટે ધનલાભ થી ભરપુર રહેશે. આ ઉપરાંત પ્રેમ-સંબધ માટે પણ સમય સાનુકુળ રહેશે યાત્રા પર જવા ના યોગ સર્જાઇ શકે. સમાજ મા માન-પ્રતિષ્ઠા મા વધારો થાય મુશ્કેલીઓ સરળતા થી સોલ્વ કરી શકાય.
ઉપાય :- શુક્ર ને બળવાન બનાવવા માટે લક્ષ્મીજી ને ખીર નો પ્રસાદ ચડાવવો.
તુલા :
આ રાશિ પરિવર્તન આ રાશિ ના જાતકો માટે સાનુકુળ રહેશે. મન ની વિડંમ્બણાઓ દુર થશે. ઘર મા કોઇ શુભ પ્રસંગ નુ આયોજન કરવા મા આવશે. તમારા મધુર સ્વર થી તમે બગડેલા સંબધો સુધારી શકશો.
ઉપાય :- શુક્ર ને બળવાન બનાવવા માટે ચોખા નુ દાન કરવુ.
ધનુ :
આ રાશિ ના જાતકો માટે આ રાશિપરિવર્તન સ્વાસ્થય સંબધિત શુભ રહેશે. ધનપ્રાપ્તિ ના યોગ સર્જાઇ રહ્યા છે. ખર્ચ પર થોડું નિયંત્રણ રાખવુ.
ઉપાય :- શુક્ર ને બળવાન બનાવવા માટે ગાય ના દુધ ની ખીર પ્રભુ શિવ ને ભોગ ચઢાવી ગરીબો ને દાન કરવી.
વૃશ્ચિક :
આ રાશિપરિવર્તન આ રાશિ ના જાતકો માટે સુખ સમૃધ્ધિ થી ભરપુર રહેશે. ધારેલા કાર્યો સફળ થશે. સ્વાસ્થય અંગે સાવચેતી રાખવી. નવા ધંધા નો પ્રારંભ થવા થી લાભ થશે.
ઉપાય :- શુક્ર ને બળવાન બનાવવા માટે ચોખા નુ દાન કરો.
મીન :
આ રાશિ ના જાતકો માટે રાશિ પરિવર્તન થી અટકાયેલુ ધન પરત મળી જશે. ઘર ના સદસ્યો સાથે ના સંબધો મા મજબુતાઇ આવશે. ખર્ચા મા વૃધ્ધિ થશે.
ઉપાય : શુક્ર ને બળવાન બનાવવા માટે સ્ત્રીઓ ને શણગાર ની વસ્તુ દાન કરવી.
મકર :
આ રાશિપરિવર્તન આ રાશિજાતકો માટે ધન ની વર્ષા લાવશે. ધંધા તેમજ નોકરી મા ફાયદો પ્રાપ્ત થશે. પ્રેમ સંબધો મા મધુરતા આવશે.
ઉપાય :- શુક્ર ને બળવાન બનાવવા માટે સફેદ વસ્ત્ર નુ દાન કરવુ.
કુંભ :
આ રાશિજાતકો માટે આ રાશિપરિવર્તન વિદેશ યાત્રા ના યોગ સર્જી રહ્યુ છે. વાણી પર નિયંત્રણ રાખવુ. નહિતર વાદ-વિવાદ સર્જાઇ શકે છે. નોકરી મા પરિવર્તન આવી શકે.
ઉપાય :- શુક્ર ન બળવાન બનાવવા માટે ગુલાબી વસ્ત્રો નુ દાન કરવુ.